________________
પ્રસ્તાવના
રાણ હતાં, અને આ રાણીથી પુંડરીક તથા કંડરીક નામે તેમને બે પુત્રો થયા હતા. કોઈક સમયે ત્યાં પધારેલા સ્થવિર ભગવંતની ધર્મવાણીને સાંભળીને પુંડરીકને ગાદી સોંપીને મહાપદ્મ રાજાએ દીક્ષા લીધી અને સંયમની સુંદર આરાધના કરીને મોક્ષે ગયા.
મહાપ દીક્ષા લીધી ત્યારે પુંડરીક રાજા હતા અને કંડરીક યુવરાજ હતા. એકવાર તે સ્થવિર ભગવાન પંડરીગિણીમાં પધાર્યા. તે સમયે ધર્મદેશના સાંભળીને પુંડરીક શ્રાવક થયા, પણ કંડરીકની તો દીક્ષા લેવાની જ ભાવના થઈ. તેમણે મોટા ભાઈ પુંડરીક પાસે દીક્ષા લેવા માટે અનુમતિ ભાગી, ત્યારે પુંડરીકે કહ્યું કે “હમણાં તું દીક્ષા ન લે. તું હમણાં રાજા બન, હું તને રાજ્યગાદી સોંપું છું. પરંતુ કંડરીકે પુંડરીકની વાત માની નહિ. અંતે કંડરીકે દીક્ષા લીધી, વિહાર પણ કર્યો, પરંતુ કેટલાક સમય પછી કંડરીક ખૂબ માંદા પડ્યા અને પુંડરીગિણી નગરમાં આવ્યા હતા ત્યારે પુંડરીકે વૈદ્યો પાસે ઉપચાર કરાવીને તેમને શારીરિક દષ્ટિએ સંપૂર્ણ રીતે સ્વસ્થ કરી દીધા.
શરીર રોગ રહિત થવા છતાં પણ સુંદર ભોજન આદિમાં આસક્ત થવાને લીધે કંડરીક ત્યાંથી વિહાર કરતા નહોતા. પુંડરીકની ઘણું પ્રેરણાથી ત્યાંથી વિહાર તો કર્યો, પણ થોડા સમય પછી પાછા પુંડરીકના મહેલની પાસેના અશોકવનમાં આવીને એક પત્થર ઉપર બેઠા. પુંડરીકને સમાચાર મળવાથી પુંડરીક કંડરીક પાસે આવ્યા. કંડરીકને પુંડરીકે ગર્ભિત શબ્દોમાં કહ્યું પણ ખરું, પણ કંડરીકની સંયમ જીવન માટે ઈચ્છા નથી એમ જણાતાં પુંડરીકે પૂછ્યું કે “તમારે ભોગો જોઈએ છે? કંડરીકે “હા” કહી. એટલે કંડરીક ઉપર રાજ્યાભિષેક કરીને, કંડરીકનાં જ સંયમજીવનનાં ઉપકરણોને સ્વીકારી લઈને પુંડરીકે દીક્ષા લીધી.
કંડરીકે રાજ્યનો સ્વીકાર તો કર્યો, પણ અતિભોજનથી, અતિ જાગવાથી, રસયુક્ત આહાર ન પચવાથી રાત્રે ઘણી વેદના થવા લાગી. રાજ્ય આદિમાં અતિઆસક્તિને લીધે આર્ત-રી ધ્યાનથી પીડાતો કંડરીક કાળ કરીને સાતમી નારકીમાં ઉત્પન્ન થયો.
પંડરીક દીક્ષા લઈને સ્થવિર ગુરુ ભગવંત પાસે પધાર્યા, છઠના પારણે જે આહાર તેમણે વહોરીને લીધો તે શીત તથા રૂક્ષ આદિ હોવાના કારણે તેમને સારી રીતે પડ્યો નહિ, તેથી તેમનું સુકમાર શરીર સહન કરી શકાયું નહિ. જીવનનો અંત નજીક લાગવાથી અંતસમયની આરાધના કરીને કાળ કરીને અનુત્તર વિમાનમાં સર્જાયેંસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી રવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષમાં જશે.
ભગવાન સુધમસ્વામી આનો ઉપનય કરતાં જણાવે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી મનુષ્યજીવનના કામ-ભોગોની ફરીથી ઈરછા સેવે છે તેમની હાલત કંડરીક જેવી થાય છે. આ જગતમાં નિંદાપાત્ર બનીને પરલોકમાં પણ દુઃખી-દુઃખી થાય છે અને સંસારમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. પરંતુ જે સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી મનુષ્યના કામભોગોમાં જરાપણું આસક્ત થતા નથી તે જગતમાં વંદનીય, પૂજનીય, પ્રશંસનીય બનીને છેવટે સંસાર સમુદ્રને તરી જાય છે.
અહીં ૧૯ અધ્યયનોનો બનેલો પ્રથમ શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે.
બીજા તસ્કંધનું નામ ધર્મસ્થા છે. તેમાં દશ વર્ગ છે. દરેક વર્ગમાં ઈંદ્રની પટરાણીઓ સંબંધી કથા છે. જેમકે પહેલા વર્ગમાં ચમકની પટરાણીઓની, બીજા વર્ગમાં બલિ ઇન્દ્રની પટરાણીઓની, ત્રીજા વર્ગમાં ચમરેદ્ર સિવાયના દક્ષિણના ઇદ્રોની પટરાણુઓની, ચોથા વર્ગમાં બલીદ્ર સિવાયના ઉત્તરના ઇદ્રોની પટરાણીઓની, પાંચમા વર્ગમાં દક્ષિણના વાનવ્યંતરેકની પટરાણીઓની, છઠ્ઠા વર્ગમાં ઉત્તરના વનવ્યંતરદ્રની પટરાણીઓની, સાતમા વર્ગમાં ચંદ્રની પટરાણીઓની, આઠમા વર્ગમાં સૂર્યની પટરાણીઓની, નવમા વર્ગમાં સૌધર્મેદ્રની પટરાણીઓની તથા દશમા વર્ગમાં ઈશાનેદ્રની પટરાણુઓની કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org