________________
૧૨૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું પિતે આવીને કહ્યું કે, “હે સ્વામી! મેં જે પ્રથમ રસોઈ કરી હતી તે તે કરીને વિરસ થઈ ગઈ તેથી ફરીવાર રસોઈ તૈયાર કરી છે, માટે હવે શા માટે વિલંબ કરો છે?” નંદીષેણ બોલ્યા કે, “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશમે માણસ પ્રતિબંધ પામ્યા નહિ' માટે પોતેજ દશમો થઈ દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી પોતે ભાગ્યકર્મ હતું તેટલું ભેગવી લીધું, એમ વેશ્યાને જણાવી ત્યાંથી નીકળી ગયા અને પ્રભુની પાસે આવી પુનઃ દીક્ષા ગ્રહણ કરી.
એ મહાત્મા નંદીષેણુમુનિ પિતાના દુષ્કૃત્યની આલોચના કરી શ્રી વીરજિનંદ્રની સાથે વિહાર કરતા અને તીક્ષણ વ્રતને પાળતા છતા કાળ કરીને દેવતા થયા.
इत्याचार्य श्री हेमचंद्रसरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्रेणिक सम्यक्त्वलाभ मेघकुमार नंदीषेण प्रव्रज्या
aઈનો નામ Sષ્ટઃ સઃ |
9
સગ ૭ મે
=
0
Sછે.
ચલ્લણને વેગ્ય એકતંભ પ્રાસાદનું નિર્માણ, આમ્રફળનું હરણ,
શ્રેણિકે કરેલું વિદ્યાગ્રહણ, દુર્ગધાની તથા આદ્રકુમારની કથા
ચેક્ષણની સાથે જલક્રીડાદિકથી રમત શ્રેણિક જાણે પ્રેમસૂત્રથી તેનું મન પરોવાયેલું હોય તે દેખાતો હતો. તે પિતાના કરની કાંચકી કરી પ્રતિદિન એકાંતમાં ચલણદેવીના કેશપાશને ઓળતે હતો. પિતાને હાથે ગુંથેલી સુંદર પુષ્પમાળાઓથી વાળબંધક સેવકની જેમ તે તેના કેશપાશને બાંધતો હતો; પોતે જ ઘસેલા કસ્તુરી દ્રવ્યથી તેના ગાલ ઉપર ચિત્રકારની જેમ વિચિત્ર પત્રવલી આળેખતો હતો; અને હંમેશાં આસન પર બેસતાં, શયન કરતાં, ભજન કરતાં કે બીજા કોઈ પણ કાર્ય વખતે એક નાજરની જેમ તેનું પડખું છેડતો નહતે.
અન્યદા (દીન દુઃખીને) ભયંકર શિશિરઋતુ આવી. હિમના ભારને વહન કરનાર વનદાહક ઉત્તરદિશાને પતન વાવા લાગે. શ્રીમંત લોકે સઘડીઓ પાસે રાખીને અને કેશરનું વિલેપન કરીને ગર્ભગૃહમાં રહી કાળ નિર્ગમન કરવા લાગ્યા. તે વખતે ગરીબ લોકોના બાળક વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલ્લા હાથ કરી ધ્રુજતા ધ્રુજતા ગૃહદ્વાર ઉપર દંતવિણા વગાડતા હતા. યુવાન પુરૂષે રાત્રે સ્વભાવે ઉષ્ણુ એવા પ્રિયાના સ્તન ઉપરથી પિતાના કરકમળને દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org