________________
સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર * [૮૫ માટે મનમાં હર્ષ પામતા પામતા વેગથી ત્યાં આવ્યા. દધિવાહન રાજાનો સંપુલ નામે એક કંચુકી હતો, તેને જ્યારે ચંપાનગરીને લુંટી ત્યારે ત્યાંથી શતાનિક રાજા પકડી લાવ્યા હતા, તેને આ વખતે જ છોડી મૂક્તાં તે પણ ત્યાં આવ્યા એટલે પિતાના રાજાની પુત્રી વસુમતીને જોઈને તેના પગમાં પડયો અને છુટે કંઠે રૂદન કરવા લાગ્યો, તેથી તે બાળાને પણ રૂદન આવ્યું. શતાનિક રાજાએ તેને પૂછ્યું કે, “તું કેમ રૂએ છે?' ત્યારે તે કંચુકી અશ્રુધાર સહિત બેલ્થ કે, “મહારાજ ! દધિવાહન રાજાની ધારિણું રાણીની આ પુત્રી છે. અહે! તેવા ઉત્કૃષ્ટ વૈભવથી ભ્રષ્ટ થઈને માતાપિતા વગરની આ બાળા બીજાને ઘેર દાસીવતું રહે છે, તે જોઈને મને રૂદન આવે છે.” રાજાએ કહ્યું કે, “હે ભદ્ર! આ કુમારી શેક કરવા યોગ્ય નથી, કારણ કે તેણે ત્રણ જગતનું રક્ષણ કરવામાં શૂરવીર એવા વીરપ્રભુને અભિગ્રહ પૂર્ણ કરીને પ્રતિલાશિત કર્યા છે. તે વખતે મૃગાવતી બેલી કે, “અરે! ધારિણી તે મારે બહેન થાય છે, તેની આ દુહિતા છે, તે તે મારી પણ દુહિતા છે. પછી માસમાં પાંચ દિવસ ઓછા રહેતાં ત૫નું પારણું કરીને તે ધનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા.
પ્રભુના ગયા પછી લાભની પ્રબળતાથી શતાનિક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઈચ્છા કરી; એટલે સૌધર્મપતિએ શતાનિક રાજાને કહ્યું કે, હે રાજન ! તમે આ રત્નવૃષ્ટિ લેવાની ઈચ્છા કરે છે, પણ આ દ્રવ્ય ઉપર તમારે સવામીભાવ નથી, તેથી આ કન્યા જેને આપે, તે આ દ્રવ્ય લઈ શકે.” રાજાએ ચંદનાને પૂછયું કે-ચંદના! આ દ્રવ્ય કેણ લે?' ચંદના બોલી કે, “આ ધનાવહ શેઠ ગ્રહણ કરે, કારણ કે તે મારું પાલન કરવાથી મારા પિતા છે.” પછી ધનાવહ શેઠે તે વસુધારાનું દ્રવ્ય ગ્રહણ કર્યું. પછી તે ફરીવાર શતાનિક રાજાને કહ્યું કે, “આ બાળા ચરમદેહી છે અને ભગતષ્ણાથી વિમુખ છે, તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે; માટે જ્યાં સુધી પ્રભુને કેવળજ્ઞાન ઉપજે, ત્યાં સુધી તમારે તેનું રક્ષણ કરવું. આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇંદ્ર દેવલોકમાં ગયા. રાજા શતાનિકે ચંદનાને પોતાને ત્યાં લઈ જઈ કન્યાઓના અંતઃપુરમાં રાખી. ચંદના પણ પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાનું ધ્યાન કરતી છતી ત્યાં રહી. પિલી મૂલા શેઠાણ જે અનર્થનું મૂળ હતી, તેને ધનાવહ શેઠે કાઢી મૂકી, તે દુર્બાન કરતી મૃત્યુ પામીને નરકે ગઈ. '
પ્રભુ ત્યાંથી વિહાર કરી પ્રાતઃકાળે સુમંગળ ગામે આવ્યા. ત્યાં સનસ્કુમાર આવી પ્રભુને વંદના કરી. ત્યાંથી પ્રભુ સક્ષેત્ર નામના ગામે આવ્યા, ત્યાં માહે કલ્પના ઈ આવી ભક્તિથી પ્રણામ કર્યો. ત્યાંથી પ્રભુ પાલક ગામે ગયા. ત્યાં ભાયલ નામે કોઈ વણિક યાત્રા કરવા જતો હતો, તેણે પ્રભુને આવતા જોયા. એટલે “આ શિક્ષકના અપશુકન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org