SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧ ૫. ગુલાબવિજયજીના ટીપ્પનકમાં લખ્યું છે જે : શ્રી વિનયેષુ મહિમા धर्मरुच्यादि प्रधान गुणदर्शनात् पंन्यास श्री सौभाग्यविजयगणिभिः संवदक्ष्यक्षिनन्देन्दु ज्येष्ट शुकल त्रयोदश्यां सिद्धान्त भगवत्यादि योगोद्वहन कारयित्वा गणिपद पूर्वकं पंन्यासपदं दत्तं । અર્થ :- ગુરૂશ્રી મણિવિજયજીમાં ભદ્રિકભાવ તથા ધર્મરૂચી વિગેરે શ્રેષ્ઠ ગુણો દેખી પંન્યાસ સૌભાગ્યવિજયજી ગણિએ તેમને ભગવિત વિગેરે સિદ્ધાંતના યોગોહન કરાવી સંવત ૧૯૨૨ ના જેઠ શુદિ તેરસને દિવસે ગણિપદ સાથે પંન્યાસ પદ આપ્યું. આ ઉલ્લેખમાં સંવત ૧૯૨૨ માં ગણિપદ અને પંન્યાસ બે સાથે થયાં એમ લખ્યું છે. બીજો ઉલ્લેખ :- પં. સોભાગ્યવિજયજી વિરચિત ૫. દયાવિમળજી ગણિ ચરિત્ર રચના ગર્ભિત હત્યાની ઢાળ ૫ મી આવ્યા સિદ્ધગીરીની માંહ, સોલની સાલે રે, ત્યાં મણિવિજય મહારાજ સાધુમાં માલેરે; વહ્યા ભગવતીના જોગ તેમની પાસેરે, આવ્યા ભાવનગરની માંહ, પછી ઉલ્લાસરે ફા ત્યાં જોડ્યું ઉપધાનનું કામ, સંઘનું દુ:ખ કાપ્યું રે, જોગ્ય જાણી દાદાએ તામ ગણી પદ આપ્યું રે; વૈશાખ વદિ પંચમી દીન વીસની સાલે રે, ગુરૂ દાનવિમલ મહારાજ, સ્વર્ગ સધાવે રે ૪ આ ઉલ્લેખ ઉપરથી જણાય છે જે સં. ૧૯૧૬ પહેલાં ગણિ પદ થયું છે વળી ૫. દયાવિમળને પાલીતાણામાં યોગ વહેવરાવી ભાવનગરમાં ગણિપદ આપ્યું એ સંભવિત પણ લાગે છે કેમ કે મહારાજશ્રી નાં ચોમાસાઓમાં સં. ૧૯૯૧ નું ચોમાસું ભાવનગરમાં થયું છે. માટે ભગવતિસૂત્રના યોગોદ્વહન અને ગણિપદ તો સં. ૧૯૧૭ નું ચોમાસુ ભાવનગરમાં થયું છે. માટે ભગવતિસૂત્રના યોગોદ્વહન અને ગણિપદ તો સં. ૧૯૧૬ પહેલાના ગણી શકાય. અને પંન્યાસ પદ મહારાજશ્રીનું સં. ૧૯૨૨ માં પંન્યાસ સૌભાગ્યવિજયજી ના હાથે થયું હોય એમ કલ્પના કરી શકાય. શ્રીમદ્દો બોધ મહારાજશ્રીનો અભ્યાસ પ્રકરણોમાં જીવવિચાર, નવતત્ત્વ દંડક, સંગ્રહણી, ભાષ્ય છત્રિયો વિગેરે છ કર્મ ગ્રંથ પર્વતનો હતો તેમજ સિદ્ધાંતોનું પણ તેમને સારું જ્ઞાન હતું. તેમનું વ્યાખ્યાન શાંતિજનક હતું તેમની શાંતિ અને લોકપ્રિયતાદિ ગુણોથી ઉપદેશની અસર બહુ સારી થતી જેથી મહારાજશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં લોકોને જ્ઞાન, દર્શન વ્રત જપ તપ નિયમાદિ સંબંધી બહુ પ્રકારે ઉપકાર કર્યો છે. વતારોપણાદિ શ્રીરત્નવિજયજી અને ઉમેદવિજયજી એ બે ડહેલાના ઉપાશ્રયના સમુદાયના તથા હર્ષવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy