SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રસ્તાવના અને વધુમાં વધુ પંચાવન અક્ષર છે. કોઈક પંકિતમાં ૪૪ અક્ષર પણ છે. અંતમાં લેખકની પુષ્પિકા નથી છતાં આકાર-પ્રકાર અને લિપિના મરોડના આધારે જણાય છે કે આ પ્રતિ વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી હોવી જોઈએ. સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. લંબાઈ-પહોળાઈ ૨૬૪૧૧૩ સે.મી. છે. સ્ટા ૨ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ તરફથી વેચાણ લઈને સંગ્રહીત કરેલા હસ્તલિખિત ગ્રંથસંગ્રહની કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ છે. આને ક્રમાંક ૩૩૮ છે. પત્રસંખ્યા ૪૮ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષિમાં ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની પાંચ પાંચ પંક્તિઓ સિવાયની મધ્યગત પાંચ પંકિતઓના મધ્યભાગમાં કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કરેલું છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૪૧ અને વધુમાં વધુ ૪૯ અક્ષર છે. રિથતિ સારી અને લિપિ સુંદર છે. લંબાઇ-પહોળાઈ ૨૬૪૧૧ સે.મી. છે. અણહિલપુર પાટણનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રી કર્મણ શેઠે તપાગચ્છીય શ્રી સૂરસુંદરસૂરિના શિષ્ય શ્રી રત્નમંડનગુરુના ઉપદેશથી જૈન આગમ ગ્રંથો લખાવેલા. તે પૈકીના આ ઉત્તરાધ્યયનસૂત્રની પ્રતિ વિક્રમ સંવત ૧૫૨૫ ના માહ સુદ ૧૫ ને શુક્રવારે “આંબા” નામના લેખક પાસે લખાવેલી છે. પ્રતિ લખાવનાર શ્રી કર્મણ શેઠે સિદ્ધાચલ, ગિરનાર, આબુ અને છરાઉલાતીર્થના યાત્રાધો કાઢીને સંઘપતિ' પદવી મેળવી હતી. તેમનાં પત્નીનું નામ કર્માદેવી હતું. તેઓ કુલ ચાર ભાઈ હતા. તેમનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે– ૧. વરસિંઘ, ૨. નરસિંઘ, કે. કર્મણ અને ૪. નરદેવ. તેમના પિતા અને માતાનું નામ અનુક્રમે-“આકાશેઠ અને “પૂરી” શેઠાણું હતું. તેમના દાદાનું નામ “સગા” શેઠ હતું. આ હકીકતને જણાવતી પુપિકા–પ્રશસ્તિ, પ્રતિના કમા પત્રની બીજી પંડીમાં છે, તેનો અક્ષરશઃ પાઠ આ પ્રમાણે છે – संवत् १५२५ वर्षे माघशुदी १५ शुक्रवारे। श्रीश्रीश्रीतपागच्छनायक सूरसंदरसूर(रि) शि. पं. महीसमुद्र लि. आंबालिखितं ॥ प्राग्वाटः श्रीपत्तननगरे व्यवहारिहारिकोटीरः । सांगाख्यः समजनि जिनसाधुजनोपासनाप्यसनी॥ राकानिशाकराकारकीर्तिराकाभिधः सुतस्तस्य। तत्सहचरी च पूरी¥रीकृतदुष्टदोषततिः ॥ तत्तनयाः सद्विनयाश्चत्वारः शोभितान्वयाः सदयाः। वरसिंघ-श्रीनरसिंघ-कर्मणाश्चैव नरदेवः॥ श्रीपतिसेव्यकलावत्प्रियाःश्रियाढयाश्च सततमस्ताघाः। परितः पावितगोत्राश्चत्वारस्ते महोदधयः॥ श्रीसिद्धाचल-रैवतार्बुदगिरि-श्रीजीरपल्लीमहायात्रासंधपतिर्भवन् बहुमहैः संघान् सुख कारयन् । श्रीसम्यक्त्वसजायशीलकलनामुख्यैर्महर्दर्शनप्रोद्यन्मोदकलंभनैश्च विपुलं विस्मापयन् विष्टपं ॥ कर्मादेवीप्रियः कान्तक्रियः पुण्यमहोदयः । कर्मणः शर्मणे तेषु लेखयन् श्रीजिनागमं ॥ श्रीसूरसुंदरगणाधिपसूरिशिष्यश्रीरत्नमंडनगुरुप्रवरोपदेशात् । तत्त्वाक्षसोमशरदि १५२५ श्रुतलेखनाय व्यग्रो व्यलीलिखदिमा प्रतिमागमस्य ॥ ઢા ૨–વિક્રમના સોળમા શતકમાં કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ ઉપર્યુક્ત ગ્રંથસંગ્રહની છે. સૂચિમાં આનો કમાંક ૨૬૮૪ છે. પત્રસંખ્યા ૪૨ છે. ૧ થી ૪૧ સુધીના પત્રોની પ્રત્યેક પૃષ્ટિમ ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પૃષ્ટિની ઉપર-નીચેની પાંચ પાંચ પંક્તિઓ સિવાય મધ્યની પાંચ પંક્તિઓના મધ્યભાગમાં કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કરેલું છે. સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. લંબાઈ-પહોળાઈ ૨૬૫૪૧૧ સે. મી. છે. લેખકની પુપિકા-પ્રશસ્તિ નથી. ઉપર જણાવેલી પાંચે પ્રતિઓ (બે તાડપત્રીય અને ત્રણ કાગદીય) કોઈ અભ્યાસી વિદ્વાને શોધેલી છે. આ સુધારા જ્યાં જ્યાં છે તે તે સ્થાનો પ્રસ્તુત પ્રકાશનમાં નીચે ટિપ્પણરૂપે આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001026
Book TitleDasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Original Sutra AuthorShayyambhavsuri, Pratyekbuddha, Ganadhar
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages759
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_aavashyak, agam_dashvaikalik, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy