SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું “ધરણેનું વચન અન્યથા થતું નથી.” પછી તેણે વિઘન્માળી વાળી દેવાધિદેવની પ્રતિમાના શાસનમાં બાર હજાર ગામ આપ્યા. અન્યદા વીતભય નગરમાં રહેલા ઉદાયન રાજાની પાસે આવીને પ્રભાવતી દેવે સનેહપૂર્વક કહ્યું કે-“હે રાજન ! અહીં જે પ્રઘોતરાજાએ મૂકેલી જીવિતસ્વામીની પ્રતિમા છે, તે પણ સામાન્ય નથી, તે મહા પ્રભાવિક ઉત્તમ તીર્થરૂપ છે. એ પ્રતિમાં બ્રહ્મર્ષિ મહાત્મા શ્વેતાંબરી કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરેલી છે. તેથી એ પ્રતિમાને પ્રાચીન પ્રતિમાની જેમજ તમારે પૂજવી અને ગ્ય સમયે મહા ફળવાળી સર્વવિરતિ ગ્રહણ કરવી.” ઉદાયને તે વાણી સ્વીકારી, એટલે તેના મનરૂપી અંકુરમાં મેઘ સમાન તે દેવ અંતર્ધાન થઈ ગયે. અન્યદા ઉદાયને ધર્મકાર્યમાં ઉઘુક્ત થઈ પૈષધશાળામાં પાક્ષિક પર્વણીએ પૌષધવત ગ્રહણ કર્યું. રાત્રિ જાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના સહેદર જે આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયે. તે ગામ અને તે નગરને ધન્ય છે કે જે શ્રી વિરપ્રભુએ પવિત્ર કરેલ છે, તે રાજાદિકને પણ ધન્ય છે કે જેઓએ તેમના મુખથી ધર્મ સાંભળ્યો છે, અને જેઓએ તે વીરપ્રભુના ચરણકમળની સાંનિધ્યે પ્રતિબંધ પામી બાર પ્રકારના ગૃહીધર્મ અંગીકાર કર્યો છે, તેઓ કૃતાર્થ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેઓ સર્વવિરતિને પામ્યા છે, તેઓ સ્લાધ્ય અને વંદનીય છે, તેમને મારો નિત્ય નમસ્કાર છે. હવે જે સ્વામી આ વીતભયનગરને પોતાના વિહારવડે પવિત્ર કરે, તે હું તેમના ચરણમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.” (પ્રભુ કહે છે, “હે અભયકુમાર! આવે તેને અધ્યવસાય જાણી તેને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેના નગરમાં સમવસર્યા. તે રાજા અમારી પાસે આવી અમને વાંદી દેશના સાંભળીને ઘેર ગયે. પછી પોતાના વિવેકગુણની યોગ્યતા પ્રમાણે તેણે આ પ્રમાણે વિચાર્યું–‘વ્રતની ઈચ્છાવાળો થઈ જે પુત્રને રાજ્ય આપું, તે મેં તેને આ સંસારરૂપ નાટકને એક નટ કર્યો કહેવાય. નીતિવેત્તાઓ પણ રાજ્યને નરકાંત કહે છે, અર્થાત રાજ્યને અંતે નરક કહે છે, તેથી હું પુત્રને રાજ્ય આપીશ નહિ, કેમકે જે આપીશ તે તેને હિતકારી કહેવાઈશ નહિ.' આવે વિચાર કરી સૂર્ય જેમ અગ્નિને તેજ અર્પણ કરે તેમ ઉદાયને કેશી નામના પિતાના ભાણેજને રાજ્યશ્રી અર્પણ કરી, અને જીવિતસ્વામીની પૂજાને માટે ઘણું ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા. પછી કેશરાજાએ જેને નિષ્ક્રમણ ઉત્સવ કરે છે એવા ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસથી માંડીને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશ વિગેરે તપ કરવાવડે તેણે પોતાના કર્મોની જેમ પોતાના દેહને પણ શેષિત કરી નાખ્યો છે.” રમા પ્રમાણે વૃત્તાંત કહીને છેવટે વીરપ્રભુ બોલ્યા કે-“હે અભયકુમાર! તુણની જેમ રાજ્યલક્ષમીને છોડી શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ થયા છે.' इत्याचार्य श्री. हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि रोहिणेयचरित-अभयकुमारापरिहार-उदायन चरित-प्रद्योतबंधन-उदायनप्रव्रज्यावर्णनो नाम gછાઃ સઃ | ૨૨ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy