SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રતિપરિચય દશવૈકાલિકસૂત્રની પ્રતિઓનો પરિચય પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજસાહેબે દશવૈકાલિકસૂત્રની મૂલવાચનાની ત્રણ પરંપરાઓની અલગ અલગ ત્રણ નકલો તેમના સ્વહસ્તે લખેલી છે, તે આ પ્રમાણે— ૧. પ્રાચીન સ્થવિરભગવંત શ્રી અગસ્ત્યસિંહગણિતચૂણિસમ્મત વાચના, ૨. વૃદ્ધવિવરણસમ્મત વાચના, ૩. આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરિષ્કૃતવૃત્તિસમ્મત વાચના. આ ત્રણમાંથી આચાર્ય શ્રીહરિભદ્રસૂરિષ્કૃતવૃત્તિસમ્મત દશવૈકાલિકસૂત્રવાચના અહીં પ્રકાશિત કરવામાં આવી છે; આના પાઠભેદો પણ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે સ્વહરતે જ લખેલા હતા તે મુજબ અહીં નોંધ્યા છે. Jain Education International દશવૈકાલિકસૂત્રના સંશોધનમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે મૂલસૂત્રની કુલ છ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. આમાં એક જી સંજ્ઞક પ્રતિ મુદ્રિત આવૃત્તિ છે; શેષ પાંચ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાયેલી છે. આ પ્રતિઓનો પરિચય નીચે પ્રમાણે છે : હું ? — વિક્રમના તેરમા શતકના પૂર્વાર્ધમાં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ શ્રી શાન્તિનાથ જૈન તાડપત્રીય જ્ઞાનભંડાર–ખંભાત–માં સુરક્ષિત છે. આની લંખાઈ-પહોળાઈ ૩૫૫૪ સે.મી. પ્રમાણ છે અને સ્થિતિ સારી છે. પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા—તરફથી પ્રકાશિત થયેલી આ ભંડારની સૂચિમાં આનો ગ્રંથક્રમાંક ૭૩ છે. આ પ્રતિમાં પત્ર ૧ થી ૫૭ સુધીમાં દશવૈકાલિકસૂત્ર લખેલું છે. તે પછી પત્ર ૫૮ થી ૮૨ સુધીમાં પાક્ષિકસૂત્ર તથા ક્ષામણુકસૂત્ર લખેલું છે. ૮૨ મા પત્રના અંતભાગમાં, લખાવનારની પ્રશસ્તિની પહેલી ગાથાનું “ગુરવંતસમુચ્ચવસોમનમંઽરિયસ્લ ન્યૂયા” આ પૂર્વાર્ધ પૂર્ણ થાય છે. આ પછી લખાવનારની વિશેષ હકીકત જણાવતો પાઠ ૮૩મા પત્રમાં હોવો જોઈએ, અને તે નષ્ટ થયેલું છે. આથી અહીં એટલું જ સૂચવી શકાય કે ગુર્જરવંશીય ‘ભંડારી’ અટકવાળા શોભન નામના શેઠની પુત્રીએ કે તે પુત્રીના કોઈ વંશ આ પ્રતિ લખાવેલી છે. હું -વિક્રમના ૧૪ મા શતકના ઉત્તરાર્ધમાં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારની છે. સૂચિમાં આનો ગ્રંથક્રમાંક ૭૪ છે. આની પત્રસંખ્યા ૬૦ છે. લંબાઈ પહોળાઈ ૨૦૦૮ × ૪ સે.મી. પ્રમાણ છે, સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે. હું રૂ — વિક્રમના ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારની છે. સૂચિમાં આનો ગ્રંથક્રમાંક ૭૫ છે. આની પત્રસંખ્યા ૫૩ છે, લંબાઈ— પહોળાઈ ૩૫૫ X ૫૫ સે. મી. પ્રમાણ છે, સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે. હું ૪—વિક્રમના ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારની છે. સૂચિમાં આનો ક્રમાંક ૭૬/૧ છે. આની લંબાઈ-પહોળાઈ ૩૫૮૪૫ સે. મી. પ્રમાણ છે, સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે. પત્ર ૧થી ૭૩માં દશવૈકાલિકસૂત્ર લખેલ છે. ૭૩મા પત્રમાં દશવૈકાલિકસૂત્ર પૂર્ણ થયા પછી નીચે જણાવેલી આઠ કૃતિઓ આ પ્રતિમાં લખેલી છે :— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001026
Book TitleDasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Original Sutra AuthorShayyambhavsuri, Pratyekbuddha, Ganadhar
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages759
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_aavashyak, agam_dashvaikalik, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy