SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૧ મે ] ૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે [૨૦૧ નને હાથવતી સંજ્ઞા કરીને કહ્યું કે, “ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ.” પછી તે ચાલતાં ચાલતાં બે કે-“આ વાસવદત્તા, કાંચનમાળા, વસંતક, ઘોષવતી અને વત્સરાજ વેગવતી હાથિણી ઉપર બેસીને જાય છે.” ઘણા વેગથી હાથિણીને ચલાવતાં વત્સરાજ પણ સર્વેને જાણતો થયે. ગુપ્તપણે નાસી જઈને તેણે ક્ષત્રિયવતને લેપ્યું નહીં. આ પ્રમાણે પાંચ જણની સાથે ઉદયન જતા રહ્યાની ખબર જાણી જાણે પાશક્રિીડા કરતો હોય તેમ પ્રદ્યોત હાથ ઘસવા લાગ્યો. પછી મહા પરાક્રમી ઉજજયનીપતિએ તરતજ અનલગિરિ હાથીને તૈયાર કરાવી, તેના પર મહા યુદ્ધાઓને બેસાડીને તેના પછવાડે પકડી લાવવા રવાને કર્યો. એકદમ પચવીશ યોજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી તે હાથી વેગવતી હાથિણની નજીક આવી પહોંચ્યો. એટલે ઉદયને ભયંકર હાથીને દીઠે. તરત જ ચાર ઘડામાંથી એક મૂત્રને ઘડો પૃથ્વી પર પછાડી ફોડી નાખે. અને હાથિણીને હંકારી મૂકી. હાથિણીનું મૂત્ર સુંઘવા માટે અનલગિરિ હાથી ક્ષણવાર ઉભે રહ્યો. પછી જ્યારે ઘણા કષ્ટ હાંક્યો, ત્યારે પાછે ઉદયનની પાછળ ચાલ્યું. બીજીવાર નજીક આવતાં બીજે મૂત્રને ઘડે ફોડ્યો. એટલે વળી હાથી ક્ષણવાર અટક્યો. એવી રીતે ચારે ઘડા ફેડી વત્સરાજે અનલગિરિ હાથીની ગતિને અટકાવી; અને ચાર કકડે સો યોજન પૃથ્વીને એળંગીને તે કૌશાંબી નગરીમાં પેસી ગયે. શ્રાંત થઈ ગયેલી હાથિણી તરતજ મૃત્યુ પામી ગઈ. પછી જેવામાં મૂત્રને સુંઘતો હાથી આવી પહએ, તેવામાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધ કરવાને તૈયાર થઈ સામી આવી. એટલે હાથી પર બેઠેલા મહાવતો અનલગિરિને પાછો વાળી જેમ આવ્યા હતા તેમજ પાછા ઉજજયિનીએ ચાલ્યા ગયા. પછી કપમાં યમરાજ જેવા રાજા પ્રદ્યોતે સૈન્યની તૈયારી કરવા માંડી, પણ ભક્ત એવા કુળમંત્રીઓએ તેને યુક્તિપૂર્વક સમજાવીને નિવાર્યો અને કહ્યું કે, “હે રાજન્ ! તમારે કઈ રોગ્ય વરને કન્યા તે આપવીજ હતી, ત્યારે વત્સરાજથી અધિક એ બીજે કયો જામાતા મેળવશે? વાસવદત્તા સ્વયંવરા થઈને તેને વરી તે હે સ્વામિન્ ! તેને પુણ્યથી તેને ચગ્ય વરની પ્રાપ્તિ થઈ એમ સમજે. માટે યુદ્ધની તૈયારી કરે નહીં, તેનેજ જામાતા માને, કારણ કે તે વાસવદત્તાના કૌમારપણાને હરનાર થયો છે.” આ પ્રમાણે મંત્રીઓએ સમજાવ્યું, એટલે તેણે હર્ષથી વત્સરાજ ઉપર જામાતૃપણને ચગ્ય એવી કેટલીક વસ્તુઓ મેકલી. એક વખતે ઉજેણી નગરીમાં મોટી અગ્નિની લ્હાય લાગી. પ્રદ્યોતે તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછયો, એટલે અભય બે કે-જેમ વિષનો ઉપાય વિષ છે, તેમ અગ્નિનો ઉપાય અગ્નિ છે, માટે બીજે કંઈ ઠેકાણે અગ્નિ પ્રજાળે કે જેથી તે અગ્નિ શાંત થશે.” રાજાએ તેમ કર્યું એટલે તે હાય શાંત થઈ ગઈ. રાજાએ પ્રસન્ન થઈ ત્રીજું વરદાન આપ્યું, તે પણ અભયકુમારે થાપણ તરીકે રાખ્યું. D - 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy