________________
૪૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વચનથી શાપ આપ્યો કે, “જે મારા ગુરૂનું તપતેજ હોય તો આ તમારા ઉપાશ્રય બની જાઓ.” તેઓ બોલ્યા કે-“તારા વચનથી અમે બળીશું નહીં.” ગોશાળ વિલ થઈ પ્રભુ પાસે આવીને કહેવા લાગે કે-“આજે મેં તમારા તપસ્વીપણાની નિંદા કરનારા સગ્રંથ સાધુઓને જોયા, તમારી નિંદા સાંભળીને મેં ક્રોધથી તેમને શાપ આપે કે, તમારા ઉપાશ્રય બળી જાઓ, તથાપિ તેમને ઉપાશ્રય જરા પણ બળે નહીં, માટે તે સ્વામિન! તેનું શું કારણ હશે તે કહે.” સિદ્ધાર્થ બે -“અરે મૂઢ! તેઓ શ્રી પાર્શ્વનાથના શિષ્યો છે, તેમનો ઉપાશ્રય તારા શાપથી કેમ બળે?” એવામાં રાત્રિ પડી, એટલે તે સુનિચંદ્રસૂરિ ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલે કુપનય કુંભાર મદિરાપાન કરી ઉન્મત્ત બનીને ઘુમતો ઘૂમતો ત્યાં આવ્યું, તેણે આચાર્યને જોયા એટલે એ દુષ્ટ કુંભારે ચરબુદ્ધિથી આચાર્યને ગળેથી પકડીને શ્વાસ વગરના કરી દીધા, પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહીં. તે વેદનાને સહન કરતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને મૃત્યુ પામી દેવલોકે ગયા. તે સ્થાનની નજીકમાં રહેલા વ્યંતરોએ પ્રાતઃકાળના પવનની જેમ તેમની ઉપર પુષ્પ વર્ષાવીને તેમનો મહિમા કર્યો.
અહિં ગોશાળાએ આકાશમાં વિજળીની પેઠે પ્રકાશતી દેવશ્રેણીને જોઈને પ્રભુને પૂછયું કે, “સ્વામી! શું આ તમારા શત્રુઓનો ઉપાશ્રય સળગી ઉઠયો? આ આકાશમાં જણાતા અત્યંત ઉદ્યોતથી મને એવું અનુમાન થાય છે. સિદ્ધાર્થે કહ્યું કે, “અરે એમ કહે નહીં, આ તો તે સૂરિ શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા; કેમકે “શુભ ધ્યાન કામધેનુની જેમ સર્વ મનોરથ પૂરનારૂં છે.' તેમને મહિમા કરવાને આ તેજોમય દેવતાઓ આવે છે, જેથી તારા જેવા અ૫ બુદ્ધિવાળા માણસને અગ્નિની ક્રાંતિ ઉત્પન્ન થઈ.” કૌતુક્કી તે જોવાને માટે ગોશાળો સવાર ત્યાં ગયો, એટલામાં તો દેવતાઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા, કેમકે “એવા દુષ્ટને દેવ દર્શને કયાંથી હોય?' પણ ત્યાં પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ જોઈને તે હs પામે. પછી તેમના શિષ્ય જે ઉપાશ્રયમાં સુતા હતા, તેઓની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું કે, “અરે મુંડાઓ! તમે દુષ્ટ શિખ્યો છે, કારણ કે દિવસે ઈરછા પ્રમાણે ભજન કરીને આખી રાત્રિ અજગરની જેમ સુઈ રહે છે. તમે પણ જાણતા નથી કે, તમારા સૂરિ મૃત્યુ પામી ગયા. અહે! ઉત્તમ કુળમાં જન્મ લેનારા તમારા જેવાને ગુરૂને વિષે પણ આટલે પ્રતિબંધ નથી?” પછી તે શિષે બેઠા થયા અને “આ પિશાચની જેમ કોણ બેલું છે?” એમ ચિંતવન કરવા લાગ્યા. પછી તેઓ ઉપાશ્રયની બહાર આવ્યા. ત્યાં આચા
ને મરણ પામેલા જાણી તેઓ કુલીન પુત્રની જેમ અત્યંત ખેદ પામીને ઘણીવાર સુધી પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ગોશાળો પણ તેમને તિરસ્કાર કરી વેચ્છાથી જેમ તેમ બોલતે પ્રભુ પાસે આવ્યું
પ્રભુ ત્યાંથી વિહાર કરીને ચોરાક ગામે આવ્યા. ત્યાં પરચકના ભયથી ચારને શાધનારા આરક્ષક પુરૂષોએ ગોશાળા સહિત પ્રભુને કાત્સર્ગ રહેલા જોયા. તેમને પૂછયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org