________________
૧૮૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૪ મું થયે ત્યારે તેના પિતાએ નિશાળે મૂકીને તેને બધી કળાઓ ભણાવી. અનુક્રમે યુવતિજનને વલ્લભ એવો શાલિભદ્ર યૌવન વયને પ્રાપ્ત થતાં નવીન પ્રદ્યુમ્નની જેમ સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યો. તે નગરના શ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યાઓ શાલિભદ્રને આપવાને માટે ગંભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગભશેઠે હર્ષ પામી તેનો સ્વીકાર કર્યો અને સર્વ લક્ષણસંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાળિભદ્રને પરણાવી. પછી વિમાનની જેવા રમણિક પિતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાળિભદ્ર વિલાસ કરવા લાગ્યું. તે એવા આનંદમાં મગ્ન થત હતું કે રાત્રિ કે દિવસને પણ જાણતો નહોતે. માતાપિતા તેને ભોગસામગ્રી પૂરી પાડતા હતા. અન્યદા ગોભદ્ર શેઠ શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલેકે ગયા. ત્યાંથી અવધિજ્ઞાનવડે પિતાના પુત્ર શાલિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ રી સહિત તેને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વિગેરે પૂરવા લાગ્યા. અહીંપુરૂષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રા કરતી હતી અને શાલિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભેગેનેજ ભગવતો હતો.
અન્યદા કોઈ પરદેશી વ્યાપારી રત્નકંબળ લઈને શ્રેણિક રાજાની પાસે વેચવા આવ્યા, પરંતુ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિકે તે ખરીદ્યા નહીં, એટલે તેઓ ફરતા ફરતા શાળિભદ્રને ઘેર ગયા. ત્યાં ભદ્રાએ મેં માગ્યું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધા. એવામાં ચેસણુએ તેજ દિવસે શ્રેણિકને કહ્યું કે, “મારે યોગ્ય એક રત્નકંબળ લાવી આપે.” એટલે શ્રેણિકે એક રનર્કમળ ખરીદવાને માટે તે વ્યાપારીને બોલાવ્યા. તેઓએ કહ્યું કે, “રત્નકંબળો તો ભદ્રાએ ખરીદી લીધા છે.” પછી શ્રેણિક રાજાએ એક ચતુર પુરૂષને મૂલ્ય આપીને રત્નકંબલ લેવા સારૂ ભદ્રાની પાસે મોકલ્યો. તેણે આવીને રત્નકંબળ માગ્યું, એટલે ભદ્રા બોલી કે, “શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુવાને માટે તે રત્નકંબળના કડકા કરીને મેં આપી દીધા છે, તેથી જે જીર્ણરત્નકંબલેથી કાર્ય હોય તો રાજા શ્રેણિકને પૂછીને આવો અને લઈ જાઓ.” ચતુર પુરૂષે એ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળીને ચેલ્લણ રાણી બેલી કે “જુઓ! તમારામાં ને એ વણિકમાં પીતળ અને સુવર્ણના જેટલું અંતર છે.' પછી રાજાએ કૌતુકથી તેજ પુરૂષને મોકલી શાળિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવીને કહ્યું કે મારો પુત્ર કદિ પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો.” શ્રેણિકે કૌતુકની તેમ કરવાને કબુલ કર્યું. એટલે ક્ષણવાર પછી આવવાનું કહી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં વિચિત્ર વસ્ત્ર અને માણિક્યાદિવડે રાજમાર્ગની શોભા રાજમહેલથી તે પોતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. પછી તેણીએ કહેવરાવવાથી દેવતાની જેમ ક્ષણમાં તૈયાર કરેલી માર્ગની શોભાને જોતો જતો શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યા. જ્યાં સુવર્ણના સ્તંભ ઉપર ઇંદ્રનીલમણિના તોરણે ઝુલતા હતા, દ્વારની ભૂમિ ઉપર મોતીના સાથીઆની શ્રેણીઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા અને આખું ઘર સુગંધી દ્રવ્યથી ધૂપિત થયેલું હતું. તે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org