SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૩ મે]. મહાવીર સ્વામીનું મોક્ષગમન [૨૫ તે સમયે જગદ્ગુરૂના શરીરને દેવતાઓએ નેત્રમાં અશુ લાવીને પ્રણામ કર્યા અને પિતે અનાથ થઈ ગયા તેને શેક કરતા છતા પાસે ઉભા રહ્યા. પછી શકે પૈર્ય ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી દેવતાઓ પાસે ગોશીષચંદનના કાષ્ટ મંગાવ્યાં અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું, અને ઈન્દ્ર પિતાને હાથે દિવ્ય અંગરાગવડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ્ત્ર ઓઢાડી જાણે નયનાશ્રુથી ફરી હવરાવતા હોય તેમ અશ્નપૂર નેત્રે શકે પ્રભુના શરીરને ઉપાડયું અને સુરાસુરેએ સાથુનયને જતાં તેને શ્રેષ્ઠ વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. પછી મહાપ્રયાસે શોકને રોકીને પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈકોએ તે શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદિજનની જેમ જય જય ઇવનિ કરતા તેની ઉપર દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા; તેમજ પોતાના નેત્રકમળના જળની જેમ સુગંધી જળની વૃષ્ટિથી ચારે બાજુ ભૂમિતળ ઉપર સિંચન કરવા લાગ્યા. ગંધર્વ દેવો પ્રભુના ગુણને વારંવાર સંભારીને ગંધર્વોની જેમ તારસ્વરથી ગાવા લાગ્યા. સેંકડો દેવતાઓ મૃદંગ અને ૫ણવ વિગેરે વાદ્યોને શેકથી પિતાના ઉરસ્થળની જેમ તાડન કરવા લાગ્યા. પ્રભુની શિબિકા આગળ શેકથી ખલિત થતી દેવાંગનાઓ અભિનવ નર્તકીઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુર્વિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણેથી અને પુષ્પમાળાઓથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગ્યા અને શ્રાવકો તથા શ્રાવિકાઓ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઈ રાસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા. તે સમયે સાધુ અને સાધ્વીના હૃદયમાં શેકે મોટું સ્થાન કર્યું. “સૂર્યને અસ્ત થતાં કમળને ગાઢ નિદ્રા પ્રાપ્ત થાયજ છે.” પછી શેકરૂપ શંકુથી વિદીર્ણ થતા હદયવાળા ઇ પ્રભુના શરીરને ચિતા ઉપર મૂકયું. અગ્નિકુમાર દેવેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો અને તેને વિશેષ પ્રદિપ્ત કરવાને વાયુમારોએ વાયુ વિકુળે. અન્ય દેવતાઓએ સુગંધી પદાર્થો અને વૃત તથા મધુના સેંકડો ઘડા અગ્નિમાં ક્ષેપક કર્યા. પછી જ્યારે પ્રભુના શરીરમાંથી માંસાદિક દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર દેએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક અને ઈશાન ઈન્દ્ર પ્રભુની ઉપરની દક્ષિણ અને વામ દાઢાઓ લીધી અને ચમરેંદ્ર તથા બલિઈન્ટે નીચેની બે દાઢાએ ગ્રહણ કરી. બીજા ઇદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્ય કલ્યાણને અથે તેમની ચિતાની ભસ્મ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણસંપત્તિના સ્થાનરૂપ એક રત્નમય સૂપ ર. આ પ્રમાણે શ્રી વીરમભુને નિર્વાણુમહિમા કરીને સર્વે ઈન્દ્રો તથા દેવતાએ નંદીશ્વર દ્વીપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓને અષ્ટાકિ ઉત્સવ કર્યો. પછી પિતાપિતાને સ્થાનકે જઈને પોતપોતાના વિમાનમાં મણિમય (માણવક) સ્તંભની ઉપર રહેલા વજીમય ગળ દાબડામાં પ્રભુની દાઢાએ તથા અસ્થિને સ્થાપન કર્યા. ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાળીસ વર્ષ એમ તેર વર્ષનું આયુષ્ય શ્રી વિરપ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થયે છતે શ્રી વીરપ્રભુનું નિર્વાણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy