________________
૧૧૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રાખી તેમાં લીન થઈ ગઈ. ક્ષણવાર તેમજ રહ્યા પછી સત્વર એકાંતે જઈ તે સખી કે જે તેના ગુપ્ત અભિપ્રાયરૂપ સર્વસ્વને રાખવાની નિધાનભૂમિ જેવી હતી, તેને કહ્યું કે, “સખી! જેનું આ સુંદર ચિત્ર છે, તેને હું પતિ કરવાને ઈચ્છું છું. તેની સાથે જોડી દેવાને મારે વિધિ કોણ થશે? જે આ મનહર યુવાન મારા પતિ નહિં થાય, તે મારૂં હદય પાકેલા ચીભડાની જેમ દ્વિધા થઈ જશે, તેમાં જરા પણ સંશય નથી. માટે હે ભદ્ર! અહિં શે ઉપાય કરવો? તે કહે. મને તે ખરો ઉપાય તેના રૂપને પૂજન કરનાર વણિકનું શરણુ લેવું, તેજ લાગે છે. માટે હે યશસ્વિની ! હે મારા કાર્યની ધુરાને વહન કરનારી! તું સત્વર જઈને તે વણિકને પ્રસન્ન કર અને પાછી શીધ્ર આવી તેને સંદેશો મને કહે. તારું કલ્યાણ થાઓ.”
દાસીએ દુકાને આવી વણિકરૂપ અભયકુમારની પ્રાર્થના કરી. અભયકુમારે કહ્યું કે, હું થોડા વખતમાં તમારી સખીનો મનોરથ પૂર્ણ કરીશ. હું એક સુરંગ ખોદાવી તે દ્વારા રાજા શ્રેણિકને અહિં લાવીશ. તે વખતે જે રથ આવે તેમાં તારી સખીએ તત્કાળ બેસી જવું, તમારી સ્વામિની શ્રેણિકને આવેલા ઈ આ ચિત્રમાં આલેખેલા રૂપની સાથે તેમને મેળવી હર્ષ પામશે.” આ પ્રમાણે કહ્યા પછી અમુક સ્થાને અમુક દિવસે, અને અમુક વખતે શ્રેણિક રાજા સુરંગદ્વારા આવશે.” એ ચોક્કસ તેને મુખે સંકેત કર્યો. દાસી તે પ્રમાણે સુજ્યેષ્ઠાને કહી પાછી આવીને અભયકુમાર પ્રત્યે બોલી કે તમારું વચન પ્રમાણ છે.” પછી તે અંતઃપુરમાં પુનઃ ચાલી ગઈ. અભયકુમારે દુકાન સમેટી રાજગૃહ નગરે જઈ પિતાને તે સંકેતની સર્વ વાત કહી સંભળાવી અને સુરંગ કરાવવાની તજવીજમાં તત્પર થયે.
અહિં સુચેષ્ઠા ક્યારથી શ્રેણિક રાજાનું ચિત્ર જોયું ત્યારથી શ્રેણિકરાજાનું જ સ્મરણ કરતી કામને વશ થઈ છતી ઘણી અરતિ પામવા લાગી. એમ કરતાં કરતાં સંકેતને નિર્ણય કરેલો દિવસ આવ્યો, એટલે શ્રેણિકરાજા સુલસાના બત્રીશ પુત્રોની સાથે સુરંગના દ્વાર પાસે આવ્યું. પછી સુલસાના પુત્રોને રથ સહિત સાથે લઈ વૈતાથની ગુફામાં ચક્રવતીની જેમ શ્રેણિક રાજા સુરંગમાં પેઠો. સુરંગને બીજે દ્વારે નીકળ્યા એટલે મગધપતિએ સુષ્ઠાને દીઠી. તેને ચિત્ર પ્રમાણે જ મળતી જોઈ ઘણે હર્ષ પામ્યા. સુચેષ્ઠાએ આ સર્વ વૃત્તાંત સખીભાવથી ચિલ્લણને જણાવીને તેની રજા માગી એટલે ચિલણા પ્રતિજ્ઞાપૂર્વક બોલી કે, “હું તારા વગર એકલી રહીશ નહીં.' પછી સુકા ચિલ્લણને રથમાં બેસારી પિતે સત્વર રત્નને કરંડીઓ લેવા ગઈ. તે સમયે સુલસાના પુત્રોએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામી! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી.” સુલસાના પુત્રોની પ્રેરણાથી રાજા ચિલણાને લઈ તે સુરંગને માર્ગે જેમ આવ્યો હતો તેમ પાછો ચાલી નીકળ્યા. સુભેછા રત્નને કરંડીઓ લઈને આવી, ત્યાં તે વાદળામાં ઢંકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયા નહીં. તેથી પિતાની બેનનું હરણ થયું અને પોતાને મનોરથ સિદ્ધ થયો નહીં, એવું ધારી તેણે ૧ વિધાતા-બ્રહ્માતુલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org