________________
વર્ગ ૮ મો] ઋષભદસ, જમાળિ, ગશાળાદિ ચરિત્ર
[ ૧૪૭ અસુરના પરિવાર સાથે તત્કાળ ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમવસર્યા સાંભળી મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મોટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી અને પ્રભુને વંદના કરીને
ગ્ય સ્થાને બેઠી. પ્રદ્યોતરાજા પણ પ્રભુને ભક્ત હેવાથી ત્યાં આવી વૈર છોડીને બેઠે. પછી એક જન સુધી પ્રસરતી અને સર્વ ભાષાને અનુસરતી વાણીવડે શ્રી વીરપ્રભુએ ધર્મદેશના આપી.
અહીં સર્વજ્ઞ પધાર્યા છે એવું લોકો પાસેથી સાંભળી કોઈ એક ધનુષ્યધારી પુરૂષ પ્રભુની પાસે આવ્યો અને નજિક ઉભો રહીને પ્રભુને મનવડેજ પોતાને સંશય પૂછો. પ્રભુ બેલ્યા-અરે ભદ્ર! તારો સંશય વચન દ્વારા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજજાવશ થઈ સ્પષ્ટ બોલવાને અસમર્થ થયો, તેથી તે ચેડા અક્ષરમાં બોલ્યો કે, “હે સ્વામી! યારા, સાસા. પ્રભુએ પણ ટુંકાજ અક્ષરમાં તેને “લમે' એ ઉત્તર આપ્યો. તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે ભગવંત! “વાસા, કાના' એ વચનને શો અર્થ છે?” પ્રભુ બોલ્યા કે
આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક સ્ત્રીલંપટ સુવર્ણકાર હતા. તે પૃથ્વી પર ફરતો હતો અને જે જે રૂપવતી કન્યા જેતે તેને પાંચ પાંચસો સોનૈયા આપીને પરણતો હતે. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો હતે. અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગના આભૂષણો કરાવી આપ્યા હતા. પછી જ્યારે જે સ્ત્રીને વારે આવે ત્યારે તે સ્ત્રી સ્નાન અંગરાગ વિગેરે કરી સર્વ આભૂષણે પહેરી તેની સાથે ક્રીડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કઈ પણ સી જે પોતાના વેશમાં કાંઈપણ ફેરફાર કરે તે તે તેને તિરસ્કાર અને તાડન વિગેરે કરતો હતો. પિતાની સ્ત્રીઓ પરના અતિ ઈર્ષ્યાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એ તે સોની નાજરની જેમ કદાપિ પણ ગૃહદ્વારને છોડતે નહોતે, તે પિતાના સ્વજનોને પોતાને ઘેર કેઈ દિવસ જમાડતે નહોતે તેમજ સીઓના અવિશ્વાસથી પિતે પણ બીજાને ઘેર જમવા જઈ શકો નહોતો.
એક વખતે તેનો કોઈ પ્રિય મિત્ર છે કે તે ઈછતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પિતાને ઘેર જમવા લઈ ગયો. કેમકે એ મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સોનીના જવાથી તેની સર્વ સીએએ ચિંતવ્યું કે, “ આપણું ઘરને, આપણુ યોવનને અને આપણા જીવિતને પણ ધિક્કાર છે કે જેથી આપણે અહિં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણે પાપી પતિ યમદૂતની જેમ કદિપણુ દ્વારને છડતો નથી, પરંતુ આજે તે કાંઈક ગમે છે એટલું સારું થયું છે, માટે ચાલે,. આજે તો આપણે ક્ષણવાર વેચ્છાએ વત્તિએ.” આવો વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ કર્યો પછી છેવામાં તે સર્વે હાથમાં દર્પણ લઈ પોતપોતાનું રૂપ તેમાં જેતી હતી, તેવામાં તે સોની આવ્યો અને તે જોઈને અત્યંત ક્રોધ પામ્ય; તેથી તેમાંથી એક સ્ત્રીને પકડીને તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમળનીની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org