SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું થયેલા છે, છતાં પણ આવા વિપ્નમાં આવી પડેલા સ્વામીની રક્ષા કરતા નથી. આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતામાં બળ છતાં પ્રભુ તેને કિંચિત્ પણ ઉપગ કરતા નથી. કારણ કે “સંસારસુખના લાલચુ પુરૂષ જ પિતાના બળનું તેવા પ્રકારે ફળ મેળવવા ઈચ્છે છે.” આશ્રયસ્થાન પણ નહીં મળી શકવાથી ટાઢ અને તડકાને સહન કરતા પ્રભુ છ માસ સુધી ધર્મ જાગરણ કરતાં તે ભૂમિમાં રહ્યા, અને શૂન્યાગારમાં કે વૃક્ષતળે રહીને ધર્મધ્યાનમાં પરાયણ એવા પ્રભુએ નવમું ચાતુર્માસ્ય નિગમન કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સાથે સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં એક તિલનો છોડ જેઈને ગોશાળે પ્રભુને પૂછયું કે-“સ્વામી! આ તિલનો છોડવો ફળશે કે નહીં?” ભવિતવ્યતાને યોગે પ્રભુ પિોતે જ મૌન છેડીને બોલ્યા, હે ભદ્ર! એ તિલનો છેડ ફળિત થશે. પુષ્પના સાત જીવ જે બીજા છેડમાં રહેલા છે, તે રવીને આજ છોડમાં તિલની સિંગમાં તેટલા જ તિલપણે ઉત્પન્ન થશે.” પ્રભુના આ પ્રમાણેનાં વચન પર ગશાળાને શ્રદ્ધા ન આવવાથી તેણે તે તિલના ભોથાંને માટી હાથેથી ઉખેડીને બીજે મૂકી દીધું. તે વખતે “પ્રભુની વાણી અસત્ય ન થાઓ.” એવું ધારીને નજીક રહેનારા કેઈ દેવતાએ તરત જ ત્યાં મેઘની વૃષ્ટિ વિકુવી, તેથી ત્યાંની જમીન અને તે તલનું ભોથું જરા આદ્ર થયું. તેવામાં તે પ્રદેશમાં કોઈ ગાય નીકળી, તેની ખરીથી તે ભેગું દબાયું, એટલે તે આ ભૂમિમાં પેશી ગયું, પછી પૃથ્વી સાથે મળી જવાથી સજજડ થયું. અનુક્રમે તેના મૂળ ઊંડા ગયા અને નવા અંકુરા ઉત્પન્ન થયા. અનુક્રમે તેની સીંગમાં પ્રભુએ કહ્યા પ્રમાણે પુષ્પના સાત જીવો તિલપણે ઉત્પન્ન થયા અને વધવા લાગ્યા. ભગવંત ત્યાંથી દુષ્ટ બુદ્ધિવાળા અને પિતાને પ્રભુને ખરે ભક્ત માનતા ગોશાળ સહિત કુર્મગ્રામે ગયા. હવે ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ધનથી પૂર્ણ અને મહીમંડળમાં મંડનરૂપ ગોબર નામે એક ગામ છે. તેમાં ગેશંખી નામે એક આહીરપતિ કૌટુંબી (કણબી) રહેતે હતો. તેને બંધુમતી નામે એક વંધ્યા સ્ત્રી હતી, કે જે તેને અતિ વલ્લભ હતી. તે ગામની નજીક ખેટક નામે એક ગામ હતું. તે ગામ ચોરલકોએ આવીને ભાંગી નાંખ્યું અને ઘણું લોકોને બંદી તરીકે પકડ્યા. તે સમયે વેશિકા નામની કઈ એ પુત્રને જન્મ આપ્યો. તેનો પતિ હણાયેલ હોવાથી તેને સવરૂપવતી જાણીને ચેરલોકોએ સાથે લીધી. પ્રસવ રોગથી પીડિત એવી તે સ્ત્રી વૃષભ જેવા દુર્દાત અને વેગે ચાલતા ચાલકની સાથે હાથમાં બાળકને લઈને ચાલી શકી નહીં. ત્યારે ચારે બાલ્યા કે, “અરે સ્ત્રી ! જે તું જીવવાને ઈચ્છતી હોય તે મૂર્તિમાન વ્યાધિ જેવા આ બાળકને છેડી દે.” પછી તે વેશિકા બાળકને એક વૃક્ષ તળે મૂકી દઈને ભય પામી છતી ચારકોની સાથે ચાલી. “સર્વ લોકોને પ્રાણુથી વિશેષ બીજું કાંઈ પણ પ્રિય નથી.” પ્રાતઃકાળે પેલો ગોશંખી કણબી ત્યાં આવ્યો, તેણે એ બાળકને જોયે. તેને સ્વરૂપવાનું જોઈને તેણે ગ્રહણ કર્યો, અને ઘેર આવી પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy