________________
સર્ગ ૭ મિ] ચલણનો પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૩૫ વિચાર્યું કે, “અહો ! આ બાળકનો સ્નેહાનુબંધ કેવું છે કે, જે મારા મનરૂપ પક્ષીને પાશલા રૂપ થઈ પડ્યો છે, જેથી હું હવે તરતમાં દીક્ષા લેવા માટે જવાને અશક્ત છું. માટે આ પ્રેમાળ બાળકે મારા પગ સાથે જેટલા સૂત્રના આંટા લીધા છે તેટલા વર્ષો સુધી આ પુત્રના પ્રેમથી હું ગૃહસ્થપણે રહીશ.” પછી તેણે પગના તંતુબંધ ગણ્યા એટલે બાર થયા, તેથી તેણે ગૃહસ્થપણામાં બીજા બાર વર્ષ નિર્ગમન કર્યા. જ્યારે પિતાની પ્રતિજ્ઞાનો અવધિ પૂર્ણ થયો ત્યારે તે બુદ્ધિમાન પુરૂષ વૈરાગ્ય પામી રાત્રિના પાછલા પહેરે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-અહો! આ સંસારરૂપ કુવામાંથી નીકળવાને મેં દેરીની જેમ વ્રતનું આલંબન કર્યું અને પાછું તેને છોડી દઈને હું તેમાં જ મગ્ન થયે. પૂર્વ જન્મમાં મેં માત્ર મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી મને અનાર્યપણું પ્રાપ્ત થયું હતું, તે હવે આ ભવમાં તો ત્રિકરણે વ્રત ભાંગ્યું છે, ત્યારે મારી શી ગતિ થશે ! ભવતુ! હજુ પણ દીક્ષા લઈ તપરૂપ અગ્નિથી અગ્નિશૌચ વસ્ત્રની જેમ હું મારા આત્માનું પ્રક્ષાલન કરીશ.” આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિર્મમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા.
વસંતપુરથી રાજગૃહ નગર તરફ જતાં માર્ગમાં પોતાના પાંચસો સામંતોને ચોરીનો ધંધો કરતા જોયા. તેમણે ઓળખીને ભક્તિથી આÁકમુનિને વંદના કરી. મુનિએ કહ્યું, તમે આવી પાપી આજીવિકા શા માટે આદરી છે?” તે બોલ્યા કે, “હે સ્વામી! જ્યારે તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમે લજજાથી અમારૂં મુખ તમારા પિતાને બતાવી શક્યા નહીં; તેથી તમારીજ શેધમાં પૃથ્વી પર ભમવા લાગ્યા. અને ચોરીવડે આજીવિકા કરવા લાગ્યા. નિર્ધન શસ્ત્રધારીઓએ બીજું શું કરવું ?” મુનિ બોલ્યા-“હે ભદ્રો ! કદિ માથે કષ્ટ આવી પડે તો પણ જે ધર્માનુબંધી કાર્ય હોય તેજ કરવું કે જે બને લેકમાં સફળ થાય. કોઈ મહાપુણ્યના ભેગથી આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, અને તે પ્રાપ્ત થયાનું ફળ સ્વર્ગ તથા મોક્ષને આપનાર ધર્મજ છે. સર્વ જીવોની અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહાચર્ય, અપરિગ્રહતા–એ ધમ તમારે માનવા ગ્ય છે. હે ભદ્રો! તમે સ્વામિભક્ત છે, હું રાજાની જેમ તમારે સ્વામી છું. તેથી મારું કહેવું માનીને મારા અંગીકાર કરેલા માગને સદ્બુદ્ધિવડે તમે પણ ગ્રહણ કરે. તેઓ બોલ્યા કે “તમે પ્રથમ સ્વામી હતા અને અત્યારે ગુરૂ છે, તમારા કહેલો ધર્મ અમને રૂ છે, તેથી દીક્ષા આપીને અમારી પર અનુગ્રહ કરે.’ આદ્રકુમાર તેઓને દીક્ષા આપી સાથે લઈને શ્રીવીરપ્રભુને વાંદવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગોશાળ સામો મળે. પુયરહિત શૈશાળે આદ્રકમુનિની સાથે વાદ કરવા માંડયો. તે કૌતુક જેવાને હજારો મનુષ્યો અને ખેચરે તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. શાળે બે -“અરે મુનિ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટારૂપ છે, કારણ કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા)જ છે. આદ્રકમુનિ બેલ્યા કે-“અરે ગશાળા! જે તેમજ હેય તે આ જગતમાં સુખ જ નથી એમ કહે, અને જે સુખ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org