________________
૧૨૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પણ તે સ્વભાવે જ વિચારીને કામ કરનાર હતો, તેથી તે ધીમાન્ પિતાના મનની સાથે વિચાર કરવા લાગ્યો કે “મારી બધી માતાઓ સ્વભાવે જ મહા સતીઓ છે, અને હું તેઓની રક્ષા કરનારા છું, છતાં પિતાની આજ્ઞા પાવી થઈ તે પિતાને જે સંભવિત લાગ્યું, તે હું અસંભવિત શી રીતે કરૂં? વળી પિતાને કેપ નદીના પૂરની જેમ અસહ્ય છે, તથાપિ કાંઈ પણ વિચિત્ર બહાનું કાઢીને કાળક્ષેપ કરવાથી રાજાનો કોપ નિવૃત્ત થવાનો સંભવ છે. આ વિચાર કરીને ચતુર અભયકુમારે અંતઃપુર પાસેની હાથીખાનાની છણકુટીઓને સળગાવી દીધી અને અંતઃપુર દગ્ધ કર્યું’ એવી આઘેષણ બધે પ્રવર્તાવી.
અહિં શ્રેણિકરાજાએ શ્રી વીરપ્રભુને અવસર પામીને પૂછયું કે, “હે પ્રભુ! ચેલણું એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે?” પ્રભુ બેલ્યો-“હે રાજન ! તારી ધર્મપત્ની ચલણા મહાસતી છે અને શીલ અલંકારથી શોભિત છે, તેથી એ સ્ત્રી ઉપર કાંઈ પણ શંકા લાવીશ નહીં.” આ પ્રમાણેનાં પ્રભુનાં વચન સાંભળી પશ્ચાત્તાપ કરતા શ્રેણિક રાજા તત્કાળ પ્રભુને નમસ્કાર કરીને પિતાના નગર તરફ દેડતા ચાલ્યા. અહિં અગ્નિ સળગાવીને અભયકુમાર તેમની સામે આવતા હતા, તેને રાજાએ પૂછયું કે, “કેમ તેં મારી આજ્ઞા પ્રમાણે કર્યું?” અભય નિર્ભય થઈ પ્રણામ કરી અંજલિ જેડીને બોલ્યો કે, “હે સ્વામી! આપની આજ્ઞા બીજાને પણ પ્રમાણ છે, તે માટે કેમ ન હોય?” રાજા બોલ્ય-“અરે પાપી! પિતાની માતાઓને બાળીને તું અદ્યાપિ કેમ જીવે છે? તું અગ્નિમાં કેમ પડ્યો નહીં?” અભયકુમાર બોલ્યા- “તાત! અહંતનાં વચનને સાંભળનારા એવા મને પતંગની જેમ મરવું ચોગ્ય નથી, હું તો સમય આવશે ત્યારે વ્રત ગ્રહણ કરીશ, અને તે વખતે વીરપ્રભુની આજ્ઞા એવી થશે તે પતંગની જેમ મૃત્યુ પણ પામીશ, તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” રાજાએ કહ્યું કે, “અરે! મારા વચનથી પણ તેં આવું અકાર્ય કેમ કર્યું?” એમ કહી જાણે વિષપાન કર્યું હોય તેમ રાજા મૂછ ખાઈને ભૂમિપર પડી ગયા. પછી અભયકુમાર શીતળ જળથી રાજાને સિંચન કરવા લાગ્યું. જ્યારે શ્રેણિક સ્વસ્થ થયા ત્યારે અભયે કહ્યું કે, “હે પ્રભુ! અંતઃપુરમાં તે કુશળતા છે. કેઈ દુર્ભાગ્યના યોગે તમે મારી માતાઓ ઉપર અવકૃપા કરીને તેને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં તેમ કર્યું નથી, તે મારો અપરાધ થયે છે. પિતાજી! તેને બદલે અંતઃપુરની નજીક રહેલી હાથીઓની છણું પર્ણકુટીઓ મેં બાળી છે. તમારી આજ્ઞા પણ હું વિચાર્યા વગર કરૂં તેવો નથી.” રાજા તે વચન સાંભળી હર્ષથી બે કે “હે વત્સ! તું ખરેખર મારા પુત્ર છે અને પૂરે બુદ્ધિમાનું છે કે જેથી મારી પર આવી પડેલું કલંક તેં બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.” પછી શ્રેણિકરાજા પારિતોષિકવડે અભયકુમારને સંતોષી ચેલ્લાદેવીના દર્શનમાં ઉત્સુક થઈને ઉતાવળો તેણીના ગૃહમાં ગયો અને નવનવા પ્રેમથી લક્ષમી સાથે કૃષ્ણની જેમ ચલ્લણની સાથે પ્રતિદિન ક્રીડા કરવા લાગે.
એક વખતે શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, ચેલુણાદેવી મને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે પ્રિય છે, તો બીજી રાણીઓથી તેણી ઉપર વિશેષ પ્રાસાદ ો કરવો? તેણીને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org