________________
| | શ્રી સિદ્ધાચલમંડન શ્રી ઋષભદેવસ્વામિને નમઃ || || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || શ્રી મહાવીરસ્વામિને નમઃ || || શ્રી પુંડરીકસ્વામિને નમઃ || | શ્રી ગૌતમસ્વામિને નમઃ |
શ્રી સદ્ગુરૂદેવાય નમઃ || સંઘમાતા શતવર્ષાલિકાયુ પૂ. સાધ્વીશ્રી મનોહરશ્રીજી મહારાજ
(બા મહારાજ)નો સમાધિપૂર્ણ સ્વર્ગવાસ
શ્રદ્ધાંજલિ
લે. મુનિ જંબૂવિજય અત્યંત આનંદ તથા અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે મારા પરમ ઉપકારી તીર્થસ્વરૂપ પરમપૂજ્ય સંસારી આદર્શ માતા શતવર્ષાધિકાયુ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ પોષ સુદિ ૧૦ બુધવારે (તા. ૧૧-૧-૯૫) રાત્રે ૮-૫૪ કલાકે સકલશ્રી સંઘના મુખેથી નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં આ નશ્વરદેહનો ત્યાગ કરીને પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયતીર્થાધિપતિ આદીશ્વરદાદાની સન્મુખ મુખ રાખીને આદીશ્વરદાદાના ચરણમાં સમાધિ પામ્યા છે. અંત સમયે આવા તીર્થની પ્રાપ્તિ થવી એ અત્યંત પુણ્ય હોય તો જ બની શકે તેથી એ વાતનો અમને અત્યંત આનંદ થાય છે.
વળી મારા પરમ પરમ ઉપકારી અને તેથી જ મારા માટે પરમાત્મસ્વરૂપ મારા સંસારી પિતાશ્રી તથા સદ્દગુરૂદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ આજથી લગભગ ૩૬ વર્ષ પૂર્વે સં. ૨૦૧પના મહાસુદિ આઠમે શ્રી શંખેશ્વરજી તીર્થમાં સ્વર્ગમાં સીધાવ્યાં, લગભગ ૩૬ વર્ષ પછી મારાં માતુશ્રી શ્રી સિદ્ધક્ષેત્ર શત્રુંજય તીર્થમાં સ્વર્ગમાં સીધાવ્યાં એમ બંને મહાતીર્થમાં મારા માતા-પિતા સ્વર્ગે પધાર્યા એ મારા માટે મોટો આનંદનો વિષય છે.
બીજી બાજુ, મારા અનંત અનંત ઉપકારી અને માટે જ મારા પરમાત્મસ્વરૂપ માતુશ્રી ચાલ્યા જવાથી મારી માનસિક વેદનાનો પાર નથી.
ગયા વર્ષે મારા માતુશ્રીની જન્મભૂમિ ઝીંઝુવાડામાં અમે હતા ત્યારે માગશરવદિ બીજે મારાં માતુશ્રીએ ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે તેમની શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદીશ્વરદાદાજીની યાત્રા કરવાની ભાવના હતી અને અમારી પણ તેમને છેલ્લી છેલ્લી યાત્રા કરાવવાની તીવ્ર ઝંખના હતી. એટલે હું, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી તથા મુનિશ્રી ધર્મઘોષવિજયજી અમે ચાર સાધુઓ તથા મારા પૂ. માતુશ્રી તથા તેમના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિ આઠ સાધ્વીજીઓ શ્રી શંખેશ્વરજી તીર્થથી સં. ૨૦૫૦ના
૧. શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિર, પાટણથી પ્રકાશિત થયેલી શ્રીસિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસનરહસ્યવૃત્તિમાં જે શ્રદ્ધાંજલિ મુદ્રિત થયેલી છે તે જ શ્રદ્ધાંજલિ ઉદ્ધત કરીને અહીં લગભગ અક્ષરશઃ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org