________________
૨૬]
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું કરીને મને દાન આપે. કેમકે મારી પત્નીએ તિરસ્કાર કરીને મને તમારી પાસે મોકલો છે. પ્રભુ કરૂણા લાવીને બોલ્યા- “હે વિપ્ર! હવે તો હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેને અર્ધ ભાગ તું લઈ લે. તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતે પિતાને ઘેર આવ્યા. પછી છેડા બંધાવવાને તુણનાર વણકરને બતાવ્યું. તે વઅને જોઈ તુણુનારે પૂછ્યું કે “આ વસ્ત્ર તને કયાંથી મળ્યું?' બ્રાહ્મણે કહ્યું કે, “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.” તુણનાર બોલ્યો કે, “હે વિપ્ર! તું પાછે જા, અને આનો બીજો અર્થ ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે તેમની પછવાડે ફર. તે મુનિને અટન કરતાં કરતાં કેઈ ઠેકાણે કાંટા વિગેરેમાં ભરાઈને તે અર્ધ વસ્ત્ર પડી જશે, પછી તે નિઃસ્પૃહ મુનિ તેને ગ્રહણ કરશે નહીં. એટલે તું તે લઈને અહીં આવતે રહેજે. પછી તેના બે ભાગને એજીને હું તે વસ્ત્ર શુકલ પક્ષના ચંદ્રની જેમ એક સંપૂર્ણ કરી આપીશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજશે. તે આપણે સહેદર બંધુની જેમ અર્થે અર્ધ વહેંચી લેશું.” “બહુ સારૂં.' એમ કહીને તે બ્રાહ્મણ પાછો પ્રભુની પાસે આવ્યા.
ઈસમિતિ શોધવા પૂર્વક ચાલતા પ્રભુ કૃર્માર ગામે આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્ર આરોપી બે ભુજા લાંબી કરીને પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે કોઈ ગેવાળ આખે દિવસ વૃષભને હાંકી ગામની સીમ પાસે જ્યાં પ્રભુ કાયેત્સર્ગ ઊભા હતા ત્યાં આવ્યો. તેણે વિચાર્યું કે, “આ મારા વૃષભ અહિં ગામના સીમાડા પર ભલે ચરે, હું ગામમાં જઈ ગાયોને દેહીને પાછો આવીશ.” આવું ચિંતવી તે ગામમાં ગયો. પછી વૃષભ ચરતા ચરતા કોઈ અટવીમાં પેશી ગયા. કારણ કે ગોપ વિના તેઓ એક સ્થાનકે રહી શકતા નથી. પછી તે ગોપાલ ગામમાંથી ત્યાં આવ્યો, અને પ્રભુને પૂછયું કે, “મારા વૃષભ કયાં છે?” પ્રતિમા ધારી પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. પ્રભુ જ્યારે બોલ્યા નહીં ત્યારે ગોપે વિચાર્યું કે, “આ કાંઈ જાણતા નથી.” પછી તે પોતાના વૃષભેને શોધવા ગયો. શોધતાં શોધતાં આખી રાત્રિ નિગમન થઈ ગઈ તે બેલે ફરતા ફરતા પાછા પ્રભુ હતા ત્યાં આવ્યા અને સ્વસ્થ ચિત્તે વાળતા વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલે પ ભમી ભમીને પાછો ત્યાં આવ્યો, એટલે ત્યાં વૃષભેને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “આ મુનિએ પ્રભાતમાં મારા વૃષભને લઈ જવાની ઈરછાથી તે વખત સંતાડી રાખ્યા હશે. આ વિચાર કરી તે અધમ ગોપ વેગથી બળદની રાશ ઉપાડીને પ્રભુને મારવા દેડયો. તે સમયે શક ઇંદ્રને વિચાર થયો કે, “પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. એમ વિચારી જ્ઞાનવડે જેવા લાગ્યા. ત્યાં તે તે ગોપને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલો છે. એટલે સ્થભિત કરી, પ્રભુ પાસે આવી તિરસ્કાર પૂર્વક તે ગોપને કહ્યું કે, “અરે પાપી! આ સિદ્ધાર્થ રાજાના પુત્રને તું શું નથી જાણત?પછી ઈંદ્ર ત્રણ પ્રદશિણા પૂર્વક મસ્તકવડે પ્રણામ કરી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org