________________
૧૦]
- શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું ત્રિપષ્ટ અને સૈન્યના યુદ્ધને અટકાવીને પોતેજ રથી થઈ યુદ્ધ કરવા લાગ્યા. અશ્વગ્રીવના સવ અને નિષ્ફલ થતાં તેણે શત્રુની ગ્રીવાને છેદવામાં લંપટ એવું ચક્ર ત્રિપૃષ્ઠની ઉપર મૂક્યું. તે વખતે લોકોએ હાહાકાર કર્યો. તે ચક્ર જેમ અષ્ટાપદ જનાવર પર્વતના શિખર ઉપર પડે તેમ તુંબ ભાગથી વિપૃષ્ટના ઉરસ્થળપર પડયું. પછી વીરશ્રેષ્ટ ત્રિપૃછે તે ચક્ર હાથમાં લઈ તેના વડે કમળનાળની જેમ લીલામાત્રમાં અશ્વગ્રીવના કંઠને છેદી નાખે.
તે વખતે “આ અચલ અને ત્રિપૃષ્ટ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ પૂર્વક આઘેષણ કરી. તત્કાળ સર્વ રાજાઓએ આવીને તેમને પ્રણામ કર્યો. પછી તે બંને વીરાએ પોતાના પરાક્રમથી દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. તે પ્રથમ વાસુદેવે પોતાની ભુજાવડે કટિશિલાને ઉપાડીને છત્રની જેમ લીલામાત્રમાં મસ્તક સુધી ઉંચી કરી. પછી સર્વ ભૂચકને પરાક્રમથી દબાવીને તે પોતનપુર ગયા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. જે જે રત્નવસ્તુ તેનાથી દૂર હતી, તે સર્વ ત્રિપૃષ્ટ પાસે આવીને તેને આશ્રિત થઈ. તેમાં ગાયકોમાં રત્નરૂપ કેટલાક મધુર સ્વરવાળા ગાયકો પણ ત્રિપૃષ્ઠની પાસે આવ્યા. એક વખતે તે ગાયકો ગાતા હતા અને વાસુદેવ શયન કરતા હતા, તે વખતે તેમણે પિતાના શય્યાપાળને આજ્ઞા કરી કે, “આ ગાયકો ગાય છે તેઓને મારા ઉંઘી ગયા પછી રજા આપવી.” શય્યાપાળે “બહુ સારું” એમ કહ્યું. પછી ત્રિપૃષ્ઠને તો નિદ્રા આવી ગઈ, પણ તે ગાયકોના મધુર ગાયનમાં લુખ્ય થયેલા શય્યાપાળે તે ગાયકને વિદાય કર્યા નહિ. એમ કરતાં પ્રાતઃકાળ થવા આવ્યું એટલે વાસુદેવ ઊડ્યા. તેમણે ગાયકોને ગાતાં જોઈ શય્યાપાળને કહ્યું કે, “તે આ ગાયકોને કેમ વિદાય કર્યા નહીં?” તે બોલ્યો-“સ્વામી ! ગાયનના લેભથી. આવો ઉત્તર સાંભળી વાસુદેવને કેપ ચડયો. તેથી પ્રાતઃકાળે તેના કાનમાં તપાવેલું સીસુ રેડાવ્યું. તેથી તે શય્યાપાળ મરણ પામ્યો. તે કૃત્યથી ત્રિપુટે અશાતા વેદનીય કર્મ નિકાચિત બાંધ્યું. તે સિવાય તે ભાવમાં પ્રભુપણાને લીધે તેણે બીજું પણ ઘણું મહા માઠા પરિણામવાળું ઉગ્ર કર્મ બાંધ્યું. એ પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃથે હિંસાદિકમાં અવિરતપણે અને મહા આરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે ચોરાશી લાખ વર્ષ નિગમન કર્યા. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નરકમાં નારકી થયો અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈ મૃત્યુ પામીને મોક્ષે ગયા.
ત્રિપૃષ્ણને જીવ નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયો. તે મૃત્યુ પામી ચોથી નરકે ગયો. તેવી રીતે તે તિર્યંચ અને મનુષ્યાદિ તિમાં ઘણા ભવ ભમ્યો. પછી મનુષ્ય જન્મ પામીને તેણે શુભ કમ ઉપાર્જન કર્યું, તેથી તે અપરવિદેહમાં મૂકાનગરીને વિષે ધનંજય રાજાની ધારિણું નામની રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વએ જેની ચક્રવત્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ યોગ્ય સમયે જન્મ આપ્યું. માતાપિતાએ તેનું પ્રિય મિત્ર એવું નામ પાડ્યું. માતાપિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org