SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુંબઈના કાર્યવાહકોએ આના અત્યંત દ્રવ્યવ્યયસાધ્ય મુદ્રણની જવાબદારી ઉપાડી છે, અને અમને સદા પ્રોત્સાહન આપ્યું છે. શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણા નગરમાં, વીસાનીમાની ધર્મશાળામાં, વિક્રમસંવત્ ૨૦૫૧, પોષ સુદિ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૧-૧૯૯૫ ની રાત્રે ૮-૫૪ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતુશ્રી સંઘમાતા સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ૦ સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં બહેન તથા શિષ્યા છે તેમના સતત આશીર્વાદ એ મારું અંતરંગ બળ તથા મહાનમાં મહાનું સદ્ભાગ્ય છે. મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રીદેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦ માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા.૩-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમાં પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરૂં છું. મારા અતિવિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય સેવાભાવી મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી તથા તપસ્વી મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી આ કાર્યમાં રાત-દિવસ અતિ અતિ સહાયક રહ્યા છે. આ ગ્રંથના મુદ્રણ આદિમાં હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણીલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઈ ભાઈચંદભાઈ સંઘવીએ ઘણો ઘણો જ સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. જેસલમેર, પાટણ તથા ખંભાતના હસ્તલિખિત પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના ફોટા તથા ઝેરોક્ષ લેવા માટે તે તે સ્થાનના ટ્રસ્ટના કાર્યવાહકોએ અમને સંમતિ આપી અને અનુકૂળતા કરી આપી છે તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે. આ બધા અનેક શાસ્ત્રોના ગ્રંથોના પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત આદર્શો મેળવવા માટે અમે લગભગ ૨૫ વર્ષથી નિરંતર પરિશ્રમ કરી રહ્યા છીએ. એ માટે પાટણ, જેસલમેર આદિ સ્થળોએ અમે જાતે જઈને- પ્રસંગ પડે ત્યારે, કોઈને કલ્પના પણ ન આવે એવાં અપાર અપાર કષ્ટ વેઠીને પણ સામગ્રી એકત્રિત કરીએ છીએ. જ્યાં અમારાથી ન પહોંચાય ત્યાં શ્રાવકો દ્વારા પણ ખૂબ ખૂબ ખૂબ મહેનતે મેળવ્યું છે. આ બધાનો એક ઈતિહાસ લખાય એટલી મોટી કથા છે. આ બધા કાર્યોમાં અમે સાધુઓ તો મૃતભક્તિથી કરીએ એ અમારી પવિત્ર ફરજ જ છે. એ અમારી આરાધના જ છે. પણ જે જે શ્રાવકો તથા નિતીનભાઈ ચંદુલાલ બગડીયા (મુંબઈ)ની પ્રેરણાથી આવેલા કીર્તિભાઈ બટુકભાઈ જાદવાણી (કાંદિવલી), તથા વિમલ બીપીનભાઈ પટેલ (અમદાવાદ) આદિ અજૈનોએ પણ જે જે અપાર મૂકસેવા આપી છે તે ખાસ ખાસ ખાસ ધન્યવાદને પાત્ર છે. ગુજરાત યુનિવર્સીટી-અમદાવાદના પ્રાધ્યાપક વ્યાકરણ-સાહિત્યના નામાંક્તિ વિદ્વાન્ વસંતભાઈ ભટ્ટે કેટલાક સાક્ષિપાઠોને શોધી આપવામાં અમને ઘણી જ અમૂલ્ય સહાય કરી છે તે માટે તેમને પણ ખાસ ધન્યવાદ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001028
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages579
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy