SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૩ આત્માને માનનારા કેટલાક વાદીના વિચારો પણ આને મળતા હોવાથી તેમનો પણ માઈ: પુન gવમાç–(સૂ) ૬૫૭) એમ કહી બીજા પુરુષમાં સમાવેશ કરેલો છે. આ આત્મષકવાદી સાંખ્યો છે એ રીતે ચૂર્ણિ તથા વૃત્તિમાં વ્યાખ્યા કરેલી છે. જુઓ પૃ૦ ૧૩૪ ટિ૦ ૯. ત્રીજો પુરૂષ ઈશ્વરકારણિક છે. સ. ૬૬૦-૬૬. માં આનું વર્ણન છે. વેદમાં જે પુરુષવાદનું વર્ણન આવે છે તેને અનુલક્ષીને અહીં ઈશ્વરકારણિક શબ્દ વાપર્યો જણાય છે. અહીં જે વર્ણન છે તેને મળતા ઘણું શબ્દો માસિગારુંમાં ૨૨મા અધ્યયનમાં છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું પૃ૦ ૩૬૯. ચોથો પુરુષ નિયતિવાદી છે. સૂ. ૬૬૪-૬૬૫ માં આનું વર્ણન છે. સંસારના દૂર તથા નિકટવર્તી પદાર્થો અને કામભોગો સંસારમાં રક્ષણ આપવા અસમર્થ છે? એમ સમજીને અંતે આવેલો ભિક્ષુ તે બધાનો ત્યાગ કરીને સંયમી બન્યો છે, વિષયોથી વિરકા અને કષાયોથી મુક્ત થયેલ છે, તેવા ભિક્ષુ પાસેથી ધર્મ સાંભળીને પરાક્રમી પુરુષો મોક્ષ પ્રાપ્ત કરે છે. અઢારમું અધ્યયન-આનું નામ પિરિયાદન (ક્રિયાસ્થાન) છે. કર્મબંધના કારણભૂત તેર પ્રકારની ક્રિયાઓનું આમાં વર્ણન છે. ૧ અર્થદંડ, ૨ અનર્થદંડ, ૩ હિસાદંડ, ૪ અકસ્માદંડ, ૫ દષ્ટિવિપસદંડ, ૬ મૃષા પ્રત્યયિક, ૭ અદત્તાદાનપ્રત્યયિક, ૮ આધ્યાત્મિક, ૯ માનપ્રત્યયિક, ૧૦ મિત્રદોષપ્રત્યયિક, ૧૧ માયાપ્રત્યયિક, ૧૨ લોભપ્રત્યયિક, ૧૩ ઈપથિક. ૧. સ્વ તથા સ્વજન આદિ નિમિત્તે ત્રણ-સ્થાવર જીવોની હિંસા આદિ પાપ પ્રવૃત્તિ કરવામાં આવે તે અર્થદંડ છે. તેથી જે પાપકર્મ બંધાય તે અર્થદંડ પ્રત્યયિક છે. ૨. કોઈ પણ પ્રયોજન વિના ત્ર-સ્થાવર જીવોની હિંસા કરવામાં આવે કે જંગલ આદિને આગ લગાડવામાં આવે તે અનર્થદંડ છે. ૩. અમુક માણસે મને અથવા મારા સંબંધીઓને હણ્યા છે, હણે છે, અથવા હણશે એવી સંભાવના છે એમ સમજી અન્ય જીવોની હિંસા કરવામાં આવે તે હિંસાદંડ છે. ૪. હરણ આદિ અન્ય જીવોની હિંસા કરવા માટે બાણ આદિ શસ્ત્ર છોડવામાં આવ્યું હોય અને અકસ્માત તેતર આદિ પક્ષીનો વધ થઈ જાય તે અકરમાત દંડ છે. એ જ પ્રમાણે સ્થાવર વિષે સમજી લેવું. ૫. માતા-પિતા આદિ સાથે વસતો કોઈ પુરુષ બ્રાંતિથી મિત્ર હોવા છતાં અમિત્ર (દુશ્મન) સમજીને તેનો વધ કરે તે દૃષ્ટિવિપર્યાદંડ છે. તે જ પ્રમાણે ગામ-નગર આદિના ઘાત પ્રસંગે કોઈ ખરેખર ચોર ન હોય છતાં તેને ચોર માની લઈ તેનો વધ કરે તે પણ દષ્ટિવિપર્યાદંડ છે. ૧. આછા શબ્દ ૬૫૬મા સૂત્રમાં છાપેલો છે, છતાં ચૂર્ણિ પ્રમાણે વિચારતાં ૬૫૭મા સૂત્રમાં એ શબ્દનો સંબંધ ખરેખર જણાય છે. ૨. “gs gવેરં સર્વ વત્ ભૂતં ચ માધ્યમ્ વતામૃતવલ્પેરાનો નાતિતિ —ગુ શર્વેઃ ૨૧ ૨ ૩. જુઓ આ પ્રસ્તાવના પૃ. ૯. રજૂ. ૨૮-૪૦ માં પણ આ વાતનું વર્ણન છે. ૪. આવા ભિક્ષુના અનેકવિધ આચારોના વર્ણનમાં ધૃવત્ત (ધૂમનેત્ર) પીવાનો ત્યાગ કરવાનો પણ ઉલ્લેખ સૂ૦ ૧૮૧, ૭૫૩ માં છે. આ ધૃવત્તનો અર્થ “નેચો” કે “ચુંગી” જેવો લાગે છે. દશવૈકાલિકસૂત્ર (૩ ૯) માં પણ આ ધૂળત્તિનો ઉલ્લેખ છે. આ અંગે જુઓ વિસ્તૃત ટિપ્પણ પૃ. ૧૪૬ ટિ. ૧૪. પ. જુઓ પૃ. ૧૫ર ટિ. ૧૩. આવશ્યકચૂર્ણિમાં આ તેર દિયાસ્થાનોનું વર્ણન તેરસહિં વિરિયાર્દિ આ શ્રમણ પ્રતિક્રમણ સૂત્રના પાઠની વ્યાખ્યામાં પણું છે અને ત્યાં સૂત્રકૃતાંગસૂત્રનો સૂત્રપાઠ લગભગ અક્ષરશઃ ઉદ્ધત કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy