________________
સગ ૧૨ મા]
ઉદાયીને જન્મ
[ ૨૨૫
આવી રીતે શ્રેણિકરાજાને બાંધી ઉગ્રપણે રાજ્ય કરતાં કૃણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયેા. તે વધામણી લઈને આવેલા દાસદાસીઓને કૃણિકે વઆભરણુથી આચ્છાદિત કરી કલ્પલતા જેવા કરી દીધા. પછી પેાતે અંતઃપુરમાં જઈને પુત્રને હાથમાં લીધેા. તેના કરકમળમાં રહેલા તે બાળક હુંસના બાળકની જેવા શેાલવા લાગ્યા. નયનરૂપ કમળને સૂય સમાન તે પુત્રને જોતો કૂણિક પરમ આનંદમાં મગ્ન થઈ એક લેાક ખેલ્યા, જેના ભાવાથ એવે। હતો કે – હૈ વત્સ! તું મારા અંગથી ઉત્પન્ન થયા છે અને મારા હૃદયથી ખનેલા છે, તેથી મારા આત્મા સમાન છે, માટે તું સે। વર્ષ સુધી જીવ!' આ પ્રમાણે વારંવાર ખેલતો કૃણિક વિશ્રાંત થયેા નહીં; અર્થાત્ તે શ્લાકના મિષથી હૃદયમાં નહી' સમાતા હર્ષોંનું તે વમન કરવા લાગ્યા. પછી કુમારના રક્ષણમાં ચતુર એવી વૃદ્ધ સ્ત્રીએ રાજાના હાથમાંથી પુત્રને સૂતિકાગૃહની શય્યામાં લઈ ગઈ. રાજાએ પુત્રના જાતકમાઁ મહત્સવ કર્યાં; અને શ્રાવક એવા બ્રાહ્મણુ વિગેરેને યથારૂચિ દાન આપ્યું.પછી શુભ દિવસે કૃણિકે મેાટા ઉત્સવથી તે પુત્રનુ ઉદાયી એવુ નામ પાડ્યુ. સુવણુ સરખી કાંતિવાળા કુમાર દિવસે દિવસે રક્ષકાથી રક્ષણ થતા ઉદ્યાનના વૃક્ષેાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. તે કુમારને કટી ઉપર બેસાડીને નિરંતર ફરતો કૃણિક પુતળીવાળા સ્તંભની જેવે! લાગતો હતો. કાલાકાલા શબ્દોથી કુમારને ખેલાવતો કૃણિક ખેલવામાં અજ્ઞાન એવા શિશુની શૈાભાને ધારણ કરતો હતા. બેસતાં, સુતાં, ચાલતાં, અને ભાજન કરતાં અંગુળીમાંથી મુદ્રિકાની જેમ રાજા તેને હાથમાંથી મુકતો નહાતો.
એક વખતે પુત્રવત્સલ કૂણિકરાજા ડાખા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમવા બેઠા હતો; તેણે અધુ` ભેાજન કર્યું, તેવામાં તે અભ'કે મૂત્રોત્સગ' કર્યાં, એટલે ઘીની ધારાની જેમ તેના મૂત્રથી ધારા ભેાજન ઉપર પડી. ‘ પુત્રના પેશાખના વેગના ભંગ ન થાઓ' એવું ધારી કૃણિકે પેાતાના સાથળ હલાવ્યે પણ નહી”. “ પુત્રવાત્સલ્ય એવુ હાય છે.” પણ મૂત્રથી આદ્ર થયેલુ અન્ન પેાતાને હાથે દૂર કરી ખાકીનું અન્ન તેજ થાળમાં તે ખાવા લાગ્યા. પુત્રના પ્રેમથી તે ભાજન પણ તેને સુખદાયક લાગ્યું. આ સમયે તેની માતા ચક્ષણા પાસે બેઠી હતી, તેને કૂણિકે પૂછ્યું કે, “ હું માતા ! કોઇને પેાતાના પુત્ર આવે પ્રિય હતો કે અત્યારે હશે ?” ચેક્ષણા ખેલી—અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પશુ અત્ય'ત વહાલા હતો, તે શું નથી જાણતો ? મને દુષ્ટ દાહદ થવાવડે તુ જન્મ્યા છું, અને તેથીજ તુ' તારા પિતાના બૈરી થયે। છું; · સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણેજ દહદ થાય છે.' ગર્ભમાં રહેલા તુ તારા પિતાના બૈરી છુ', એવું જાણી મે' પતિના કલ્યાણુની ઇચ્છાથી ગર્ભપાત કરવા માટે અનેક પ્રયત્ન કર્યાં હતા, તથાપિ તું તે તે ઔષધેાથી નાશ ન પામતાં ઉલટા પુષ્ટ થયેા હતો. · બળવાન્ પુરૂષને સવ વસ્તુ પથ્ય થાય છે.' તારા પિતાએ ‘હું પુત્રનું... મુખ કયારે એ?' એવી આશાથી મારા નઠારા દહલાને પણ પૂર્ણ કર્યાં હતા. પછી જ્યારે તું ધારી મેં તજી દીધા હતો, પણ તારા પિતા પેાતાના
જન્મ્યા ત્યારે તને તારા પિતાના બૈરી
D - 29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org