SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું બે તારાની જેમ સદા અવિયોગી (સાથે ને સાથે રહેતી હતી. કળા કલાપમાં કુશળ અને સવ અર્થને જાણતી તે બંને જાણે મૂર્તિમાન સરસ્વતી હોય તેમ મહેમણે વિદ્યાવિદ કરતી હતી. બંને સાથે જ દેવપૂજા કરતી, સાથેજ ધર્મ સાંભળતી અને એક સ્વરૂપવાળી હોય તેમ બીજુ સર્વ કાર્ય સાથે જ કરતી હતી. એક વખતે કોઈ સ્થવિરા તાપસી સુષ્મા અને ચિલ્લણથી અલંકૃત એવા કન્યાઓના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાનીની સભાની જેમ તેમની આગળ પણ “શૌચમૂળ ધર્મજ પાપને નાશ કરનાર છે' એમ ગાલ ફુલાવીને કહ્યું. તે સાંભળી સુજયેષ્ટા બેલી-“અરે ! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે, અને અશુભ આશ્રવ પાપને હેતુ છે, તે તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુક્તિવાળા દષ્ટાંતે આપી ગુણવડે પેટ સુષ્ટાએ તેના શૌચમૂળ ધર્મને ખંડિત કરી નાંખે. પછી જાણે મુખને મુદ્રિત કર્યું હોય તેમ તે તાપસી નિરૂતર થઈ ગઈ એટલે અંતઃપુરની દાસીઓ મુખ મરડી મરડીને તેને હસવા લાગી. અને પોતાની સ્વામિનીના જયથી ઉન્મત્ત થયેલી તે દાસીઓએ મોટો કોલાહલ કરી તે તાપસીને કંઠે પકડીને કાઢી મૂકી. તે તાપસી લેવા જતાં ઉલટું ખાઈને આવી હોય તેમ પૂજાને માટે જતાં ઉલટી અનર્થને પામી. તાપસીએ ત્યાંથી નીકળતાં વિચાર્યું કે, “આ સુચેષ્ટા ગવ પામી છે, માટે તેને ઘણું સપત્નીઓમાં પાડી દુઃખનું પાત્ર કરૂં.' આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ પિંડસ્થ ધ્યાનની લીલાથી સુભેચ્છાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આળેખી લીધું. સુષ્ટાનું રૂપ આલેખીને ક્રર તાપસી ત્વરાથી રાજગૃહ નગરે આવી અને રાજા શ્રેણિકને તે ચિત્ર બતાવ્યું. નેત્રરૂપ મગની મૃગજાળરૂપ ચિત્રલિખિત રમણને જોઈને રાજગૃહપતિ શ્રેણિક અનુરાગથી તેનું વર્ણન કરવા લાગ્યો-“અહા ! આ બાળાનું શું મનોહર રૂપ છે ! મયૂરના કલાપ તે તેના કેશપાશના દાસપણાને પામે છે, તેનું મનહર નેત્રવાળું મુખ જેમાં ભ્રમર લીન હોય તેવા કમળ જેવું છે, તેને કંઠ શંખનું અવલંબન કરે છે, સ્તનભૂષિત ઉરસ્થળ ક્રીડા કરતા કોકપક્ષવાળા સરોવર જેવું છે, નિતંબ ધનુર્ધર કામદેવને ખેલવા યોગ્ય ભૂમિ જેવા સવિસ્તર છે, સાથળ અનુક્રમે વતું હોવાથી ગજબંધના વિલાસને હરનારા છે. જંઘા કમળના જેવી સરલ અને કમળ છે અને સરલ જંઘાવાળા ચરણ. ઉંચા નાળવાવાળા કમળ જેવા છે. અહા ! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌંદર્ય, ઉજવળ લાવણ્ય અને બીજું સર્વ પણ ઘણું રમ્ય છે.” આ પ્રમાણે વર્ણન કર્યા પછી તેના પર મોહિત થયેલા શ્રેણિકે તાપસીને પૂછયું કે, હે મહાભાગે! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આળેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી આળેખ્યું છે?” તાપસી બોલી-બજેવું રૂપ મેં જોયું તેવું યથાશક્તિ આલેખ્યું છે. હે રાજા ! જેવું આ ચિત્રમાં છે તેવું કદિ દર્પણમાં જણાતું હશે.” પ્રેમથી મોહિત થયેલે રાજા તે ચિત્રસ્થ રૂપને જાણે આલિંગન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy