SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું હાથીઓનો મદ નાશ પામી ગયે છે તેથી જરૂર અહિં અનિલગ ગંધહસ્તી આવી ગયે લાગે છે. એ અનિલગ હાથી પર બેસી અહીં આવીને ચંડપ્રદ્યોત રાજા ગઈ રાત્રે ચારની જેમ તે પ્રતિમા અને દેવદત્તા દાસીનું હરણ કરી ગયો જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તરત જ ઉદાયન રાજાએ તેની ઉપર ચડાઈની તૈયારી કરી. જાણે બીજી જયભંભા હોય તેમ અશ્વોની ખરીઓથી તે પૃથ્વીને વગાડવા લાગ્યા. દશ મુગટબદ્ધ રાજાઓ પણ તેની પાછળ ચડ્યા. તેઓ બધા મળીને અગ્યાર રૂદ્રની જેમ મહા પરાક્રમીપણે ભવા લાગ્યા. જાંગળ ભૂમિમાં ચાલતાં ઉદાયન રાજાના સૈન્યની ઉપર સૂર્યના તીક્ષણ કરણે કુરવા લાગ્યા. પરસ્પર અફળતા અને પૃથ્વી પર પડતા સિનિકે એ દિવસે પણ ઘુવડની જેમ તૃષાક્રાંત થવાથી કાંઈ પણ જોયું નહીં. તત્કાળ ઉદાયને પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. “વ્યસન પ્રાપ્ત થતાં ઈષ્ટ દેવને કણ ન સંભારે?” સ્મરણ કરતાં જ તે દેવ પ્રગટ થયો. અને તત્કાળ નિર્મળ જળવડે ત્રણ સરોવર ભરી દીધા, તે સાથે હર્ષથી સૈનિકોને પણ ભરી દીધા. પછી તેમાંથી જળપાન કરીને બધું કટક સ્વસ્થ થયું. “જળ વિના જીવી શકાય નહીં.” પછી પ્રભાવતી દેવ પિતાને સ્થાને ગયે. અને ઉદાયન ઉજજયિની નગરીની સમિપે આવ્યું. થોડા વખતમાં ઉદાયનરાજા અને અવંતીના પતિ ચંડવોને પરસ્પર દૂતમુખે રથસંગ્રામ કરવાની પ્રતિજ્ઞા થઈ ધનુષ્યધારી ઉદાયન રાજા સંગ્રામના રથમાં બેઠે અને બીજા રણવાદ્યની સાથે ધનુષ્યની પણછને પણ નાદ કર્યો. પ્રદ્યોતને લાગ્યું કે “ઉદાયન રાજા રથવડે અજેય છે” એટલે તે અનિલવેગ હાથી ઉપર બેઠે. “બળવાનની સામે શી રીતે પ્રતિજ્ઞા રહે?” ઉદાયન રાજા તેને ગજારૂઢ થયેલ જોઈ બે કે-“અરે પાપી! તું સત્યપ્રતિજ્ઞ રહ્યો નહીં તથાપિ જીવતા રહેવાને નથી.” આ પ્રમાણે કહીને પિતાના રથને વેગવડે કુંડાળામાં ગોળાકૃતિએ ફેરવતે મહા પરાક્રમી ઉદાયન રાજા હસતે હસતો યુદ્ધ કરવાને તેની નજીક ગયે અને ધનુર્ધારીઓમાં ધુરંધર એવા તેણે સોયની અણી જેવા તીણ બાવડે ચારે બાજુથી અનિલગ હાથીનાં પગનાં તળીયાં વીંધી નાખ્યા. તેથી ફરતી શલાકાથી પૂરાયેલા પાત્રના મુખ જેવા ચરણવડે તે હાથી ચાલી શક્યો નહીં અને તત્કાળ પૃથ્વી પર પડી ગયે; એટલે ઉદાયને પ્રદ્યોતને હાથી ઉપરથી નીચે પડી પિતાના યશરાશિની જેમ તેને હાથવડે પકડીને બાંધી લીધે. પછી તે ઉજયિનીપતિના લલાટ ઉપર “દાસીપતિ’ એટલા અક્ષરો પિતાની નવીન પ્રશસ્તિની જેમ ઉદાયન રાજાએ લખાવ્યા. એ પ્રમાણે દાસની જેમ તેને અંકિત કરીને વીતભય નગરને સ્વામી પોતાની દિવ્યપ્રતિમા લેવાને માટે વિદિશામાં જ્યાં રાખેલ હતી ત્યાં ગયા. ત્યાં જઈ તે દિવ્ય પ્રતિમાની પૂજા કરી નમસ્કાર કરીને તેને ઉપાડવા લાગ્યું, પણ પર્વતની જેમ તે કિંચિત્ ચળાયમાન થઈ નહીં. એટલે ઉદાયન તે દેવાધિદેવને વિશેષ પૂજીને બે કે, “હે પ્રભુ! શું મારૂં અભાગ્ય છે કે તમે આવતા નથી?' તેના જવાબમાં તે પ્રતિમાને અધિષ્ઠાયિક દેવ પ્રતિમામાં પ્રવેશ ૧. જેના ગંધવડે બીજા સામાન્ય હાથીઓના મદ ગળી જાય તે “ગંધહસ્તી' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy