________________
n
આ સર્ગ ૮
મે
ન્સ
શ્રી ગષભદત્ત અને દેવાનંદાની દીક્ષા, જમાળિ અને ગોશાળાની વિપ્રતિપત્તિ તથા વિપત્તિ અને
– શ્રી મહાવીર પ્રભુનું આરોગ્ય
ભવિજનના અનુગ્રહને માટે ગામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કરતા શ્રી વિરપ્રભુ અન્યદા બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બરાજ્યા અને ગૌતમ વિગેરે ગણધરે અને દેવતાઓ પોતપોતાને યોગ્ય સ્થાને બેઠા. સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજને ત્યાં આવ્યા તે સાથે દેવાનંદા અને ગષભદત્ત પણ આવ્યા. શ્રદ્ધાળુ અષભદત્ત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદીને યોગ્ય સ્થાને બેઠા. દેવાનંદા પણ પ્રભુને નમી બાષભદત્તની પછવાડે આનંદ પ્રફુલ્લિત મુખવડે દેશના સાંભળવા બેઠી. તે વખતે પ્રભુને જોતાં જ દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું અને શરીરે રોમાંચ પ્રગટ થયા. તેની એવી સ્થિતિ જોઈ ગૌતમસ્વામી સંશય અને વિસ્મય પામ્યા. તેથી તેમણે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું કે, “હે પ્રભુ! પુત્રની જેમ તમને જોઈને આ દેવાનંદાની દષ્ટિ દેવવધુની જેમ નિનિમેષ કેમ થઈ ગઈ?” ભગવાન્ શ્રીવીરપ્રભુ મેઘના જેવી ગંભીર વાણીએ બોલ્યા- “હે દેવાનુપ્રિય ગૌતમ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ છું. દેવલોકમાંથી ચ્યવીને હું એની કુક્ષિમાં બાશી દિવસ રહ્યો હતો, તેથી પરમાર્થને નહીં જાણતાં છતાં તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે.” પ્રભુનાં આવા વચન જે પૂર્વ સાંભળવામાં આવ્યા નહોતા, તે સાંભળી દેવાનંદા, ત્રાષભદત્ત અને બધી પર્ષદા વિસ્મય પામી ગઈ. “આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે કયાં!” એમ વિચારી તે દંપતીએ ઉઠીને ફરીવાર પ્રભુને વંદના કરી. “આ માતા પિતાને પ્રતિબંધ પમાડ દુષ્કર છે.' એવી બુદ્ધિથી ભગવંતે તેમને અન્ય લોકોને ઉદ્દેશીને આ પ્રમાણે દેશના આપી.
અ ભવ્યજીવો! આ સંસારમાં સર્વ વસ્તુ ઇદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષ તેના સ્થિરપણા વિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખતા નથી. જ્યાં સુધી જરાવસ્થા આવીને આ શરીરને જર્જરિત કરે નહિ, અને જ્યાં સુધી મૃત્યુ પ્રાણ લેવાને આવે નહીં, ત્યાં સુધીમાં અદ્વૈત સુખના નિધાનરૂપ નિર્વાણના એક સાધન જેવી દીક્ષાને આશ્રય કરી લેવું યોગ્ય છે, તેમાં જરા પણ પ્રમાદ કરે યુક્ત નથી.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી દેવાનંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org