________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દ્વેષ ઉત્પન્ન થયો. તત્કાળ તે દુષ્ટ દેવે પ્રભુની ઉપર અકાળે અરિષ્ઠને ઉત્પન્ન કરનારી મહા દુઃખદાયક રજની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ અને સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધાં. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારા એવા પૂર્યા કે જેથી પ્રભુ શ્વાસોચ્છવાસ લેવાને પણ અશક્ત થઈ ગયા. તથાતિ જગદ્ગુરૂ એક તિલમાત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. “ ગમે તેવા શક્તિવાન ગજે દ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય?” પછી રજને દૂર કરીને તે ટુટે પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓ પ્રભુના અંગમાં એક બાજુથી પેશોને વેચ્છાએ બીજી બાજુએ-આરપાર વસ્ત્રમાં સોય નીકળે તેમ નીકળી તીક્ષણ મુખાગથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભાગીની ઈચછાઓ નિષ્ફળ થાય તેમ જ્યારે કીડીઓને ઉપસર્ગ પણ નિષ્ફળ થયો, ત્યારે તેણે પ્રચંડ પારષદે (ડ) વિકુળં. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હોતો નથી.” તેઓના એક એક પ્રહારથી નીકળતા ગાયના દૂધ જેવા રૂધિરવડે પ્રભુ નિઝરણાવાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ઘીમેલ વિકુવી. પ્રભુના શરીર ઉપર તેઓ મુખાત્રથી એવી ચુંટી ગઈ કે જાણે શરીર સાથે જ ઉઠેલી રામપંક્તિ હોય તેવી દેખાવા લાગી. તેથી પણ યોગસાધનના જાણ જગદ્ગુરૂ ચળિત થયા નહીં, એટલે પ્રભુને ધ્યાનમાંથી ચળાવવાના નિશ્ચયવાળા તે દુષ્ટ વીંછીઓ વિકુ. તેઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલાની જેવા પોતાના ભયંકર પુરછના કાંટાઓથી ભગવંતના શરીરને ભેદવા લાગ્યા. તેઓથી પણ પ્રભુ આકુળ થયા નહીં, એટલે ફડા સંકલ્પ કરનારા તેણે ઘણું દાંતવાળા નકુલ (નળ) વિકુવ્ય. ખી! ખી! એ વિરસ શબ્દ કરતા તેઓ પોતાની ઉગ્ર દાઢેથી ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ખડે જુદા પાડવા લાગ્યા. તેઓથી પણ તે કૃતાર્થ થયે નહી, એટલે યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહા કોપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ ક્રૌંચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીટી લીધા. પછી તેઓ પિતાની ફણુએ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણુઓના પ્રહાર કરવા લાગ્યા અને દાઢે ભાંગી જાય તેટલા જોરથી પિતાની દાઢવડે તેમને ડસવા લાગ્યા. જ્યારે બધું ઝેર વમન કરીને તેઓ દેરીની જેમ લટકી રહ્યા ત્યારે દુટે વજા જેવા દાંતવાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતથી, મુખથી અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા અને તેની ઉપર મૂત્ર કરીને ક્ષત ઉપર ક્ષાર નાખવા લાગ્યા. જ્યારે તેમાંથી પણ કાંઈ થયું નહીં, ત્યારે ક્રોધથી ભૂત જેવા થયેલા તે દેવે મેટા દંતમૂશળવાળો એક ગદ્રવિકુવ્યું. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડતા હોય અને મોટી તેમ જ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તોડીને નક્ષત્રાને નીચે પાડવા ઈચ્છતો હોય તેવો તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દેડી આવ્યો. તેણે દુર સુંઢથી પકડીને પ્રભુના શરીરને આકાશમાં દૂર ઉછાળી દીધું. પછી પ્રભુનું શરીર કણેકણ વેરણ શરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org