SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું હસ્તાર (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં આવતા નંદનમુનિનો જીવ દશમા દેવલોકમાંથી રચવીને દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વન અવલક્યા. પ્રાતઃકાળે તેણીએ તે પિતાના સ્વામીને જણાવ્યા. રાષભદત્તે તે સંબંધી વિચાર કરીને કહ્યું કે, “આ સ્વપ્ન જેવાથી તમારે ચાર વેદને પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે, તેમાં જરા પણ સંશય નથી.” જાણે કલ્પવૃક્ષ આવ્યું હોય તેમ પ્રભુ જ્યારે દેવાનંદની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી ખ્યાશી દિવસ વ્યતિત થયા એટલે સૌધર્મ દેવકના ઈદ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવાનંદાના ગર્ભમાં આવેલા જાણી શકઇંદ્ર સિંહાસનથી ઊભા થઈ નમસ્કાર કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-“ત્રણ જગતના ગુરૂ અહત કદિ પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ પુરુષમાં સિંહ સમાન તેઓ તો છીપમાં મોતીની જેમ ઈવાકુ વિગેરે ક્ષત્રીય વંશમાંજ ઉત્પન્ન થાય છે, આ પ્રભુ નીચ કુળમાં ઉત્પન્ન થયા તે તે અસંગત થયું છે, પરંતુ પ્રાચીન કર્મને અન્યથા કરવા અહંત પ્રભુ પણ સમર્થ નથી. એ પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યો હતો તેથી જે નીચ નેત્ર કમ ઉપાર્જન કર્યું હતું તે હજુ પણ ઉપસ્થિત છે. પણ કમને વશ થઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા અહંતોને કઈ મહાકુળમાં લઈ જવા એ સર્વદા અમારો અધિકાર છે. ત્યારે હાલ ભરતક્ષેત્રમાં મોટા વંશમાં ઉત્પન્ન થયેલ રાજા અને રાણી કેણુ છે કે જેને ત્યાં-ડોલરના પુષ્પમાંથી કમલપુષ્પમાં ભ્રમરને લઈ જાય તેમ હું તેમને સંચાર કરવું. અહો મારા જાણવામાં આવ્યું, આ ભરતક્ષેત્રમાં મહીમંડલના મંડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર છે, જે મારા નગરના જેવું સુંદર છે. તે વિવિધ ચિનું સ્થળ છે, ધર્મનું તે એક કારણ છે, અન્યાયથી રહિત છે અને સાધુઓથી પવિત્ર છે. ત્યાંના રહેવાસી લોકે મૃગયા અને મદ્યપાન વિગેરે વ્યસનથી અસ્પષ્ટ છે. તેથી તે શહેર તીર્થની જેમ ભરતક્ષેત્રમાં જેને પવિત્ર કરનારું છે. તે નગરમાં ઈવાકુ વંશમાં ઉત્પન્ન થયૅલ સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે ધર્મથી જ પિતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. તે જીવાજીવાદિ તત્ત્વોને જાણનારે છે, ન્યાયમાર્ગને મોટો વટેમાર્ગ છે, પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર છે, પિતાની જેમ પ્રજાને હિતકામી છે, દિન, અનાથ વિગેરે લોકોને ઉદ્ધાર કરવામાં બંધુરૂપ છે, શરની ઇચ્છાવાળાને શરણ કરવા લાયક છે અને ક્ષત્રીયોમાં શિરોમણિ છે. તેને સતીજનમાં શ્રેષ્ઠ, અને જેના ગુણ અને આકૃતિ સ્તુતિ કરવા યોગ્ય છે એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે. સ્વભાવથી જ નિર્મળ અને ગુણરૂપ તરંગવાળી તે દેવી સાંપ્રતકાળે ગંગા નદીની જેમ પૃથ્વીને પવિત્ર કરે છે. સ્ત્રી જન્મની સાથે જ રહેનારી માયાથી પણ અકલંકિત અને સ્વભાવે સરલા એવી તે રામા પૃથ્વી પર કૃતાર્થ નામવાળી છે. તે દેવી હાલ દૈવયોગે ગર્ભિણ પણ છે, તેથી મારે તેના અને દેવાનંદાના ગર્ભને અદલબદલ કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy