________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મુ’
૬૪ ] જોડીને તે ખેલ્યું કે- હે ભગવંત! આપે દુઃસહ પરીષહેા અને દારૂગૢ ઉપસર્ગ[ સહુન કર્યા છે; તમારૂ શરીર અને મન બંને વજ્ર જેવા છે કે જે આવા પરીષહેા અને ઉપસગે થી ભગ્ન થતાં નથી. હે પ્રભુ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. આ પ્રમાણે કહી ફરીવાર પ્રભુને વાંદીને તે આનંદશ્રાવક પેાતાને ઘેર ગયા. પછી કાયાત્સગ પારીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું દશમું' ચાતુર્માસ્ય નિ`મન કર્યું".
ચાતુર્માસ્ય પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાયટિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અશન છેડી પૂર્વાભિમુખે રહી એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને આખા દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણાભિમુખ, ખીજે દિવસે પશ્ચિમાભિમુખ અને ખીજી રાત્રિએ ઉત્તરાભિમુખ એમ છઠ્ઠું તપવડે તે પ્રતિમા પૂર્ણ કરી. તે પ્રતિમા પાર્યાં વગર પ્રભુએ મહાભદ્રા પ્રતિમા અંગીકાર કરી, અને પૂર્વાદિ દિશાના ક્રમથી ચાર અહેારાત્ર સુધી રહ્યા. એમ દશમ (ચાર ઉપવાસ) વડે મહાભદ્રા પૂર્ણ કરીને તરતજ ખાવીશમ (દૃશ ઉપવાસ )ના તપવર્ડ સતાભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં એક એક અહેારાત્ર રહ્યા. તેમાં ઉદ્ધ અને અા દિશાને પ્રસંગે ઉદ્ધ અને અધા ભાગે રહેલા દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે પ્રભુ આનંદ નામના એક ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામે કેાઈ દાસી પાત્ર ધેતી હતી. તે ટાઢું. અન્ન કાઢી નાખતી હતી, તેવામાં પ્રભુને આવેલા જોઈ ને તે ખેલી કે, હું સાધુ! તમારે આ ક૨ે છે?' પ્રભુએ હાથ પ્રસાર્યા, એટલે તેણીએ ભક્તિથી તે અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યો. તે જોઇ લેાકેા ઘણુંા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલાને દાસીપણામાંથી મુક્ત કરી. “ પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી પણ મૂકાય છે તે આમાં શું આશ્ચય છે!”
ત્યાથી વિહાર કરતાં પ્રભુ ઘણા મ્લેચ્છ લાકાથી ભરપૂર એવી દૃઢભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાળ નામે ગ્રામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં પાલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અષ્ટમ તપ કરીને પ્રવેશ ક્વેર્યાં. ત્યાં જ ંતુઓનો ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાતુ સુધી ભુજા લખવી. શરીરને જરા નમાડી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્યપર દૃષ્ટિ રાખીને પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યા. તે સમયે શઇંદ્ર સુધર્માં સભામાં ચેારાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયત્રિંશ દેવતાઓ, ત્રણ પ્રકારની સભાએર, ચાર લેાકપાળા, અસંખ્ય પ્રક્રીણુંક દેવતાએ, ચારે દિશાઓમાં દૃઢ પરિકર બાંધીને રહેલા પ્રત્યેક ચેારાશી હજાર અંગરક્ષકા, સેનાથી વી...ટાયેલા સાત સેનાપતિએ, આલિયાગિક દેવદેવીઓના ગણેા અને કિશ્મિબ્યાદિક દેવતાઓના પરિવાર સહિત બેઠા હતા. દક્ષિણ ૧ ગુરૂસ્થાનકી. ર્ અભ્યંતર સભા, મધ્ય સભા, ખાદ્ય સભા. ૩ સેવવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org