________________
પ્રસ્તાવના
ત્રીજી રખિયાએ વિચાર કર્યો કે સસરાજી બધા સ્વજન સમક્ષ આ રીતે દાણ આપે છે તો તેમાં કંઈક કારણ હશે, એમ સમજીને સાચવવા માટે રત્નની કરંડિકામાં તે દાણા મૂકી દીધા અને બરાબર એનું રક્ષણ કરવા લાગી.
ચોથી રોહિણીએ વિચાર કર્યો કે આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. એટલે તેણે પોતાના પિયરના માણસોને બોલાવીને કહ્યું કે “આ ચોખાના દાણાને જુદા કયારામાં વાવજે. એમાંથી જે દાણા ઊગે તેને ફરીથી વાવજે. એમ જે જે વધારે દાણું ઊગતા જાય તેને વાવતા રહેજે.” આ સૂચના પ્રમાણે પિયરના માણસોએ કર્યું, તેથી ચાર વરસે સેંકડો ઘડો ભરાય એટલા ચોખા તૈયાર થઈ ગયા.
હવે પાંચમા વર્ષે ધન સાર્થવાહને વિચાર આવ્યો કે “તપાસ કરું કે પેલા ચોખાનું કોણે કોણે શું કર્યું એટલે વિશાળ સ્વજન-સંબંધી વર્ગને આમંત્રણ આપીને તેમની સમક્ષ ચારે પુત્રવધુઓને બોલાવીને ધન સાર્થવાહે ચોખાના પાંચ દાણા ભાગ્યા.
પહેલી પુત્રવધુ ઉઝિયાએ કોઠારમાંથી લાવીને પાંચ દાણ આપ્યા, પણ ધન સાર્થવાહને જ્યારે ખબર પડી કે “મૂળ પાંચ દાણું તેણે ફેંકી દીધા છે, આ તો બીજા છે” ત્યારે તેમને તેના ઉપર ઘણો ગુસ્સો આવ્યો અને તેને હંમેશાં ઘરનો કચરો છાણ આદિ શુદ્ધ પદાર્થો બહાર ફેંકવા વગેરેનું હલકું કામ સોંપ્યું.
બીજી ભોગવતી ચોખાના પાંચ દાણું ખાઈ ગઈ છે એમ ખબર પડવાથી, ધન સાર્થવાહે તેને ખાવામાં રસવાળી જાણીને ખાંડવું-ફૂટવું–પીસવું-રાંધવું–પીરસવું ઇત્યાદિ રસોડાનું કામ સોંપ્યું.
ત્રીજી રખિયાએ તે દાણા રત્નની પેટીમાં બરાબર સાચવી રાખ્યા હતા એમ જાણીને અત્યંત ખુશી થઈને ધન સાર્થવાહે તેને સુવર્ણરજત–કિંમતી વસ્ત્રો આદિ સાચવવાનું કામ સોંપ્યું–ધરનો ભંડાર સાચવવાનો અધિકાર તેને સોંપ્યો.
ચોથી રોહિણીએ પાંચ ચોખાના દાણામાંથી ખૂબ ખૂબ વૃદ્ધિ કરી છે એમ જાણીને તેને ઘરમાં સૌથી મુખ્ય તથા મહત્ત્વનાં કાર્યોમાં પ્રમાણભૂત અને સલાહ લેવા લાયક તરીકે સ્થાપી
ભગવાન સુધર્માસ્વામીએ જંબુસ્વામીને આનો ઉપનય વર્ણવતાં જણાવ્યું કે જે સાધુ કે સાધ્વી પાંચ મહાવ્રતોને લઈને તેનું પાલન કરતા નથી તે હીલના તથા નિદાને પાત્ર બને છે તેમ જ સંસારમાં પરિભ્રમણ કરે છે, જે સાધુ કે સાધ્વી પાંચ મહાવ્રતોની આરાધના કરવાને બદલે તેનો ઉપયોગ જીવનનિર્વાહ–આજીવિકા ચલાવવા માટે કરે છે તે પણ જગતમાં નિંદાપાત્ર બને છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. જે સાધુ કે સાધ્વી પાંચ મહાવ્રત રવીકારીને પછી બરાબર તેનું નિરતિચાર પાલન કરે છે તે જગતમાં પૂજનીય બને છે અને સંસાર સમુદ્ર તરી જાય છે. જે સાધુ કે સાવી પાંચ મહાવ્રતો લઈને તેનું નિરતિચાર પાલન કરે છે તેમ જ બીજા પણ અનેક ભવ્ય જીવોને આ માર્ગમાં જોડે છે તે યુગપ્રધાન જેવા બનીને વિશ્વમાં અત્યંત પૂજાપાત્ર થાય છે અને સંસાર સમુદ્ર તરી જાય છે.
૮. મચ્છ. આ અધ્યયનમાં ઓગણીસમા તીર્થંકર ભગવતી શ્રી મલ્લિકુમારીનું અત્યંત ભવ્ય અને આહલાદક ચરિત્ર વર્ણવેલું છે કે જે સંક્ષેપમાં નીચે મુજબ છે
મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી નામના વિજયમાં વીતશોકા નામે રાજધાની હતી ત્યાં બલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી વગેરે હજાર રાણીઓ હતી. ધારિણીએ મહાબલ નામે પુત્રને જન્મ આપ્યો. મહાબલ યુવાન થયો ત્યારે કમલશ્રી વગેરે પાંચસો રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org