________________
પ્રસ્તાવના
શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા (મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય) એ પોતે પ્રેસના અને મારા સતત સંપર્કમાં રહીને મુદ્રણ આદિ સમગ્ર કાર્યમાં નિરંતર સુવિધા કરી આપી છે તથા ડૉ. શ્રી નગીનભાઈ જીવણલાલ શાહ (મુખ્ય નિયામક, શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ) પ્રસ્તુત પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ કરી આપ્યો છે. આ બન્ને મહાનુભાવો પ્રત્યે સાદર આભારની લાગણી વ્યક્ત કરું છું.
પં. શ્રી હરિશંકર અંબારામ પંડ્યાએ ઉત્તરાધ્યયનસૂત્રની પ્રાથમિક નકલ કરીને બે હરતલિખિત પ્રતિઓના કાચા પાઠભેદ નોંધેલા હતા (જેનો ઉપયોગ પ્રસ્તુત સંપાદનમાં કર્યો છે), અને પ્રસ્તુત ગ્રંથના વિષયાનુક્રમને વાંચીને યોગ્ય સૂચન કર્યું છે તે બદલ તેમનો તથા પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન સમયમાં કોઈક વાર શ્રી નગીનદાસ કેવળશી શાહે પૃફ મેળવી આપ્યાં છે તે બદલી તેમનો પણ આભારી છું,
મુંબઈના સુખ્યાત મૌજ પ્રિન્ટિગ બ્યુરોના દિવંગત સંચાલક શ્રી વિ. પુ. ભાગવત અને વર્તમાન સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત આદિ સજજનોએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સુવિધા આપી છે તે બદલ તેઓ મારા માટે અવિસ્મરણીય બની રહ્યા છે.
શક્ય કાળજી રાખવા છતાં કોઈ ક્ષતિ રહી ગઈ છે તે, અને કોઈક સ્થળે પ્રેસના અનવધાનથી પણ જે ક્ષતિ રહી ગઈ છે તે, ગ્રંથના અંતે આપેલા શુદ્ધિપત્રમાં જણાવી છે. કૃપા કરીને શુદ્ધિપત્રક પ્રમાણે સુધારીને વાંચવા તથા જે કોઈ અન્ય ક્ષતિ રહી ગઈ હોય તેનું સૂચન કરવા સવિનય વિનતિ કરું છું.
સં. ૨૦૩૩, વૈશાખ શુદિ ૩, ગુરુવાર તા. ૨૧-૪-૧૯૭૭ શ્રી લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ ૯
અમૃતલાલ મો. ભોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org