SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૧ મે ] રોહિણેય વિગેરેનાં વૃત્તાંત [ ૨૧૩ ગયા. રાજાએ તેને પૂછ્યું, એટલે તેણે બે ભાષા સુવર્ણ માટે વહેલા જવાની કથા જેવી હતી તેવી કહી આપી. રાજાને તે વાત સાંભળીને તેના પર બહુ દયા આવી. તેથી બેલ્યા કે, “અરે દ્વિજ! તારી જે ઈચ્છા હોય તે માગી લે, હું આપીશ.” તે સાંભળી હું વિચારીને માગીશ.” એમ કહી કપિલ અશક વનમાં જઈ યોગીની જેમ એકાન્ત એક ચિત્તે ચિંતવન કરવા લાગ્ય જે બે ભાષા સુવર્ણ માગું તે તેનાથી માત્ર અન્નવસ્ત્રાદિક મળે, માટે રાજા પાસેથી સો સોનૈયા માગી લઉં. લેભમાં પડ્યા પછી થોડી યાચના શા માટે હોય?” વળી વિચાર્યું કે, સો સોનૈયાથી કાંઈ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે એક હજાર નૈયા માગી લઉં.” વળી વિચાર્યું કે, “એક હજાર સોનૈયાથી મારાં છોકરાઓના વિવાહાદિક ઉત્સવ શી રીતે થાય, માટે એક લાખ સોનૈયા માગી લઉં; કેમકે હું યાચના કરવામાં ચતુર છું.' વળી ચિંતવ્યું કે, “એક લાખ સેનયાથી મારા મિત્રો અને સગાં સંબંધીઓને તેમજ દીન જનને ઉદ્ધાર શી રીતે થાય, માટે એક ક્રોડ અથવા હજાર ક્રોડ નૈયા માગી લઉં.” આવું ચિંતવન કરતાં કોઈ શુભ કર્મના ઉદયથી તેને શુભ પરિણામવાળી બુદ્ધિ ઉત્પન્ન થઈ. “બુદ્ધિઃ કર્માનુસારિણી છે.” તે પાછો વિચારવા લાગે કે-“અહો ! બે ભાષા સુવર્ણથી મને જે સંતોષ હતું, તે સંતેણે અત્યારે કેટી સોમૈયાની પ્રાપ્તિના વિચારમાં પડી જવાથી જાણે ભય પામ્ય હેય તેમ મને છોડી દીધો જણાય છે. હું અહિં વિદ્યા મેળવવાને માટે આવ્યું, તેમાં મને આવું દુર્વ્યસન થયું, તે સાગર પ્રત્યે જવાની ઈચ્છાવાળે હિમાલય જાય તેના જેવું થયું છે. મારા જેવા અધમમાં જે ગુરૂનું જ્ઞાનદાન, તે સ્થળમાં કમળ પવા જેવું છે, કેમકે મેં અકુલીનને ગ્ય એવું એક નીચ દાસીનું પણ દાસપણું કર્યું છે. પણ હવે આવા મહા માઠા વિષયોથી સર્યું. આ પ્રમાણે વિચાર કરતાં તે પરમ સંવેગ પામ્યો અને તત્કાળ જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે સ્વયં બુદ્ધ થયે. તરતજ પિતાની મેળે તેણે કેશને લેચ કર્યો અને દેવતાએ આપેલાં રજોહરણ તથા મુખવસ્ત્રિકા વિગેરે તેણે ગ્રહણ કર્યા. પછી તે રાજાની પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું કે, “કહે, શું વિચાર્યું?” પછી તેમણે પિતાના મને રથને વિસ્તાર સંભળાવીને કહ્યું કે यथा लाभस्तथा लोभो, लाभे लोभ : प्रबर्द्धते । द्विमाष्या चिंतितं कार्य, कोट्यापि हि न निप्टितं ॥' જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ થાય છે, અર્થાત્ લાભવડે લેભ વૃદ્ધિ પામે છે, જુઓ બે ભાષા સુવર્ણથી ચિંતવેલું કાર્ય કેટી સોનૈયાથી પણ પૂરું થયું નહીં.” રાજા વિસ્મય પામીને બે કે, “હું તમને કોટી સોનૈયા આપીશ, માટે વ્રતને છોડી દે અને ભેગ ભેગવે, કેમકે વ્રતના ફળને માટે કે જામીન નથી.” કપિલ મુનિ બોલ્યા કે, “હે રાજન! અનર્થનેજ આપનારા એવા દ્રવ્યની મારે હવે કાંઈ પણ જરૂર નથી. હું તો હવે નિગ્રંથ થયો છું, માટે હે ભદ્ર! તમને ધર્મલાભ થાઓ.” આ પ્રમાણે કહીને કપિલ મુનિ ત્યાંથી નીકળ્યા અને નિર્મમ, નિસ્પૃહ તેમજ નિરહંકારી થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy