SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૯ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર. [ ૧૭૫ સંસારથી ભય પામ્યું છે, તેથી ભયમાંથી રક્ષણ કરનારી દીક્ષા હું ગ્રહણ કરીશ.' કંડરીક બે કે, “બંધુ! શું તું મને સંસારમાં પાડે છે માટે હું દીક્ષા લઈશ અને આ ભવસાગરને તરી જઈશ.” પુંડરીકે બે ત્રણવાર તેને રાજ્ય લેવા કહ્યું, પણ જ્યારે તેણે ન માન્યું, ત્યારે પુંડરીકે તેને કહ્યું કે, “હે બંધુ! ઇંદ્રિયે બહુજ દુર્ભય છે, મન સદા ચંચળ છે, તારૂણ્ય વય વિકારનું ધામ છે અને પ્રાણીને પ્રમાદ તે સ્વાભાવિક છે, વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુસહ છે, તેથી તારે દઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દીક્ષા પાળવી ઘણું દુષ્કર છે. તેથી હમણું શ્રાવકધર્મ પાળી રાજ્ય કર અને યૌવન વય ગયા પછી દીક્ષા લેજે. એમ કરવું બધી રીતે યોગ્ય છે,” કંડરીક બે કે-“ભાઈ! તે સત્ય છે, પણ હું જે છે તે મારે પાળવું જ જોઈએ, માટે હું તો જરૂર દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહીને કંડરીકે દીક્ષા લીધી, અને પુંડરીકને મંત્રીઓએ વ્રત લેવાને નિવાર્યો એટલે તે ભાવયતિ થઈ ઘેર રહ્યો. કંડરીક મુનિ વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતા તેમજ સમાચારીને બરાબર પાળતા છતા સાધુઓને પ્રિય થઈ પડયા. એક વખતે વસંત સમય આવતાં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી મહર્ષિ કંડરીકનું મન ચલિત થયું. તેણે ચિંતવ્યું કે, “મારે હવે આ દીક્ષાથી સયું, મારો ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતો હતો, તે હું ગ્રહણ કરીશ.” આવું વિચારી ભગ્નચિત્તે તત્કાળ તે પુંડરીકિશું નગરીએ આવ્યું અને તેના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલા પત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આળોટવા લાગ્યો. પિતાની ઉપધિ ઝાડ સાથે લટકાવી દીધી. ઉઘાનપાળકની મારફત તેણે પિતાના આવવાના ખબર રાજાને આપ્યા, એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યો અને તેમને વંદના કરી. પછી વૃક્ષ ઉપર ઉપકરણે લટકાવી લીલેતરીને સંથારે કરીને પડેલો તેને જોઈને “એ મુનિપણથી નિર્વેદ પામ્યા હશે” એવું વિચારી પુંડરીક રાજા પિતાના મંત્રીઓ પ્રત્યે બોલ્યો કે-“અરે ભાઈ! તમને યાદ છે કે, જ્યારે આણે બાલ્યાણને લીધે સાહસથી વ્રત ગ્રહણ કર્યું, ત્યારે મેં તેને વાર્યો હતો. આ પ્રમાણે કહી પુંડરીકે તેણે ઇરછેલા રાજ્ય ઉપર તેને બેસાયે, રાજ્યચિન્હ અર્પણ કર્યા, અને પિતે તેની પાસેનું યતિલિંગ શહણ કરી શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહિં “આણે અન્ને માટે રાંકની જેમ વ્રત ભક્સ કર્યું એમ કહી કહીને સેવક લોકો કંડરીકનું ઉપહાસ્ય કરવા લાગ્યા, તેથી તે હૃદયમાં ઘણે કોપાયમાન થયો. પરંતુ તેણે ચિંતવ્યું કે, “પ્રથમ હું સારું સારું ભોજન કરું, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજમહેલમાં ગયે. પછી પ્રાતઃકાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણે પ્રકારને આહાર કંઠ સુધી ખાધું, અને રાત્રે વિષયભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રી જાગરણથી અને અતિ આહારના દુરપણાથી તેને વિસૂચિકા થઈ તેથી મેટી અરતિ ઉત્પન્ન થઈ પવનથી પૂરાયલી ધમણની જેમ તેનું ઉદર પ્રફુલ્લિત થયું, પવનને રાધ થશે અને માટે તુષાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy