________________
સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષની વિહાર
[ ૫૩ જાણી હર્ષ પામે, તેમ પ્રભુ આવા ઉપસર્ગોથી કમ ખપતાં જાણુને અતિ હર્ષ પામતા હતા. વનમાંથી પકડી લાવેલા હાથીની જેમ ગોશાળે પણ ત્યાં બંધન અને તાડન વિગેરેની અનેક વેદનાએ સહન કરી. પ્રભુ ત્યાં કર્મની ઘણી નિર્જરા કરીને જાણે કૃતાર્થ થયા હોય તેમ આ દેશની સન્મુખ ચાલ્યા. અનુક્રમે પૂર્ણ કરીશ નામના ગામની નજિક જતાં તે લાટ દેશની ભૂમિમાં પ્રવેશ કરવાને ઇચ્છતા બે ચોરોએ પ્રભુને સામા આવતા જોયા. એટલે આ અપશુકન થયા.” એવું ધારી તેઓ પ્રભુને મારવાની ઈચ્છાથી કન્તિકા ઉપાડીને આવતા પ્રેતની જેમ ખગ ઉગામીને પ્રભુની સામે દેડિયા, આ સમયે દેવલોકમાં બેઠેલા ઈંદ્રને ચિંતવન થયું કે, “હાલ વીરપ્રભુ કયાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે પ્રભુને તથા તેમને મારવાને તૈયાર થયેલા તે બંને ચોરોને તત્રસ્થ જેયા. તત્કાળ સિંહ જેમ હાથીને મારી શકે તેવા પંજાથી બે હરિણને મારે તેમ ઈ મેટા પર્વતને તોડી શકે તેવા પરાક્રમી વાવડે તે બંને ચારેને મારી નાંખ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદિલપુર આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચેમાસી ત૫) કરીને પાંચમું ચાતુર્માસ્ય રહ્યા. તપનું પારણું કરી ત્યાંથી વિહાર કરતાં અનુક્રમે પ્રભુ કદલી સમાગમ નામના ગામ પાસે આવ્યા. ત્યાંના લોકો યાચકોને અન્ન આપતા હતા, તે જોઈ ગાશાળે પ્રભુને કહ્યું કે, “સ્વામી! અહિં ભજન કરો. સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે.” “ત્યારે હું એકલે જમીશ” એમ કહી તે ત્યાં ગયે. ગોશાળો ત્યાં જમવા બેઠે, પણ પિશાચની જેમ તૃપ્ત થયે નહી, એટલે ગામના લોકોએ સર્વ અન્નથી ભરેલ એક થાળ તેને અર્પણ કરી દીધે. ગોશાળો તેમાંનું બધું અન્ન ખાઈ શક્યો નહીં, કંઠ સુધી આહાર કર્યો, તેથી પાણી પીવામાં પણ મંદ થઈ ગયો, એટલે તે લેકેએ
અરે! તું તારી આહાર કરવાની શક્તિને પણ જાણતા નથી, તેથી તું શું મૂર્તિમાન દુષ્કાળ છું?” એમ કહી તે થાળ તેના મસ્તકપર ફેંકયો. પછી તૃપ્તિથી પેટને પંપાળતા પંપાળતે ગોશાળા ત્યાંથી ચાલ્યા ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભૂખંડ નામના ગામે ગયા. પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા. ગોશાળો સદાવ્રતનું ભેજન મેળવવાની ઈચ્છાથી પૂર્વવત તે ગામમાં ગયે. પૂર્વની જેમ ત્યાં પણ તેને ભજન અને તિરસકાર બંને મળ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ તું બાક નામના ગામ સમિપે આવ્યા. પ્રભુ બહાર પ્રતિમા ધરીને રહ્યા અને ગોશાળો ગામમાં ગયો. તે ગામમાં બહુશ્રુત અને અનેક શિષ્યોના પરિવારથી પરવરેલા શ્રી પાર્શ્વનાથના શિષ્ય વૃદ્ધ નંદીષેણુચાર્ય આવ્યા હતા, તેઓ ગચ્છની બધી ચિંતા છોડી દઈને જિનકલ્પના પ્રતિકર્મને ૨ કરતા હતા, તેમને જોઈ ગોશાળ મુનિચંદ્રાચાર્યની જેમ તેમનું પણ હાસ્ય કરીને પ્રભુની
૧ સદાવ્રત હતું. ૨ જિનક૯૫ની તૂલના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org