________________
૨૨
પ્રસ્તાવના
દેવી બહાર ગયા પછી કુતુહલ વૃત્તિથી દક્ષિણ દિશાના વનખંડમાં બંને ભાઈઓ ગયા. ત્યાં ભયંકર દુર્ગધ મારતી હતી, હાડકાંઓના ઢગલા પડ્યા હતા, એક મનુષ્યને શૂળીમાં પરોવેલો હતો. આ બધું જોઈને ભયભીત થયેલા ભાઈઓ તે મનુષ્યને પૂછે છે કે આ બધું શું છે? એણે બધી વાત કરી કે દેવી પહેલાં માણસોને લોભાવીને આ રીતે લઈ આવે છે અને પછી કોઈક નાનો પણ અપરાધ થતાં તેમને અત્યંત ક્રૂર રીતે મારી નાખે છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે કે અહીં એક વનખંડમાં શૈલક યક્ષનું મંદિર છે તેની ઉપાસના કરવાથી તે પ્રસન્ન થાય છે અને જયાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે
તે બંનેએ આરાધના કરી શૈલક યક્ષને પ્રસન્ન કર્યો. શૈલક યક્ષે કહ્યું કે “દેવી તમને પાછા ફરવા માટે વિનંતિ કરવા આવશે. ભય પણ બતાવશે. તે વખતે તમે સ્થિર રહેજો. જો જરા પણ તમારું મન ચલિત થશે તો હું તમને તે જ ક્ષણે ફેંકી દઈશ. જિનાલિત તથા જિનરક્ષિતે આ વાતનો સ્વીકાર કરવાથી શૈલક યક્ષે તે બંને ભાઈઓને પીઠ ઉપર ઉપાડ્યા અને લવણ સમુદ્ર ઉપરથી યક્ષ પસાર થતો હતો ત્યારે દેવીને ખબર પડવાથી દેવી આવી પહોંચી. દેવી પાછા આવવા માટે બંનેને અત્યંત કાલાવાલા કરવા લાગી.
જિનપાલિત તો બિલકુલ મકકમ રહ્યો. પણ જિનરક્ષિતે મોહિત થઈને જરાક પાછું વાળીને જોયું કે તરત જ શૈલેકે એને પીઠ ઉપરથી ફેંકી દીધો. તે જ વખતે રત્નદ્વીપ દેવતાએ એના ટુકડે ટુકડા કરી નાખ્યા.
ભગવાન સુધર્માસ્વામી આનો ઉપનય કરતાં જણાવે છે કે જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી ત્યજેલા ભોગોની ફરીથી અભિલાષા સેવે છે તે વિશ્વમાં હીલનાપાત્ર બને છે, ભયંકર દુઃખી થાય છે તથા સંસારમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે.
આ બાજુ જિનપાલિત હેમખેમ ચંપા નગરીએ પહોંચી ગયો. માતા-પિતાને બધી વાત કરી, પછી સંસારનાં સુખોને અનુભવીને ભગવાન મહાવીર પરમાત્માની દેશના સાંભળીને તેણે દીક્ષા લીધી. આરાધના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી એવી મહાવિદેહમાં મોક્ષમાં જશે.
- આનો ઉપનય કરતાં ભગવાન સુધરવામી જણાવે છે કે આ પ્રમાણે જે સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી કામભાગોની અભિલાષા સેવતા નથી તે વિશ્વમાં વંદનીય બની–પૂજનીય બની સંસાર સમુદ્રને તરી જાય છે..
૧૦. સંધિના–આ અધ્યયનમાં ચંદ્રમાના દષ્ટાંતથી જીવોની વૃદ્ધિ (ઉન્નતિ) તથા હાનિ (અવનતિ) કેવી રીતે થાય છે તે બતાવ્યું છે. રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે જીવોની વૃદ્ધિ તથા હાનિ કેવી રીતે થાય છે તેના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે જેમ પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કૃષ્ણ પક્ષની ચંદ્રમાં તેજ, પ્રભા, છાયા, આદિ ગુણોથી ઉત્તરોત્તર ક્ષીણ થતો જાય છે અને છેવટે અમાવાસ્યાઓ સર્વથા નષ્ટ થઈ જાય છે તે પ્રમાણે દીક્ષા લીધા પછી જે સાધુ કે સાધ્વી ક્ષમા, મૃદુતા, સરળતા, લઘુતા, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય આદિ ગુણોથી વધારે વધારે હીન થતા જાય છે તે છેવટે નષ્ટ થઈ જાય છે. અને જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા વધતો વધતો જેમ પૂર્ણિમાએ સંપૂર્ણ બને છે તે પ્રમાણે જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી ઉત્તરોત્તર ક્ષમા આદિ ગુણમાં વૃદ્ધિ કરતા જાય છે તે પરિપૂર્ણ બને છે.
૧૧. વિવ. આ અધ્યયનમાં રાજગૃહનગરમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર મહારાજાને પૂછ્યું કે જીવો આરાધક અથવા વિરાધક કેવી રીતે બને છે તેનો ભગવાને ઉત્તર આપ્યો છે.
એક સમુદ્રના કિનારે દાવવા નામનાં સુશોભિત વૃક્ષો છે. આમાં ઘણાં દાવાદવ વૃક્ષો એવા છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org