SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ ॥ સ્વ.પૂજ્ય ગુરૂદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર (પ.પૂ.શ્રીજંબૂવિજયજી મહારાજે સંશોધિત-સંપાદિત કરેલા તથા ભાવનગરની જૈન આત્માનંદસભાએ વિક્રમ સંવત ૨૦૨૨માં પ્રકાશિત કરેલા આચાર્યશ્રી મલ્લવાદિક્ષમાશ્રમણ વિરચિત દ્વાદશારનયચક્રના પ્રથમ ભાગમાં જંબૂવિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજનું જે સંક્ષિપ્ત જીવનચરિત્ર શ્રી જૈન આત્માનંદ સભાએ આપ્યું છે તે અહીં અક્ષરશઃ આપવામાં આવે છે.) પરમપૂજ્ય ગુરુદેવ ભુવનવિજયજી મહારાજનું મૂળ સંસારી નામ ભોગીલાલભાઈ હતું. બહુચરાજી (ગુજરાત) પાસેનું દેથળી ગામ એ તેમનું મૂળવતન, પણ કુટુંબ ઘણું વિશાળ હોવાના કારણે તેમના પિતાશ્રી મોહનલાલ જોઈતારામ શંખેશ્વરતીર્થ પાસે આવેલા માંડલ ગામમાં કુટુંબની બીજી દુકાન હોવાથી ત્યાં રહેતા હતા. શ્રી મોહનલાલભાઈનો લગ્નસંબંધ માંડલ ખાતે જ ડામરશીભાઈના સુપુત્રી ડાહીબેન સાથે થયેલો હતો. ભોગીલાલભાઈનો જન્મ પણ વિ.સં.૧૯૫૧માં શ્રાવણવદિ પંચમીને દિવસે માંડલમાં જ થયેલો. ડાહીબેનમાં ધાર્મિક સંસ્કારો સુંદર હતા અને ઘર પણ ઉપાશ્રય નજીક જ હતું એટલે અવાર નવાર સાધુ-સાધ્વીજીના સમાગમનો લાભ મળતો હતો. એક વખતે શ્રી ભોગીલાલભાઈ પારણામાં સૂતા હતા, તેવામાં તે સમયમાં અત્યંત પ્રભાવશાલી પાયચંદગચ્છીય શ્રી ભાયચંદજી (ભાતૃચંદ્રજી) મહારાજ અચાનક ઘેર આવી ચડ્યા. શ્રી ભોગીલાલભાઈની મુખમુદ્રા જોતાં જ તેમણે ડાહીબેનને ભવિષ્યકથન કર્યું કે આ તમારો પુત્ર અતિમહાન્ થશે- ખૂબ ધર્મોઘોત ક૨શે અને આપણે જાણીએ છીએ કે ૭૦ વર્ષ પૂર્વે ઉચ્ચારાયેલી આ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી નીવડી છે. શ્રી ભોગીલાલભાઈની બુદ્ધિપ્રતિભા અને સ્મરણશક્તિ બાલ્યાવસ્થાથી જ અત્યંત તેજસ્વી હતાં. સામાન્ય વાંચનથી પણ નિશાળના પુસ્તકોના પાઠો એમને લગભગ અક્ષરશઃ કંઠસ્થ થઈ જતા. નિશાળ છોડ્યા પછી ચાલીસ-ચાલીસ વર્ષ વીતી ગયા બાદ પણ એ પાઠ અને કવિતાઓમાંથી અક્ષરશઃ તેઓ કહી સંભળાવતા હતા. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનપ્રેમ એમના જીવનમાં અત્યંત વણાઈ ગયેલો હતો. વ્યવહારમાં પણ એમની કુશળતા અતિપ્રશંસનીય હતી. પરીક્ષાશક્તિ તો એમની અજોડ હતી. [માંડલમાં જીભાઈ માસ્તર ગામઠી નિશાળમાં છોકરાઓને ભણાવતા હતા. જીભાઈ માસ્તર ભણાવવામાં બહુ જ કડક તથા ચોક્કસ હતા. તેમની ખાસ માન્યતા હતી કે મારો વિદ્યાર્થી જીવનના ક્ષેત્રમાં કયાંયે પાછો પડવો જોઈએ જ નહિ. ભોગીલાલભાઈ સરકારી નિશાળમાં તેમજ જીભાઈ માસ્તરની ખાનગી નિશાળમાં એમ બંને સ્થાને ભણતા હતા. બંને સ્થળે એ અત્યંત તેજસ્વી હતા.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy