________________
સૂગ ૮ મા]
ઋષભદત્ત, જમાળિ ગાશાળાદિ ચરિત્ર
[ ૧૬૩
શાસનમાં અસયત કહેવાય છે.” તે સાંભળી ઈશ્વરે વિચાર્યું” કે, પૃથ્વીકાય જીવાનુ' તો સત્ર મન થાય છે, તેનું સČથા રક્ષણુ કરવા કે તેને જોવાને કાણુ સમય છે? આ વાકયજ શ્રદ્ધા કરવા યાગ્ય નથી, કેવભ મુનિની લઘુતાને માટેજ છે. જેમ ઉન્મત્ત આલે તેમ ખેલેલુ' આ વાકય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કણ આચરે છે? જો આવુ' કહેવું છેડી દઈને એએ મધ્યમ પક્ષના સાધુપણાની વાત કહે તો તેની ઉપર જરૂર સ લેાક અનુરક્ત થાય.' આ પ્રમાણે વિચારીને વળી પાછા વિચારવા લાગ્યા કે અરેરે! હું માર્યા ગયા! જો હું' આ વાકય ન માનું અને તે પ્રમાણે ન આચરૂ તો મે' જિનેશ્વરને પણ માન્યા ન કહેવાય! કેમકે આ સજ્ઞનુ જ વચન છે. તેથી મે અહુતના આ એક વચનને અન્યથા ધાયું, તેથી તેનું પ્રાયશ્ચિત્ત મારે હમણાજ લેવુ' જોઇએ.' આવી રીતે પશ્ચાત્તાપ કરતો તે પેલા પ્રત્યેકમુદ્ધ મહામુનિની પાસે ગયા. ત્યાં પણ ધર્મના વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે, ‘ મુનિએ મન વચન કાયાથી પૃથિવીકાય વિગેરે જીવાના સમારભ ત્યજી દેવા.? તે સાંભળી વળી ઈશ્વરે ચિંતવ્યું કે, આવી રીતે તે કાનાથી પળી શકે? કાણુ પૃથ્વીકાયાક્રિકના ત્રિધા આરંભ કરતું નથી, આ મુનિ પણ પૃથ્વીપર બેસે છે, આહાર કરે છે અને અગ્નિપકવ જળે પીવે છે. આ કટુવાદી તો પેાતાની પણ ન પળી શકે તેવું આલે છે, માટે આથી તો પેલા ગણધર સારા, જો કે તેની પણ વાણી તો વિરૂદ્ધ છે; ત્યારે મારે એ બંનેની કાંઈ જરૂર નથી, હું પાતેજ એવા ધમ કહુ` કે, જેને લેાકેા અવિરક્ત પણે સુખે સુખે પાળી શકે.' આવું ચિંતવન કરતાં તેના મસ્તકપર વિજળી પડી, જેથી તે મૃત્યુ પામીને સાતમી નરકે નારકી થયા. શ્રુત, જૈનશાસન અને સમતિના પ્રત્યેનીકપણાથી બાંધેલા તીવ્ર પાપવડે ત્યાં ચિરકાળ દુ:ખ ભોગવીને તે અહી' સમુદ્રમાં મત્સ્ય થયા, ત્યાંથી ફરીવાર તે સાતમી નરકે ગયા, ત્યાંથી નીકળીને તે અહિં કાકપક્ષી થયા; ત્યાંથી પહેલી નરકે ગયા; ત્યાંથી નીકળી દુષ્ટ તિય"ચ થયા; પછી ફરીવાર પડેલી નરકમાં જઈ ને ગધેડા થયા. તેવા છ લવ કરીને મનુષ્ય થયા. ત્યાંથી મૃત્યુ પામી વનચર થયા. ત્યારપછી ખીલાડા થઈ ને નરકે ગયા. ત્યાંથી નીકળી કૃમિથી આકુળવ્યાકુળ કુષ્ટ વ્યાધિવાળા કુંભાર થયા. તે ભવમાં પચાસ વર્ષ સુધી કૃમિનુ ભક્ષ થઈ અંતે મૃત્યુ પામીને અકામનિજ રાના યાગથી દેવપણાન પ્રાપ્ત થયા. ત્યાંથી ચવીને રાજા થયા. તે ભવમાં મૃત્યુ પામીને પાછે સાતમી નરકે ગયા. એવી રીતે મનુષ્ય, તિય ચ અને નરક ગતિમાં ભમીને તે ગેાશાળા થયા. પૂર્વ ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થંકર, ધમ અને સાધુઓના અત્યંત દ્વેષી થયા હતા."
આ પ્રમાણેના પ્રભુના વચન સાંભળી ઘણા લેાકેા પ્રતિભેધ પામ્યા. કેટલાકે સ'સારથી ઉદ્વેગ પામી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યું".
ગેાશાળે મૂકેલી તેોલેશ્યાથી શ્રી વીરપ્રભુને રક્ત અતિસાર તથા પિત્તજવર થવાથી શરીરે અતિ કૃશ થઈ ગયા, તથાપિ તેમણે તેનું કાંઇપણ ઔષધ કર્યું" નહીં. પ્રભુના શરીરમાં એવા ઉગ્ર વ્યાધિ જોઈને લેાકેામાં એવા પ્રવાદ ચાલ્યા કે, ‘ ગોશાળાની તે લેસ્યાથી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org