________________
સગ ૯ મ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર
[૧૬૯ વીજળીની સામે કોણ જોઈ શકે?” ચંપાપતિ તે એકલો જ કઈ દિશામાં જવું ” એ ભય પામી પલાયન કરી ગયે. કૌશાંબીપતિએ તેના હાથી, ઘોડા અને ભંડાર વિગેરે લઈ લીધું. પછી મેટા મનવાળા શતાનીકરાજા હર્ષ પામતે છતે કૌશાંબીમાં પાછો આબે, અને પેલા સેકવિપ્રને બેલાવીને કહ્યું કે, “કહે, તને હું શું આપું?વિપ્ર બોલ્યો કે-“મારી ને પૂછીને પછી માગી લઈશ.” “ગૃહસ્થને ગૃહિણી વિના વિચાર કરવાનું બીજું સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહાણને બધી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિવાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, “જે હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તે વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.” આ વિચાર કરીને તે બોલી કે-“હે નાથ! તમારે પ્રતિદિન જમવાને ભેજન અને દક્ષિણામાં એક સેનામહાર રાજા પાસેથી માગી લેવી. આ પ્રમાણે તેણે પિતાના પતિને સમજાવ્યું, એટલે તેણે જઈને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યું “ગાગર સમુદ્રમાં જાય તે પણ પોતાને યોગ્ય હોય તેટલું જ જળ પામે છે.” હવે પ્રતિદિન તે સેતુક બ્રાહ્મણ તેટલો લાભ તેમજ સન્માન પામવા લાગે. “પુરૂષને રાજાને પ્રસાદ મહાઈ પણને વિસ્તારે છે.” “આ રાજાને માનીતે છે” એવું ધારી લોકે નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેને સેવક કોણ ન થાય?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણ આવવાથી તે પ્રથમ જ હોય તે પણ દક્ષિણાના લોભથી પ્રતિદિન પહેલાં જામેલું વમી નાખીને પાછે અનેકવાર જમતે હતો. “બ્રાહ્મણના લોભને ધિક્કાર છે.” વિવિધ દક્ષિણાના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્યવડે વધી ગયે અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામ્યું. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપકવ) રસ ઉંચે જતાં તેની ત્વચા દૂષિત થઈ ગઈ, તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જેવો વ્યાધિગ્રસ્ત થઈ ગયે. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયે, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરરોજ ભોજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે,
હે દેવ! આ કુષ્ટીનો રોગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભેજન કરાવવું યોગ્ય નથી. તેને ઘણા પુત્રો નિરોગી છે, તેમાંથી કેઈ એકને તેની વતી જમાડે, કેમકે જ્યારે કોઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સ્વીકાર્યું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું, તેણે પણ પોતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ મુદ્ર મક્ષિકાઓની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રોએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખે. તેની પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક તેને ખવરાવવા જતી અને નાસિકા મરડી ગ્રીવા વાંકી કરી તે શુંકતી હતી. ઘરની બહાર રાખેલા તે બ્રાહાણની આજ્ઞા તેના પુત્ર પણ માનતા નહોતા. માત્ર શ્વાનની જેમ તેને એક કાષ્ટના પાત્રમાં ભેજન આપતા હતા. એક વખતે D - 22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org