SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રાહુવકે ચંદ્રની જેમ ભ્રાતાના વિરહદુઃખથી આકુલ થયેલા નંદિવને માંડમાંડ પિતાના સેવકપુરૂષોને આજ્ઞા કરી કે, “દેવસભાની જેમ સુવર્ણની વેદિકા અને સુવર્ણના સ્તંભેવાળી, સૂર્યસહિત મેરગિરિ તટની જેમ સુવર્ણમય સિંહાસનથી મંડિત, પાલક વિમાનની જાણે નાની બહેન હોય તેમ ઘુઘરીઓની માળાના નાદવાળી, મોટા ઉમવાળી ગંગાનદીની જેમ ઉડતી ધ્વજાઓવાળી, પચાસ ધનુષ લાંબી, છત્રીશ ધનુષ ઉંચી અને પચવીશ ધનુષ પહાળી, વીરકુમારને બેસવાને લાયક ચંદ્રપ્રભા નામે એક શિબિકા તૈયાર કરો.” તત્કાળ તેઓએ તેવી શિબિકા તૈયાર કરી. “જેમ દેવતાઓને મનથી કાર્ય સધાય છે તેમ રાજાઓને વચનથી સધાય છે.” પછી શક પણ તેવી જ શિબિકા કરાવી. બંને તુલ્ય શોભાવાળી હોવાથી જાણે જેડલે ઉત્પન્ન થઈ હોય તેવી શોભવા લાગી. પછી દેવશક્તિથી નદીમાં નદીની જેમ બીજી શિબિકા પહેલી શિબિકામાં અંતહિત થઈ ગઈ. પછી જગતપ્રભુએ પ્રદક્ષિણા દઈ શિબિકાપર ચડીને તેમાં રહેલા ચરણપીઠ યુક્ત સિંહાસનને અલંકૃત કર્યું. મંગલિક શ્વેત વચ્ચેથી ચંદ્રિકા સહિત ચંદ્રની જેમ અને સર્વ અંગે ધારણ કરેલા આભૂષણોથી બીજા કલ્પવૃક્ષની જેમ પ્રભુ શોભવા લાગ્યા. પ્રભુ પૂર્વાભિમુખે બેઠા એટલે કુળમહત્તા સ્ત્રી પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, વિચિત્ર રત્નાલંકારે ધારણ કરી, શાખાવડે વૃક્ષની જેમ હાથમાં રાખેલા વઅવડે શોભતી, પ્રભુની દક્ષિણ તરફ મન સ્થિર કરીને બેઠી. મોતીના અલંકારો અને નિર્મળ વસ્ત્રો પહેરી એક સ્ત્રી પ્રભુના મસ્તક પર ચાંદની જેમ ચંદ્રને ધરે તેમ છત્ર ધરીને ઊભી રહી. બે સ્ત્રીઓ સર્વ અંગમાં સુવર્ણભરણ પહેરી મેરૂ પર્વતના તટમાં બે ચંદ્રની જેમ પ્રભુને બંને પડખે સુંદર ચામર ધરીને ઊભી રહી. એક બાળા રૂપાની ઝારી હાથમાં લઈને વાયવ્ય દિશામાં ઊભી રહી. એક સ્ત્રી તાળવૃત હાથમાં રાખીને અગ્નિ દિશામાં ઊભી રહી. શિબિકાના પૃષ્ટ ભાગે વૈડૂર્ય રત્નના દંડવાળા અને એક હજાર ને આઠ સુવર્ણની શલાકાવાળા પાંડુ છત્રને લઈને રાજા ઊભા રહ્યા. શિબિકાને બંને પડખે સૌધર્મ અને ઈશાન ઈંદ્ર તેરણના થંભની જેમ ચામર લઈને ઊભા રહ્યા. પછી સહસ પુરૂષોથી ઉપાડી શકાય એવી તે શિબિકા પ્રથમ સેવકપુરૂષોએ ઉપાડી, પછી શક, ઈશાન, બલિ અને ચમાર પ્રમુખ ઈદ્રોએ તથા દેવતાઓએ ઉપાડી. તેમાં દક્ષિણના ઉપરના ભાગથી શક ઈંદ્ર ઉપાડી. ઉત્તરના ભાગથી ઈશાનપતિએ ઉપાડી, અને દક્ષિણ તથા ઉત્તર બાજુના અધભાગે ચમકે તથા બળીઈદ્ર ધારણ કરી. તેમજ બીજા ભુવનપતિ વિગેરે દેવતાઓએ પોતપોતાની ગ્યતા પ્રમાણે વહન કરી. તે સમયે અત્યંત ઉતાવળા જતા ને આવતા અનેક દેવતાઓથી તે સ્થાન સાયંકાળે પક્ષીઓથી આકાશની જેમ સાંકડું થઈ ગયું. દેવતાઓએ વહન કરેલી તે શિબિકાવડે અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉત્તમ ઉપવન સમિપે પધાર્યા. તે ઉપવન, પ્રિયની જેમ હિમઋતુના આવવાથી જાણે રોમાંચિત થઈ હોય તેવી ચારેબની લતાએથી મનહર જણાતું હતું અને જાણે વનલક્ષમીએ આપેલા કસુંબાના રાતા વસ પહેર્યા હોય તેવા પાકેલા નારંગીના વનવડે અંકિત હતું. કૃષ્ણ ઈક્ષુદંડમાં પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy