SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એક વખતે શ્રેણિકરાજાએ અભયકુમારને કહ્યું કે, “વત્સ! હવે તું રાજ્યને આશ્રય કર, એટલે હું પ્રતિદિન શ્રી વીરપ્રભુની સેવાના સુખને આશ્રય કરૂં.” પિતાની આજ્ઞાના ભંગથી અને સંસારથી ભીરૂ એવો અભયકુમાર બે કે-આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પણ તેને માટે હજુ થોડીક રાહ જુએ.” આવી વાત ચાલે છે તેવામાં શ્રી વીરપ્રભુ ઉદાયના રાજાને દીક્ષા આપી મરૂમંડળમાંથી ત્યાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી “આજે મારે સારે નશીબે ભગવંત અહિં પધાર્યા” એમ વિચારી હર્ષ પામીને અભયકુમાર પ્રભુની પાસે આવ્યા અને ભગવંતને ભક્તિથી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે સ્વામિના! જે જીવનું એકાંત નિત્યપણું માનીએ તે કૃતનાશ અને અકૃતાગમ દેષ આવે છે અને એકાંત અનિત્યપણું માનીએ તે પણ કૃતનાશ અને અકૃતાગમ દોષ આવે છે. વળી જે આત્માનું એકાન્ત નિત્યપણું લઈએ તે સુખદુઃખને ભેગ રહેતું નથી, અને એકાંત અનિત્યપણું લઈએ તે પણ સુખ દુઃખને ભેગ રહેતું નથી, પુણ્ય અને પાપ તથા બંધ અને મોક્ષ જીવને એકાંત નિત્ય માનનારા દર્શનમાં સંભવતા નથી, તેમજ એકાંત અનિત્ય માનનારા દર્શનમાં પણ સંભવતા નથી. ક્રમ અને અનનુક્રમવડે જે જીવને નિત્ય માનીએ તે તેને અર્થકિયા ઘટતી નથી તેમજ જે એકાંત ક્ષણિકપણું માનીએ તેપણ અર્થ ક્રિયા ઘટતી નથી. તેથી હે ભગવન ! જે તમારા કહેવા પ્રમાણે વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ હેય તે તે યથાર્થ હેઈને તેમાં કોઈ પણ દેષ આવતું નથી. ગેળ કફને ઉત્પન્ન કરે છે અને સુંઠ પિત્તને ઉત્પન્ન કરે છે, પણ જે તે બંને ઓષધમાં હોય તે કાંઈ પણ દેષ ઉત્પન્ન થતો નથી. વળી અસત્ પ્રમાણની પ્રસિદ્ધિવડે બે વિરૂદ્ધ ભાવ એક ઠેકાણે ન હોય એમ કહેવું પણ મિથ્યા છે, કારણ કે કાબરચીત્રી વસ્તુમાં વિરુદ્ધ વર્ણને ચેગ નજરે દેખાય છે. વિજ્ઞાનને એક આકાર તે વિવિધ આકારના સમુદાયથી થયેલો છે તે પ્રમાણે માનતાં પ્રાણ એવો બૌદ્ધ અનેકાંત મતને તેડી શક્ત નથી. “એક અને અનેકરૂપ પ્રમાણુ વિચિત્ર રીતે છે” એમ કહેવાથી વૈશેષિક મતવાળો એકાંત મતને તેડી શકતું નથી. વળી સત્તાદિક વિરૂદ્ધ ગુણેથી ગુંથાયેલ આત્માને માનતાં સાંખ્ય મતવાળો પણ અનેકાંત મતને તેડી શકતું નથી, અને ચાર્વાકની વિમતિ કે સંમતિ મેળવવાની તે જરૂરજ નથી, કારણ કે તેની બુદ્ધિ તે પરલેક, આત્મા અને મોક્ષના સંબંધમાં મૂઢ થઈ ગયેલી છે. તેથી હે સ્વામિન્ ! તમારા કથન પ્રમાણે ઉત્પાદ, વ્યય અને પ્રવપણે ગોરસ વિગેરેની જેમ સિદ્ધ કરેલ વસ્તુ વસ્તુપણે રહેલ છે અને તે સર્વ રીતે માન્ય છે.” આ પ્રમાણે સ્તુતિ કરી પુનઃ પ્રભુને નમીને અભયકુમારે પૂછ્યું કે, “હે સ્વામિનું ! છેલ્લા રાજર્ષિ કોણ થશે ?' પ્રભુ બોલ્યા કે, “ઉદાયન રાજા' અભયકુમારે ફરીથી પૂછયું, “હું પ્રભુ! તે ઉદાયન રાજા કોણ?' એટલે પ્રભુએ ઉદાયનરાજાનું ચરિત્ર આ પ્રમાણે કહી સંભળાવ્યું. સિંધુસીવીરદેશમાં વીતભય નામે નગર છે, તે નગરમાં ઉદાયન નામે પરાક્રમી રાજા હતે. તે વિતભય વિગેરે ત્રણસને ત્રેસઠ નગરને અને સિંધુસીવીર વિગેરે સોળ દેશનો સ્વામી હતો. મહાસેન વિગેરે દશ મુગટબદ્ધ રાજાઓને નાયક હતું, અને બીજા પણ ઘણા સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy