SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું રસમેઘ પૃથ્વી વિગેરેને રસમય કરશે. એવી રીતે પાંત્રીસ દિવસ સુધી શાંતપણે દુદિન વૃષ્ટિ થશે. પછી વૃક્ષ, ઔષધી, લતા, વલ્લી વિગેરે લીલેરી જોઈ બીલમાં રહેનારા મનુષ્ય હર્ષ પામીને બહાર નીકળશે ત્યારથી ભારતવર્ષની ભૂમિ પુષ્પ ફલવતી થશે, એટલે પછી મનુષ્ય માંસનું ભક્ષણ કરશે નહીં, માંસને તજી દેશે. પછી જેમ જેમ કાળ વૃદ્ધિ પામશે તેમ તેમ મનુષ્યના રૂપમાં, શરીરના બાંધામાં, આયુષ્યમાં અને ધાન્ય વિગેરેમાં વધારે થતે જશે. અનુક્રમે સુખકારી પવન વાશે, અનુકુળ હતુઓ થશે, નદીઓમાં જળ વૃદ્ધિ પામશે, એટલે તિર્યો અને મનુષ્ય નિરોગી થવા માંડશે. દુઃષમાકાળને (ઉત્સર્પિણીના બીજા આરાને) અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલકરે થશે. પેલે વિમલવાહન, બીજે સુદામ, ત્રીજો સંગમ, ચેાથે સુપાર્શ્વ, પાંચમે દત્ત, છઠો સમખ અને સાતમે સંમચિ. તેમાં પહેલે વિમલવાહન જાતિસ્મરણ જ્ઞાનવડે રાજ્યને માટે ગામ અને શહેર વસાવશે; ગાય, હાથી અને અને સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદિ વ્યવહાર ફેંકોમાં ચલાવશે. પછી જ્યારે દૂધ, દહિં, ધાન્ય અને અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે તે પ્રજાહિતેચ્છુ રાજા લેકને અન્ન રાંધીને ખાવાને ઉપદેશ કરશે. - જ્યારે આવી રીતે દુષમકાળ યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સંકુચિ નામના સાતમા કુળકર રાજાની રાણી ભદ્રા દેવીની કુક્ષિમાં શ્રેણિકને જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આયુષ્ય અને શરીરે વિગેરેથી મારા સરખા તે પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે. ત્યારપછી પૂર્વની જેમ પ્રતિમપણે ત્રેવીસ તીર્થકરે શરીર, આયુ, અંતર વિગેરેથી પૂર્વ સમાન--અનુક્રમે ઉત્પન્ન થશે. શ્રેણિકને જીવ પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે. સુપાર્શ્વને જીવ શુરદેવ નામે બીજા તીર્થંકર થશે. પિદિલને જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે. કઢાયુને જીવ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થકર થશે. કાર્તિક શેઠને જીવ સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. શંખ શ્રાવકને જીવ દેવશ્રત નામે છઠ્ઠા તીર્થકર થશે. નંદને જીવ ઉદય નામે સાતમા તીર્થંકર થશે. સુનંદને જીવ પેઢાળ નામે આઠમા તીર્થંકર થશે. કૈકસીને જીવ પિટિલ નામે નવમા તીર્થંકર થશે. રેલીને જીવ શતકીર્તિ નામે દશમા તીર્થંકર થશે. સત્યકિ જીવ સુવ્રત નામે અગ્યારમા તીર્થંકર થશે. કૃષ્ણ વાસુદેવને જીવ અમમ નામે બારમા તીર્થંકર થશે. બલદેવને જીવ અકષાય નામે તેરમા તીર્થંકર થશે. રોહિણીને જીવ નિપુલાક નામે ચૌદમા તીર્થંકર થશે. સુલસાને જીવ નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. રેવતીને જીવ ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે. ગવાળીને જીવ સમાધિ નામે સત્તરમાં તીર્થકર થશે. ગાગલને જીવ સંવર નામે અઢારમા તીર્થંકર થશે દ્વીપાયનને જીવ યશોધરા નામે ઓગણીશમાં તીર્થકર થશે. કર્ણને જીવ વિજય નામે વીસમા તીર્થંકર થશે. નારદને જીવ મલ્લ નામે એકવીસમા તીર્થંકર થશે. અબડને જીવ દેવ નામે બાવીસમા તીર્થંકર થશે. બારમા ચક્રવતી બ્રાદત્તને જીવ અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે. અને સ્વાતિને જીવ ભદ્રકૃત નામે ચોવીસમા તીર્થંકર થશે. ૧ આ વીશીમાં પૂર્વભવી જીવ વિગેરેમાં પાઠાંતરે છે, તેને નિર્ણય અહીં થઈ શકે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy