________________
૩૦
પ્રસ્તાવના
લખેલી પ્રતિઓના આધારે સંશોધિત કરેલું મૂળ સ્થાનાંગ સૂત્ર વિક્રમસંવત ૨૦૪૧ (ઈસવીય સનું ૧૯૮૫)માં મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પૂ. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી જેન આગમ ગ્રંથમાલામાં ગ્રંથાંક ૩ રૂપે પ્રકાશન કર્યું હતું. જે જે તાડપત્રીય તથા કાગળની પ્રતિઓનો અમે ઉપયોગ કર્યો હતો તેનો વિસ્તારથી પરિચય તેની પ્રસ્તાવનામાં અમે આપ્યો છે.
મૂળ ગ્રંથને શુદ્ધ કરવા માટે તેમજ સમજવા માટે નવાંગીટીકાકાર આ ભ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકાનો વારંવાર અમારે ઉપયોગ કરવો પડતો હતો. આગમ આદિ ગ્રંથોને શુદ્ધ કરવા માટે તથા સમજવા માટે પ્રાચીન ટીકાઓ પણ શુદ્ધ કરીને આધુનિક પદ્ધતિથી સંપાદિત કરીને મુદ્રિત કરવી જોઈએ, આ લગભગ બધાનો અનુભવ છે. આ દૃષ્ટિ સામે રાખીને અમારું સંશોધન-સંપાદન કાર્ય ચાલતું હતું. તેવામાં શેઠશ્રી બુદ્ધસિંહજી બાફણાની વિનંતિથી જેસલમેરના ભંડારોને વ્યવસ્થિત કરવા માટે વિક્રમ સંવત્ ૨૦૫૪માં અમારે જેસલમેર (રાજસ્થાન) જવાનું થયું. ત્યાંથી પણ ઘણી મહત્ત્વની સામગ્રી મળી. વળી સ્થાનાંગસૂત્રના સંશોધન સમયે પૂ૦ આ0 પ્ર૦ શ્રી પુણ્યવિજયજી મહારાજે બીજા પાસે જે વહ૦ પ્રતિનાં પાઠાંતરી લેવરાવેલાં તેના આધારે અમે સંશોધન કર્યું હતું. પરંતુ તે પછી પાટણના તે મૂળગ્રંથના ફોટા અમને મળી ગયા એટલે બીજાએ નોંધેલા પાઠભેદોમાં જે અસ્પષ્ટતા હતી તે પણ દૂર થઈ જાય એવા સંયોગો મળ્યા. આ બધી સામગ્રીનો દેવ-ગુરૂકૃપાએ યથામતિ ઉપયોગ કરીને પંચમ ગણધર ભગવાનું શ્રી સુધર્માસ્વામીએ રચેલી દ્વાદશાંગીમાં ત્રીજા સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્રને આભ. શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકા સાથે સંશોધિત-સંપાદિત કરીને પ્રકાશિત કરવાનો જે મંગલ અવસર પ્રાપ્ત થયો છે તે મારા માટે ઘણી ઘણી ઘણી હર્ષની વાત છે.
વિક્રમ સં. ૨૦૪૧માં જે મૂળમાત્ર સ્થાનાંગસૂત્રનું પ્રકાશન થયેલું તેમાં જે સૂત્રપાઠ છે તથા સૂત્રના અંકો જે અમે આપેલા છે તે જ પાઠ તથા સૂત્રોકો સામાન્ય રીતે આ ટીકા સહિત સંસ્કરણમાં અમે રાખેલા છે, પરંતુ મળેલી નવી સામગ્રીના તથા નવીન ફુરણાઓના આધારે કોઈક કોઈક સ્થળે અમે તેમાં ફેરફાર પણ કરેલો છે, આ વાત અભ્યાસી વાચકો ખાસ ધ્યાનમાં રાખે. સ્થાનાંગસૂત્રના ઘણા ઘણા પાઠભેદો વિક્રમ સં. ૨૦૪૧ના સંસ્કરણમાં અમે આપેલા છે. ઉપરાંત, પ્રસ્તાવના તથા પરિશિષ્ટો આદિમાં અમે ઘણી ઘણી વાતો તેમાં જણાવેલી છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાં જ જોઈ લેવું.
અમારી સંશોધન-સંપાદન પદ્ધતિ કેવા પ્રકારની છે તે અમે આ પહેલાનાં ઘણાં ઘણાં સંપાદનોમાં જણાવેલી છે.
સૂત્રમાં આવતા ત-ઢ તા --હ-૧ આદિવાળા પાઠોમાં અમે આ પ્રહ શ્રી પુણ્યવિજયજી મહારાજે સ્વીકારેલી પદ્ધતિ બહુલતયા સ્વીકારી છે. પ્રાચીન ગ્રંથોની લગભગ બધી જ પ્રતિઓમાં પ્રાકૃત પાઠોમાં ત- આદિ પાઠભેદો મળતા રહે છે. આમાં ઐતિહાસિક દૃષ્ટિએ ભાષાશાસ્ત્રીઓ ક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org