SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપણ * ૭૧ બહુપતિપણું સ્વીકારવા નથી ઇચ્છતી.” શંકરે જવાબ આપ્યો કે તેથી કરીને તેને અધર્મ નહિ પ્રાપ્ત થાય કારણ કે દરેક સંગમ વખતે તું નવું નવું કૌમાર પ્રાપ્ત કરી શકીશ. આ મહાભારતની કથા અને જૈનથામાં સામ્ય એટલું જ છે કે પૂર્વજન્મની ભોગની આકાંક્ષાને લીધે દ્રૌપદીની આવી સ્થિતિ થઈ છે. ૫. રાજાઓ : સ્વયંવરમાં આવેલા આ રાજાઓમાંના કેટલાકનાં નામો મહાભારતમાં આદિપર્વના ૨૦૧મા અધ્યાયમાં મળે છે. ૬. ત્રણ દિવસના સૂત્રોમાં જ્યાં જ્યાં કોઈ દેવને બોલાવવાની હકીકત આવે છે ત્યાં બધે, બોલાવનાર પૌષધશાળામાં કે એકાંત સ્થાનમાં જઈને ત્રણ દિવસના અપવાસ સાથે દેવને આવવાનો સંકલ્પ સેવે છે અને પછી તે દેવ આવે છે એવી હકીકત આવે છે. જ્યારે રામચંદ્ર લંકા ઉપર ચડ્યા ત્યારે વચ્ચે દરિયો આડે આવતો હોવાથી તેની સહાય લેવા માટે દરિયાને કાંઠે દાભ પાથરીને ત્રણ દિવસ રહ્યાનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે. દેવને બોલાવવાનો આ વિધિ રામાયણ અને જૈનસત્રમાં લગભગ મળતો આવે એવો વર્ણવાયો છે. રામાયણમાં લખ્યું છે – ततः सागरवेलायां दर्भानास्तीर्य राघवः। अञ्जलिं प्राङ्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः॥ स त्रिरात्रोषितस्तत्र नयज्ञो धर्मवत्सलः । उपासत तदा रामः सागरं सरितां पतिम् ।। ૭. નરસિંહરૂપઃ સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણ નરસિંહરૂપ ધરીને પદ્મનાભની અવરકંકા નગરીને ધ્રુજાવી દીધી ત્યારે વૈદિક પરંપરામાં નરસિંહરૂપઠારા પ્રહલાદના પિતા હિરણ્યકશિપુને વિષ્ણુએ મારી નાખ્યાનો ઉલ્લેખ છે. ૮. પાંડમથુરા : જૂના વખતમાં મદુરામાં પાક્ય વંશના રાજાઓનું રાજ્ય હતું. એથી એમ માલમ પડે છે કે અહીં જણાવેલી પાંડુમથુરા તે હાલની મદુરા જ હોય. આ સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણ પાંડવોને દક્ષિણ સમુદ્રને કાંઠે જવાનું કહેવું છે એથી પણ પાંડુમથુરાને મદુરા માનવાનું વધુ કારણ મળે છે. ૯. હથ્થકર૫ : આ ગામ શત્રુંજ્યની આસપાસ હોવું જોઈએ એમ પાંડવોના પ્રવાસ ઉપરથી લાગે છે. મૂળમાં લખ્યું છે કે પાંડવો પાંડુમથુરાથી નીકળીને બહાર વિહાર કરવા લાગ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં અરિષ્ટનેમિ અહંત છે. તેમનાં દર્શનની ઇચ્છાથી તેઓ વિહાર કરતા કરતા હશ્વકપમાં આવ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે અરિષ્ટનેમિ તો ઉજજયંત પર્વતમાં નિર્વાણ પામ્યા એટલે પાંડવો હથ્થકમ્પથી નીકળીને શત્રુંજય તરફ ગયા. અત્યારે કાઠિયાવાડમાં તળાજાની નજીકમાં હાથપ નામનું ગામ છે. તે શત્રુંજયથી બહુ દૂર ન ગણાય. આ હાથપ તે હથ્થકપ હોવાનું વધારે બંધ બેસે છે. કારણ કે હBકપ અને હાથપ બંનેમાં ભાષાના વિકાસની દૃષ્ટિએ ઘણું સરખાપણું છે. વળી ગુપ્તવંશીય પ્રથમ ધરસેનના વલભીના દાનપત્રમાં (ઈ. સ. ૫૮ ૮) હસ્તવમાં ઇલાકાનો ઉલ્લેખ આવે છે. એ શિલાલે બના અનુવાદમાં એ હસ્તવપ્રને હાલનું હાથપ ગણવામાં આવ્યું છે. (ઇડિયન એન્ટીકરી વૉ. ૬. પા. ૯) હથ્થક ૫ કે હસ્તવમ બંને શબ્દોમાંથી હાથપ નીકળી શકે છે માટે આ કલ્પના પણ ખોટી હોય તેમ લાગતું નથી. સંભવ છે કે એ સમયે હાથપ ઇલાકો પણ હોય. કેટલીક જગાએ આને માટે હત્યિકશબ્દ પણ વપરાયેલો જોવામાં આવે છે. ૧૭માં Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy