SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર માતાપિતાએ લંકામતમાં દીક્ષા અપાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિશાળી શીવરાજે યુક્તિપૂર્વક તેઓને સમજાવી યોગ્ય માર્ગનું ભાન કરાવ્યું, અને તપગચ્છ નાયક વિજયસિંહસૂરિજીને વિજ્ઞપ્તિ કરી પોતાના ગામમાં બોલાવ્યા. માતાપિતાએ પુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો. પોતે યોગ્ય માર્ગે જોડાયા અને સં. ૧૭૮૮ માં ૧૪ વર્ષની ઉમ્મરે પુત્રને દીક્ષા અપાવી. જેમનું નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું. મુનિશ્રી સત્યવિજયજી ગુરૂવિનયપૂર્વક સૂત્રસિદ્ધાંત ભણ્યા, સૂત્ર, અર્થનું રહસ્ય જાણી ગીતાર્થ થયા અને ઉત્કૃષ્ટ ક્વિાનો આદર કર્યો. આ અવસરે યતિઓનો શિથિલાચાર દિનપર દિન વૃદ્ધિ પામતો જતો હતો. સત્યગવેષક સત્યવિજયજીએ આ શૈથિલ્ય પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ અને ગુરૂવર્ય પાસે ક્યિા ઉદ્ધારની આજ્ઞા માગી. ગુરૂવર્ષે પણ યોગ્ય જાણી શિષ્યને આજ્ઞા આપી. આજ્ઞાપાલક મુનિ શ્રી સત્યવિજયજીએ પ્રથમ મેવાડમાં વિહાર કર્યો. ઉદયપુરમાં ચાતુર્માસ રહી શુદ્ધ યિાના પાલનપૂર્વક ઉત્કૃષ્ટ તપસ્યાનો આદર ર્યો. ઉપદેશક જ્યારે ઉપદેશને અનુસાર પોતાનું શુદ્ધ વર્તન દર્શાવે તો જ તેની અસર યોગ્ય રીતીએ ઉપદેશ્ય વર્ગ ઉપર થઈ શકે છે. ચૌદસે ચુંમાલીસ ગ્રંથ રત્નોના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમાનું હરિભદ્રસૂરિજી પણ દર્શાવે છે જે :- “સ્વયમ િવ તીવીરસ્તપ્રતો નિયમિત સેવ્ય' મતલબ કે કથની અનુસાર રહેણીની અવશ્ય જરૂર છે. મુનિરાજશ્રી સત્યવિજયજીએ છઠ છઠની તપશ્ચર્યા કરવા માંડી. ઇંદ્રિયલોલુપતાને દેશવટો દઈ અરસવિરસ આહારનો ઉપભોગ કરવા લાગ્યા અને પોતાની દેશનાશક્તિએ અનેક ભવ્યાત્માઓને પ્રભુ પ્રણિત પરમ શદ્ધ માર્ગનો ઉપદેશ આપી વિશુદ્ધ માર્ગના પ્રવાસી બનાવ્યા. ત્યાંથી મારવાડમાં વિચરી મેડતા, નાગોર, જોધપુર, સોજત, સાદ્રી વિગેરે સ્થળોએ ચોમાસાં ક. આ અવસરમાં સંવત ૧૭૨૯ માં શ્રી વિજયપ્રભસૂરિજીએ સોજતમાં એમને પંન્યાસપદ સમ છે કર્યું. મારવાડમાં અનેક પ્રકારના લાભ કરી અનેક પ્રાણીઓને શુદ્ધ ધર્મમાર્ગમાં જોડી તેઓશ્રી વિચરતા વિચરતા અનુક્રમે ગુજરાતમાં આવ્યા અને પાટણ, રાજનગર વિગેરે સ્થળોમાં ચાતુર્માસ કરી વિરોધી વર્ગોના અનેક ઉપસર્ગો સહન કરી, યોગ્ય માર્ગનો ઉપદેશ કરી, સમતા સાગર, સરળ પરીણામી ગુરૂ મહારાજા ૬૮ વર્ષ દિક્ષા પાળી ૮૨ વર્ષની ઉમ્મરે સંવત ૧૭પ૬ ના પોષ સુદિ ૧૨ અને શનીવારે સિદ્ધિયોગ ચાર પાંચ દિવસની માંદગી ભોગવી નિર્વાણ પામ્યા. તેમની પાટે કર્ખરવિજયજી થયા એમનો જન્મ સં. ૧૭૦૯ માં પાટણ પાસે વાગરોડ ગામમાં થયો હતો એમણે પણ ૧૪ વર્ષની ઉમ્મરે સં. ૧૭૨૩ ના માગશર શુદિમાં પાટણમાં દીક્ષા લીધી પર વર્ષ દીક્ષા પાળી ૧૬ વર્ષની ઉમ્મરે ૧૭૭પ ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે પાટણમાં એમનો દેહોત્સર્ગ થયો. તેમની પછી અનુક્રમે ક્ષમાવિજયજી, જિનવિજયજી, ઉત્તમવિજયજી, પદ્મવિજયજી અને રૂપવિજયજી થયા. આ મહાત્માઓમાં શ્રી સત્યવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા નિર્વાણરાસ તરીકે શ્રી જિનહર્ષે લખી છે. શ્રી કપૂરવિજયજી તથા ક્ષમાવિજયજીની જિનવિજયજીએ, ઉત્તમવિજયજીની પદ્મવિજયજીએ અને પદ્મવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી રૂપવિજયજીએ લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy