________________
પ્રસ્તાવના
૨૭
શૈલી–ગદ્યપદ્ય શૈલીમાં આ સૂત્રની રચના થયેલી છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૫ અધ્યયન સ્પષ્ટ રીતે પદ્યમાં છે. સોળમું ગાથા અધ્યયન સામુદ્દછંદમાં રચાયેલું છે. બીજા શ્રુતસ્કંધમાં ત્રીજા અધ્યયનમાં ચાર પદ્ય છે તથા પાંચમું અને છઠું અધ્યયન સંપૂર્ણરીતે પદ્યમાં છે. બાકી બધું સૂત્રકૃતાંગ ગદ્યમાં છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧, ૩, ૮, ૯, ૧૧, ૧૫ આ અધ્યયને અનુષ્ટ્રમ્ છંદમાં છે. બીજું અધ્યયન વૈતાલીય છંદમાં છે.
પ્રથમ શ્રતસ્કંધના ચોથા અધ્યયન ઇટથી પરિણામાં જે શ્લોકો છે તે “ભારતીય છન્દશાસ્ત્રના ઈતિહાસમાં જેટલા અગત્યના તેટલા જ દુર્લભ એવા, એટલે કે આર્યાના પ્રાચીનતર સ્વરૂપમાં, રચવામાં આવેલા છે. પ્રાકૃત કાવ્યમાં પ્રચલિતતમ એવી ઉત્તરકાલીન “સામાન્ય' આર્યા, આપણે જાણીએ છીએ તેમ, જૈન આગમોના અર્વાચીનતમ સ્તરનું અંગ છે અને એના પ્રાચીનતર સ્તરોના (મૂળભૂત ભાગોમાં) તે સર્વથા અનુપલબ્ધ છે. એથી ઊલટું ચાલુ આર્યાની પુરોગામિની પ્રાચીન આર્યા, આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં, સૂત્રદ્ધાંગસૂત્રના ચોથા અધ્યયનમાં અને (કંઈક અંશે) ઉત્તરાધ્યયનસૂત્રના આઠમા અધ્યયનમાં એમ અત્યંત પ્રાચીનતમ જૈન ગ્રંથોનાં ત્રણ પ્રકરણોમાં અને અત્યંત પ્રાચીનતમ પૈકીના એક એવા સુત્તનિપાત (બૌદ્ધગ્રંથ)નાં ૮ અને ૧ એ બે પ્રકરણોમાં જ ઉપલબ્ધ થાય છે.” ઇત્યાદિ અનેક વાતો જણાવીને જર્મન પ્રોફેસર લુડવિગ આડોશેં ઈથી પરિણું અધ્યયનના છંદોની વિસ્તારથી ચર્ચા તેમના એક અંગ્રેજી લેખમાં કરી છે અને સાથે સાથે આ અધ્યયનનો તેમણે વિચારેલો સુધારેલો પાઠ અને અનુવાદ પણ આપેલો છે. આ લેખ Indo-Iranian Journal (ગ્રંથ ૨, અંક ૪, પૃ. ૨૪૯-૨૭૦)માં અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલો છે. તેનો ડૉ. અરુણોદય જાનીએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ (ઈસ્વીસન ૧૯૬૮)માં છપાયેલો છે (પૃ. ૨૩–૨૬૦). જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા “આગમોનું દિગ્દર્શન” એ નામના પુસ્તકમાં (પૃ. ૩૯) લખે છે કે –“સૂયગડમાં ઇન્દ્રવજાનો પ્રયોગ પચી સવાર થયેલો છે. જેઓ “પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના' (પૃ. ૧૫૪). પહેલા સુયખંધનું “ઇથી પરિત્રા' નામનું અજઝયણ “ઉવહાણસુય”ની પેઠે ગાથા કિંવા આર્યામાં નથી. કિન્તુ “ગાથાનુણ્ભી સંસૃષ્ટિ' નામે ઓળખાવાયેલા મિશ્ર છત્વમાં છે એમ પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના (પૃ. ૧૮૫–૬)માં ઉલ્લેખ છે.”
પ્રથમ શ્રુતસ્કંધનાં ૫, ૬, ૭, ૧૦, ૧૨, ૧૩, ૧૪ આ અધ્યયનો મુખ્યતયા ઉપજાતિમાં છે.
બીજા શ્રતસ્કંધમાં ત્રીજા અધ્યયનમાં સૂ૦ ૭૪૫ માં આવતાં ચાર પદ્યો આર્યામાં છે, પાંચમું અધ્યયન અનુષ્કમાં છે, છ ઉપજાતિમાં છે.
कालियसुतं"-नन्दीचूर्णि पृ० ५६ । “अगमिकं तु प्रायो गाथादि असमान ग्रन्थत्वात् कालिकश्रुतमाचारादि"-नन्दीवृत्ति हारिभद्री पृ० ६९ । “आगमश्च द्वादशाङ्गादिरूपः, सोऽप्यारक्षितमित्रैरेदंयुगीनपुरुषानुग्रहबुद्धया चरणकरण-द्रव्य धर्मकथा-गणितानुयोगभेदाच्चतुर्धा व्यवस्थापितः, तत्राचारानं चरणकरणप्राधान्येन व्याख्यातम्, अधुनाऽवसरायातं द्रव्यप्राधान्येन सूत्रकृताख्यं
द्वितीयमनं व्याख्यातुमारभ्यत इति"-सूत्रकृताङ्गवृत्ति शीलाचार्यविरचिता पृ. १। ૧. “ જાથાસોઢસાયિ”—સૂત્રતાચૂર્ષિ ૦ ૪ આચારાંગ-પરિશિષ્ટ પૃ. ૪૦૨-૪૦૩. ૨. જુઓ આ પ્રરતાવના, પૃ. ૨૧. 3. Prof Dr. Ludwig Alsdorf, Seminar for Indian Culture, Hamburg
University, Hamburg, Germany.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org