________________
[ ક
સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર લેવામાં આવ્યા. તે જોઈ પુષે વિચાર્યું કે, “જેમ ચરણના લક્ષણેથી આ લોકોત્તર પુરૂષ છે એમ જણાય છે તેમ બીજા લક્ષણથી પણ આ ચક્રવત્તી હોય એમ સૂચવાય છે. આવા લક્ષણે છતાં પણ આ તે ભિક્ષુક છે, તેથી મને આશ્ચર્ય થાય છે, માટે આવા ભિક્ષુક ઉપર સારી આશા રાખનારા મને અને મારા શાસ્ત્રના શ્રમને ધિક્કાર છે. વિશ્વને ઠગવાને માટે અને પિતાના કૌતુક પૂરવાને માટે કેઈ અનાપ્ત (અહિતકારી) પુરુષે જ આ શાસ્ત્ર રચ્યાં હોય એમ લાગે છે. મરૂભૂમિમાં ઝાંઝવાના જળ જઈને મૃગ દેડે તેમ તેમનાં વચન ઉપર આશા રાખીને હું વૃથા દોડી આવ્યો.” આ પ્રમાણે વિચારતાં તે પુષ્પના હૃદયમાં ઘણે ખેદ થયે. તે સમયે શકઈને સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર થયો કે, “મહાવીર પ્રભુ અત્યારે કયાં વિચરતા હશે?” અવધિજ્ઞાને જતાં તેણે સ્થણુક ગામમાં પ્રભુને રહેલા જોયા અને પુષ્ય નૈમિત્તિકને ખેદથી પોતાના શાસ્ત્રોને દૂષણ આપતો જે; એટલે ઈદ્ર સત્વર ત્યાં આવ્યાં. અને તે પુષ્પ નિમિત્તિઓના દેખતાં પ્રતિમા ધરી રહેલા પ્રભુને મોટી સમૃદ્ધિથી તેણે વંદના કરી. પછી પુષ્પને કહ્યું કે, “અરે મુખ! તું શાસ્ત્રની નિંદા કેમ કરે છે? શાસ્ત્રકારોએ કાંઈ પણ મૃષા ભાષણ કરેલું નથી. હું તો હજુ આ પ્રભુના બહારનાજ લક્ષણે જાણે છે, અંતરના જાણતો નથી, પણ આ પ્રભુના માંસ અને રૂધિર દુધની જેવા ઉજવળ છે, તેમના મુખકમળને શ્વાસ કમળની ખુશબે જે સુગંધી છે, તેમનું શરીર તદ્દન નિરોગી અને મળ તથા પસીનાથી રહિત છે. આ ત્રણ જગતના સ્વામી, ધર્મચકી, જગતહિતકારી અને વિશ્વને અભય આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર વીરપ્રભુ છે. ચોસઠ ઇંદ્રિો પણ આમના સેવકો છે, તે તેની પાસે ચક્રવતી શા હિસાબમાં છે કે જેનાથી તે ફળની ઈરછા કરે છે. આ પ્રભુ વાર્ષિક દાન આપીને ભવસાગર તરવાની ઈચ્છાથી રાજ્ય છોડી દીક્ષા લઈને અશાંતપણે વિહાર કરે છે. શાસ્ત્રોમાં કહેલાં લક્ષણે બરાબર જ છે. માટે તું જરા પણ ખેદ ન કરે. હું તને ઈછિત ફળ આપીશ, કેમકે આ પ્રભુનું દર્શન નિષ્ફળ હોય જ નહીં.” આ પ્રમાણે કહી તે પુષ્ય નિમિત્તિઓને ઈચ્છિત ફળ આપી પ્રભુને નમીને ઇંદ્ર પુનઃ પિતાને સ્થાનકે ગયા.
વીરપ્રભુ કાયોત્સર્ગ પારીને ચરણન્યાસવડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા. તે નગરની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિભાગમાં કોઈ વણકરની વિશાળ શાળામાં પ્રભુ પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિગમન કરવા માટે તે વણકરની પ્રભુએ રજા લીધી. પછી માસક્ષપણ કરતા તે શાળાના એક ભાગમાં પ્રભુ રહ્યા.
આ સમયમાં મંખલી નામે કઈ સંખ્યા હતા. તેને ભદ્રા નામે ી હતી. તે બંને ચિત્રપટ લઈને પૃથ્વી પર ફરતા હતા. તેઓ શરવણ ગામમાં આવ્યા. ત્યાં ભદ્રાએ એક ઘણી ગાયોવાળા બ્રાહ્મણની ગૌશાળામાં પુત્રને જન્મ આપે. તે શાળામાં પ્રસ, તેથી
૧ ચિત્રકળા જાણનાર ભિક્ષાચર વિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org