________________
વિષ્ણુ
૭ નું અધ્યયન
૧. રોહિણી : આ અધ્યયનમાં રોહિણી નામની એક શ્રેષ્ઠીપુત્રવધૂની ક્રથા ઉપરથી ઉપનય બતાવ્યો છે માટે તેનું નામ રોહિણી પડ્યું છે.
'
૨. ફેંકી દીધા : આમ દાણા ફેંકી દેનારી શેઠની પુત્રવધૂનું નામ ઉજિઝકા છે. તેના નામનો અર્થ પણ “ફેંકી દેનારી” જ છે.
૩. ખાઈ ગઈ : આમ દાણા ખાઈ જનારી શેઠની પુત્રવધૂનું નામ પણ ભોગવતી છે. તેના નામનો અર્થ “ ભોગવાળી—ભોગ કરનારી–ખાનારી” જ થાય છે.
.
૪. સાચવી રાખ્યા : આમ દાણા સાચવી રાખનારી શેઠની પુત્રવધૂનુ નામ પણ રક્ષિકા છે. તેના નામનો અર્થ ‘રક્ષણ કરનારી–સાચવનારી’’ જ થાય છે.
૫. રોહિણી : આ નામનો અર્થ “ઉગાડનારી—વધારનારી” છે.
૬. કુડવ : એ ખોખાની એક સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ અને ચાર કુડવનો એક પ્રસ્થ ઇ. પ્રમાણુનું વર્ણન ધન્યમાનપ્રમાણના અધિકારમાં અનુયોગદ્દારસૂત્રમાં કરેલું છે. દશકુમારચરિતમાં પ્રસ્થને ચાર શેર જેટલો જણાવેલો છે.
((
૭. સાતમા અધ્યયનમાં ; એક જર્મન પુસ્તકના બુદ્ધ અને મહાવીર ” નામના અનુવાદમાં આ સાતમા અધ્યયનમાં જે કથા આવેલી છે તેને મળતી કથા ખાઈબલના નવા કરારમાં મેથ્યુની અને ભ્રૂકની સુવાર્તામાં આવે છે એમ જણાવ્યું છે. ખાઈબલની એ કથાને લઈને એ પુસ્તકમાં ભારત અને ક્રિશ્ચન સમાનતાઓ બતાવેલી છે.
૮મું અધ્યયન
૧. મલ્રિ : આ અધ્યયનમાં મલિના જીવનની હકીકત આવે છે માટે તેનું નામ મલ્લિ પડયું છે.
૨. મિથિલા : તીર્થંકલ્પમાં મિથિલાનું વર્ણન કરતાં તેનું ખીજું પ્રસિદ્ધ નામ જિનપ્રભસૂરિએ જગઈ જણાવેલું છે. અત્યારે સીતામઢીથી પશ્ચિમમાં આશરે સાત માઈલ ઉપર જગદીશપુર નામે એક ગામ છે. તે જિનપ્રભસૂ રિના સમયમાં મિથિલા નામે પ્રસિદ્ધ હશે એથી એને મિથિલાના ખીજા પ્રસિદ્ધ નામ તરીકે તેમણે જણાવેલું છે. અઢારમા સૈકાના જૈનયાત્રીઓ સીતામઢીને મિથિલા તરીકે ઓળખાવે છે અને તેને પટણાથી ઉત્તરે ૫૦ ગાઉ ઉપર આવેલું ખતાવે છે. જૈનયાત્રીઓના લખ્યા પ્રમાણે સીતામઢીથી ૧૪ ક્રોશ ઉપર જનકપુરી નામે ગામ છે. આ જનકપુર અત્યારે પણ દરભંગાથી પશ્ચિમોત્તર આવેલા જનકપુરરોડ સ્ટેશનથી પૂર્વોત્તર ૨૪ માઈલ ઉપર છે. અને સીતામઢીથી પૂર્વોત્તર તે લગભગ ત્રીસ માઈલ ઉપર છે. કેટલાક લોકો આ જનકપુરને જ મિથિલા કહે છે.
ઉપર જણાવેલા યાત્રીઓ સીતામઢીને મિથિલા માનવાનું કારણ જણાવતાં લખે છે કે ;~~ મહિલા નાનેે પરગનો, ચિ. કહીજી દફતર માંહિ; પણ મહિલા ઈષ્ણુ નાંમનો ચિ. ગાંમ વસે ક્રોઈ નાંહિ.
એટલે કે રાજ્યના દફતરમાં મહિલા નામનું પરગણું છે પણ એ નામનું કોઈ ગામ વસતું નથી. જિનવરનાં પગલાં સીતામઢીમાં જ છે માટે સીતામઢીને જ તે લોકોએ મહિલા–મિથિલા તરીકે ઓળખાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org