________________
સગ ૮ મા]
ઋષભદત્ત, જમાળિ ગેાશાળાદ્ધિ ચરિત્ર
[ ૧૪૫
આવા વચનથી ક્ષુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુખડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનુ યથાર્થ સ્વરૂપ આલેખી ખતાવ્યું. તે જોઈને રાજાને ખાત્રી થયા છતાં ઈર્ષ્યા આવી તેથી ક્રોધ વડે તે ચિત્રકારના જમણા હાથના અંગુઠો તેણે કપાવી નાખ્યા.
તે ચિત્રકારે પેલા યક્ષની પાસે જઈ ઉપવાસ કર્યાં. એટલે યક્ષે તેને કહ્યું કે, ‘તું વામ હસ્તથી પણ તેવા ચિત્રા કરી શકીશ.' યક્ષે આવુ વરદાન આપ્યું, તેથી તે ચિત્રકારે ક્રોધથી વિચાર્યું` કે, ‘તે દુષ્ટ રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કાઈ ઉપાયથી તેના બદલા લઉ*.? “ બુદ્ધિમાન્ પુરૂષો જે પરાક્રમથી અસાધ્ય હોય તેને પણ બુદ્ધિથી સાધ્ય કરે છે.” આવા વિચાર કરીને તેણે એક પાટીઆ ઉપર વિશ્વમૂળુ મૃગાવતીદેવીને અનેક આભૂષણ્ણા સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લેાલુપી અને પ્રચંડ એવા ચડપ્રદ્યોત રાજાની પાસે જઈ ને તે મનેાહર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચડપ્રદ્યોતે કહ્યું કે, “ હે ઉત્તમ ચિત્રકાર! તારૂં' ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવુ જ છે એમ હું' ધારૂં છું.... આવું સ્વરૂપ આ માનવંલેાકમાં પૂર્વ કઢિપણુ જોવામા આવ્યું નથી. તેમજ સ્ત્રČમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી, તે છતાં મીજી નકલ સિવાય તે. આ શી રીતે આલેખ્યુ? હે ચિત્રકાર! આવી ી કયાં છે! તે ખરેખરૂં કહે તા તરતજ હું તેને પકડી લાવું, કેમકે એવી સ્ત્રી કાઈ પણ સ્થાને હોય તો તે મારેજ લાયક છે.” રાજાના આવાં વચન સાંભળી હવે મારા મનારથ પૂરા થશે' એવું ધારી ચિત્રકારે હી ત થઈ ને કહ્યું કે, હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનીક નામે રાજા છે. પૂર્ણમૃગાંક જેવા મુખવાળી મૃગાવતી નામે આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમથ નથી, મે' તો આમાં તેનું જરા માત્ર રૂપજ આળેખેલુ છે, કેમકે તેનું વાસ્તવિક રૂપ તા વચનથી પણ દૂર છે.' ચંડપ્રદ્યોતે કહ્યુ` કે, ‘મૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનીક રાજાના દેખતાં એ મૃગાવતીને ચતુણુ કરી લઈશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મેાકલવા યોગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માન્ય કરે તે તેને કાંઈ પણ અનથ ન થાય.' એવા વિચાર કરીને ચ ડ પ્રદ્યોતે વજજ ઘ નામના દૂતને સમજાવીને શતાનીક રાજા પાસે માકલ્યા. તે ક્રૂતે શતાનીક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું “હું શતાનીક રાજા! ચડપ્રદ્યોતરાજા તમને આજ્ઞા કરે છે કે—તેં દૈવયેાગથી મૃગાવતી દેવીને પ્રાપ્ત કરી છે, પણ એ સ્ત્રીરત્ન મારે યાગ્ય છે, તું કાણુ માત્ર છે; માટે જો રાજ્ય અને પ્રાણ વહાલા હાય તા તેને સત્વર અહીં મોકલી ૐ” કૃતના આવાં વચન સાંભળી શતાનીકરાજા મલ્યે કે“ અરે અધમ ક્રૂત ! તારા મુખે તુ' આવા અનાચારની વાત ખેલે છે, પણ જા, કૃતપણાથી આજે તને મારતા નથી. જે સ્ત્રી
D - 19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org