________________
પ્રસ્તાવના
- પ્રતિમાં પણ કેટલેક સ્થળે ટીકામાં પાઠમેદો છે. આ ગ્રંથના સંપાદનમાં ટિપ્પણમાં ટીકામાંથી જયાં પાઠો ઉદ્ધત કર્યા છે ત્યાં આ પાઠભેદોનો પણ ઉપયોગ અમે કર્યો છે. ઉદાહરણ તરીકે જુઓ પૃ. ૨૧ ટિ. ૧. અહીં gogaન રવિ આટલો અંશ આગમોદયસમિતિ તથા ગોડીજી તરફથી પ્રકાશિત થયેલી પ્રતિમાં નથી, પરંતુ હસ્તલિખિત પ્રતિઓમાં આ અંશ પણ છે, તથા જુઓ પૃ. ૨૮ ટિ૧ વગેરે. ટીકા તથા ચૂર્ણિ આદિની ભિન્ન ભિન્ન પ્રતિઓમાં મળતા આવા પાઠભેદોનો પણ ( ) આવા કોઇકમાં ઝ૦ = પ્રત્યુત્તરે એવા નિર્દેશ સાથે અમે ઉલ્લેખ કર્યો છે. જુઓ પૃ૦ ૨ ટિ૦ ૧ વગેરે.
ધન્યવાદ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ જૈન આગમગ્રંથમાલાના પ્રાણસ્વરૂપ આગમપ્રભાકર પુણ્યનામધેય સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંગૃહીત કરેલી સામગ્રી જ આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મુખ્યતયા આધારભૂત બનેલી છે. એટલે તેઓશ્રી પ્રત્યે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મુ પ્રતિના સંપાદક સ્વ. પૂ. પા. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશનમાં આવ્યું છે તેઓશ્રી પ્રત્યે પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પાટણ સંઘવી પાડાના ભંડારના વ્યવસ્થાપક સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્ર તથા શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક ડૉ. સેવંતિલાલ મોહનલાલના સૌજન્યથી સૂરતાંગની T૦ પ્રતિ મળી છે.
અમદાવાદ સવેગીના ઉપાશ્રયના જ્ઞાનભંડારના વ્યવસ્થાપક સ્વ. શેઠ યાભાઈ સાંકળચંદના સુપુત્રો નરોત્તમભાઈ તથા કલ્યાણભાઈ તરફથી પ્રતિ મળી છે.
આ પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંગૃહીત કરેલી આગમસંશોધનને લગતી બધી જ સામગ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત છે. આ બધી સામગ્રી ત્યાંના મુખ્ય નિયામક પં. દલસુખભાઈ માલવણિયાના સૌજન્યથી જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે મળતી રહી છે.
૫. અમૃતભાઈ મોહનલાલ ભોજક પણ અનેક અવસરે વિવિધ રીતે સહાયક થયા છે.
મુંબઈને પ્રખ્યાત મીજ પ્રિન્ટિગ બ્યુરોના માલિક, મેનેજર તથા કંપોઝિટરોએ ખૂબ જ કાળજી, ધીરજ, શ્રમ અને સૌજન્ય પૂર્વક આ ગ્રંથનું મુદ્રણકાર્ય સુંદર રીતે પરિપૂર્ણ કર્યું છે.
શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા (મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ આગમશાસ્ત્રો પ્રત્યે અત્યંત ભક્તિ અને લાગણીપૂર્વક–અનેકવિધ કાર્યો અને જવાબદારીઓ વચ્ચે પણ અંગતરસ લઈને ખૂબ જ આત્મીયતાથી આ ગ્રંથનું મુદ્રણ–પ્રકાશન કાર્ય પાર ઉતાર્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષો અને સભ્યો તથા આગમપ્રકાશન સમિતિના સભ્યોએ અત્યંતશ્રુતભક્તિથી પ્રેરાઈને શ્રી જૈન આગમગ્રંથમાલાના પ્રકાશનની
૧. આવા પ્રતીકનિર્દેશાત્મક પાઠો, ગાથા તથા સૂત્રોની ટીકાના પ્રારંભમાં ટીકાની હસ્તલિખિત પ્રતિઓમાં
છે. છતાં ગમે તે કારણે આ બંને પ્રકાશનોમાં આવા પાઠોનો લગભગ અભાવ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org