________________
ટિપ્પણ તે વિરક્ત થયો અને નેમિનાથના શિષ્ય ધર્મઘોષ પાસે તેણે પ્રવજ્યા લીધી. ફરતો ફરતો એકવાર તે પાંડવોના હસ્તિનાપુરમાં આવી પહોંચ્યો. ત્યાં તે દરવાજા પાસે જ ધ્યાનમાં ઊભો રહ્યો. દુર્યોધને તેને ખૂબ હેરાન કર્યો અને યુધિષ્ઠિરે તેની ઠીકઠીક શુશ્રુષા કરી.
૩. (ગંભીર પોતવાહન) પટ્ટનઃ પટ્ટનનું સ્વરૂપ આપતાં ભગવતીની ટીકામાં જણાવ્યું છે કે તે બે પ્રકારનું છે. (૧) જલપત્તન અને (૨) સ્થલપત્તન. જ્યાં જલમાર્ગ હોય અને વહાણું લાંગરી શકતાં હોય તે જલપત્તન અને જ્યાં સ્થલમાર્ગ હોય તે સ્થલપત્તન. અનેક દેશોથી આવતાં કરિયાણાના વેચાણનું મથક તેને પત્તન કહેવામાં આવે છે. એનું બીજું નામ રત્નભૂમિ પણ કેટલાક કહે છે. પન્નવણાની ટીકામાં પટ્ટન અને પત્તન એવા બે શબ્દોનું વિવરણ મળે છે. જ્યાં માત્ર હોડીઓથી જ જઈ શકાય તેને પટ્ટને કહ્યું છે અને જ્યાં ગાડાં, ઘોડા અને હોડીથી પણ જઈ શકાય તેનું નામ પાને કહ્યું છે. પત્તનના ઉદાહરણ તરીકે ભૂગુચ્છ ભરૂચ જણાવેલું છે.
૪. મચ્છડિકા, પુષોત્તર, પદ્યોત્તર: ટીકાકારે આ ત્રણેને એક પ્રકારની સાકર જણાવેલી છે. પન્નવણાની ટીકામાં સત્તરમા પદમાં વેશ્યાના સ્વાદ બતાવતાં આ શબ્દોનો ઉલ્લેખ કરેલો છે. તેમાં શર્કરા અને મયંડીનું વિવરણ આપતાં જણાવ્યું છે કે – સાવિત્રમવા અને મરચી વળ્યા એટલે કે એક પ્રકારના કાશ વગેરે ઘાસથી થનારી તે શર્કરા અને સાકર તથા ખાંડ ભેગી મળીને થયેલી તે મયંડી.
અમરકોશમાં જેમાંથી ખાંડ થાય છે તે–એવા અર્થમાં અત્યંડી શબ્દ વાપયો છે.
હેમચઢે શેરડીના રસના કાઢના અર્થમાં ગોળ શબ્દ વાપર્યો છે, શર્કરા શબ્દ રફટિક જેવી જામેલા મીઠા પદાર્થ માટે વાપર્યો છે, ખાંડને તેમણે મધુલિ એટલે કે મધનાં રજકણ જેવી મીઠી કહેલી છે અને મત્સ્યડી શબ્દને તેમણે ખાંડના વિકારના અર્થમાં લીધેલો છે. આ રીતે તેમણે શર્કરા, ખાંડ અને મત્સ્યડી એ ત્રણેની બનાવટ જુદી જુદી સમજાવી છે.
કોશની ટીકામાં હેમચંદ્ર ધવંતરિ તથા વાલ્મટનું પ્રમાણુ આપીને મયંડીના પર્યાય તરીકે મર્યારિકા, મલ્યાણિકા અને મીનાડી એવા ત્રણ શબ્દો આપે છે.
કૌટિલ્ય ખાંડ અને સાકરની સાથે મસ્પંડિકા શબ્દનો ઉપયોગ કરે છે.
વૈદ્યકશબ્દસિંધમા મસ્યાંડી ઉપરાંત સાકર અર્થમાં પુષ્પોભવા શબ્દનો ઉલ્લેખ છે. તેનો અર્થ કરતાં પુપશર્કરા શબ્દ મૂકેલો છે જેને અત્યારે ફુલસાકર કહેવામાં આવે છે. તે કદાચ આ હોય. અથવા ફૂલોમાંથી બનતી સાકર એવો અર્થ પણ તેમાંથી નીકળી શકે છે. સૂત્રમાં લખેલી પુષ્પોત્તર અને પુષ્પોદ્ભવા એ બંને કદાચ એક હોઈ શકે.
સાકર અર્થમાં વપરાયેલો પડ્યોત્તર શબ્દ માત્ર અહીં જ મળ્યો છે. શબ્દ ઉપરથી એમ માલમ પડે છે કે કમળ જેવી સુગંધવાળી અથવા કમળમાંથી બનતી સાકર એ તેનો અર્થ હોય.
૧૮ અધ્યયન ૧. સુંસુમા : આ અધ્યયનમાં સુંસુમાં નામની ધન્ય સાર્થવાહની પુત્રીનું ઉદાહરણ આપીને આહારનું પ્રયોજન સમજાવવામાં આવેલું છે માટે તેનું નામ સુસુમ પડ્યું છે.
૨. ત્યાગી પુરુષો ભજનને માત્ર શરીરના નિર્વાહની દષ્ટિએ જ લે છે. શરીરનાં રૂપ, રંગ, બળ કે વિષય વધે તે અર્થે તેઓ કદી ભોજનને સ્પર્શતા પણ નથી. આ વસ્તુ ઉપરના અધ્યયનમાં સચોટ રીતે વર્ણવેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરવા બુદ્ધભગવાને સંયુત્તનિકાયમાં એક આ કથા આપેલી છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org