________________
૧૨
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
શ્રાવક વર્ગ પણ આવ્યો. શહેરના મુખ્ય ગણાતા શ્રીમંત શ્રાવકો-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પન્નાલાલ ઉમાભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ ભોગીલાલ છોટાલાલ સુતરીયા, શેઠ બકુભાઈ મણીલાલ, શા. કેશવલાલ લલ્લુભાઈ, શેઠ માયાભાઈ સાંકળચંદ, શા. કીકાભાઈ ભગુભાઈ, શા. ગીરધરલાલ છોટાલાલ, શા. મોહનલાલ છોટાલાલ, શા. ભોગીલાલ મગનલાલ સુતરીયા, શા. સારાભાઈ હઠીસીંગ, શા. ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી, શેઠ શાન્તિકુમાર જગાભાઈ, શેઠ જગાભાઈ ભોગીલાલ, શા. ચંદુલાલ તારાચંદ ઝવેરી, શા. ચીમનલાલ મંગળદાસ, શા. સોમચંદ મંગળદાસ, શા. કેશવલાલ મોહનલાલ સંઘવી, શા. મણીલાલ લલ્લુભાઈ તેલી, શા. રતિલાલ નાથાલાલ, શા. ચીમનલાલ કેશવલાલ કડીઆ, શા. જીવણલાલ છોટાલાલ ઝવેરી, શા. જેસીંગભાઈ ઉગરચંદ, શા. અમૃતલાલ જેસીંગભાઈ દલાલ, શા. છગનલાલ લક્ષ્મીચંદ, શા. છોટાલાલ જમનાદાસ, શા. રમણલાલ વજેચંદ, શા. છોટાલાલ ત્રીકમલાલ વકીલ, શા. રતનલાલ જીવાભાઈ, શા. ચીમનલાલ પોપટલાલ, શા. મોહનલાલ વાડીલાલ, સાણંદવાળા શેઠ ચુનીલાલ પદમચંદ વિગેરે, શા. ચંદુલાલ ચુનીલાલ, નરેશચંદ્ર મનસુખરામ, શા. ડાહ્યાભાઈ પ્રેમચંદ, શા. ચીમનલાલ વાડીલાલ, શા. કલ્યાણભાઈ મણીલાલ રાવ, શા. અમૃતલાલ દલસુખભાઈ હાજી, શા. જેસીંગભાઈ કાલીદાસ જરીવાળા, શા. વાડીલાલ દેવચંદ, શા. કાન્તિલાલ ભોગીલાલ નાણાવટી, ઈત્યાદિ દરેક ઉપાશ્રયના અગ્રેસરો વિગેરે તથા બહારગામથી પણ અનેક શ્રાવકો આવ્યા અને બરાબર આઠ વાગતાં “જય જય નંદા જય જય ભદા' ની ઘોષણા પૂર્વક સ્મશાન યાત્રા નીકળી. શહેરના રાજમાર્ગોમાં શેરીયે અને અટારીયે ચઢી જૈન જૈનેતર માનવ સમુહ હજારોની સંખ્યામાં એ પુણ્ય દેહનાં દર્શન કરી કૃતાર્થ થતો હતો, “પુણ્યવાન આત્માનો આધાર દેહ પણ એટલો જ પૂજ્ય બને છે' એમ તે દૃશ્ય જોનારને સાક્ષાત્ અનુભવ થતો હતો. આગળ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દેઘ લઈને ચાલતા હતા અને પાછળ હજારોની સંખ્યામાં પાલખી લઈ ભાવુકો ત્વરાથી ચાલી રહ્યા હતા. રસ્તે જતાં દેઘ તથા પાલખી ઉપાડવાનો લાભ લેવા માટે ભાવુક શ્રાવકો બદલાતા જતા હતા, ખરેખર ! એ દશ્ય જોનારા પણ ભાગ્યવંત આત્માઓ પોતાના આત્માને નિર્મળ કરી રહ્યા હતા. સ્મશાન ભૂમિમાં છેક સુધી હજારો શ્રાવકોની હાજરી રહી હતી. નિર્વિદને અગ્નિસંસ્કારનું કામ પૂર્ણ કરી શોકાચ્છાદિત મુખે પાછા ફરેલા તેઓએ ઉપાશ્રય જઈ પરમ પૂજ્ય દાદામહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના મુખે મંગલ સાંભળ્યું હતું, તે પ્રસંગના વાતાવરણે દરેકની આંખો ભીની કરી દીધી હતી, ચહેરા ગંભીર બનાવી દીધા હતા અને વાતાવરણ શાન્ત બની ગયું હતું.
ઉપાશ્રયમાં પણ પરમ પૂજ્ય દાદા મહારાજની નિશ્રામાં દેવવન્દનની ક્રિયા વિગેરે વિધિ કરવામાં આવ્યો હતો, તેમાં શહેરના સર્વ ઉપાશ્રયોથી પદસ્થો અને મુનિવરો પધાર્યા હતા, સર્વના હૃદય ઉપર સ્વર્ગસ્થના વિરહનો ભાર દેખાતો હતો. ક્રિયા પૂર્ણ થયા પછી પરમ પૂજ્ય દાદામહારાજે હિતશિક્ષારૂપે સંભળાવેલા શબ્દો હૃદયને કોતરી નાખે તેટલા અસરકારક મંગળરૂપ હતા, જેનું સાચું સ્વરૂપ શબ્દોથી આલેખી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org